Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુષ્કા શર્માએ ખરીદ્યો ₹14.9 કરોડનો લક્ઝરી ફ્લેટ:મુંબઈના પોશ વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં પરિવારના કુલ 3 ફ્લેટ, કિંમત ₹44.1 કરોડ; પેરેન્ટ્સ સાથે રહેશે

    6 days ago

    બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ભલે અત્યારે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે મુંબઈમાં રિયલ એસ્ટેટમાં રોકાણમાં ધ્યાન આપી રહી છે. અનુષ્કાએ મુંબઈના પોશ વિસ્તાર વર્સોવામાં 14.9 કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લેટ ખરીદ્યો છે. નોંધનીય છે કે, આ જ માળ પર અનુષ્કા અને તેના પરિવારે કુલ 3 ફ્લેટ ખરીદ્યા છે, જેમની કિંમત લગભગ 44.1 કરોડ રૂપિયા છે. ₹74.48 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી અનુષ્કા શર્માએ વર્સોવા વિસ્તારમાં યારી રોડ પર બની રહેલા ગોધરેજ સ્કાઈશોર પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. અનુષ્કાએ અંદાજે 14.9 કરોડમાં 24માં માળે ખરીદેલા આ ફ્લેટનું ક્ષેત્રફળ લગભગ 2,154 સ્ક્વેર ફૂટ છે. તેમાં 2,026 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા અને લગભગ 128 સ્ક્વેર ફૂટની બાલકની અને ટેરેસની જગ્યા સામેલ છે. આ ફ્લેટ સાથે ત્રણ કાર માટે બેઝમેન્ટ પાર્કિંગ પણ મળી શકે છે. ફ્લેટ માટે લગભગ 74.48 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી છે. દસ્તાવેજ પ્રમાણે અનુષ્કાએ આ ફ્લેટ વન-સ્ટોપ બિઝનેસ સર્વિસીસ એલએલપીથી ખરીદ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટ નિર્માણાધીન છે. કરાર મુજબ આ ફ્લેટનો કબજો એક્ટ્રેસને જૂન 2031 સુધીમાં મળવાની આશા છે. ફ્લેટની રકમની ચૂકવણી અલગ-અલગ તબક્કા પૂરા થવા પર થશે. 3 મહિના પહેલાં ₹18.29 કરોડનો ફ્લેટ ખરીદ્યો હતો નોંધનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુલાઈ 2026માં પણ વર્સોવાની આ જ પ્રોપર્ટીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. વિરાટ-અનુષ્કાએ ₹18.29 કરોડમાં 2,644 ચોરસ ફૂટનો લક્ઝરી ફ્લેટ ખરીદ્યો હતો. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પ્લેટફોર્મ Zapkey.com દ્વારા પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, આ ફ્લેટ સાથે 316 ચોરસ ફૂટનો એક્સક્લુઝિવ એરિયા અને ત્રણ કાર પાર્કિંગ સ્પેસ મળ્યા છે. આ મિલકતનું રજિસ્ટ્રેશન 21 જુલાઈ 2026ના રોજ થયું, જેના માટે ₹1.09 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને ₹30,000ની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી. કુલ કિંમત અને કાર્પેટ એરિયાના હિસાબે આ ડીલ લગભગ ₹69,159 પ્રતિ ચોરસ ફૂટ જેટલી થાય છે. અનુષ્કાના માતા-પિતાએ પણ એ જ ફ્લોર પર ફ્લેટ ખરીદ્યો રસપ્રદ વાત એ છે કે, અનુષ્કાની સાથે સાથે તેના માતા-પિતાએ પણ આ જ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. તેના માતા આશિમા અજયકુમાર શર્મા અને પિતા અજયકુમાર શર્માએ ટાવર એના એ જ 24માં માળે એક ફ્લેટ ખરીદ્યો છે. આ સોદાનું રજિસ્ટ્રેશન પણ 8 જુલાઈ 2026ના રોજ થયો. આ ફ્લેટનું કુલ ક્ષેત્રફળ અંદાજે 1,577 સ્ક્વેર ફૂટ છે. તેમાં લગભગ 1,478 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા અને અંદાજે 99 સ્ક્વેર ફૂટ બાલકની અને ટેરેસની જગ્યા છે. આ ફ્લેટની કિંમત અંદાજે 10.91 કરડો રૂપિયા છે, જેના માટે લગભગ 65.45 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. ફ્લેટની સાથે બે કાર માટે બેઝમેન્ટ પાર્કિંગ પણ મળ્યું છે. તેનો કબજો પણ જૂન 2031 સુધીમાં મળી શકે છે. તબ્બુના પાડોશી બનશે વિરાટ-અનુષ્કા તબ્બુએ પણ એપ્રિલ 2026માં આ જ બિલ્ડિંગમાં 2,153 સ્ક્વેર ફૂટનો ફ્લેટ ખરીદ્યો હોવાના અહેવાલ હતા. અલીબાગમાં ખરીદી હતી ₹37.86 કરોડની પ્રોપર્ટી જાન્યુઆરી 2026માં વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં આવાસ બીચ નજીક આવેલા જીરાડ ગામમાં 5 એકરથી વધુ જમીન આશરે ₹37.86 કરોડમાં ખરીદી હતી. પ્રોપર્ટી રેકોર્ડ્સ અનુસાર, આ ડીલ એકબીજાને અડીને આવેલા બે લેન્ડ પાર્સલની હતી, જેનો કુલ એરિયા આશરે 21,010 ચોરસ મીટર છે. આ ખરીદીનું રજિસ્ટ્રેશન 13 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થયું હતું. અલીબાગમાં વિલા પણ બનાવી ચૂક્યું છે કપલ આ કપલ પહેલા પણ અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી ચૂક્યું છે. વર્ષ 2022માં બંનેએ આશરે 8 એકર જમીન ₹19 કરોડમાં ખરીદી હતી. આ જ પ્લોટ પર તેમણે એક લક્ઝરી વિલા બનાવ્યો છે, જેમાં ટેમ્પરેચર-કંટ્રોલ્ડ સ્વિમિંગ પૂલ, કસ્ટમ-ડિઝાઇન કિચન, ચાર મોર્ડન બાથરૂમ, જેકુઝી, મોટો બગીચો, કવર્ડ પાર્કિંગ અને સ્ટાફ માટે અલગ ક્વાર્ટર જેવી પ્રીમિયમ સુવિધાઓ હાજર છે. વિરાટ કોહલીનો રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો છે લક્ઝરી દિલ્હીમાં ઉછરેલા વિરાટ કોહલી પાસે ગુરુગ્રામના પોશ DLF ફેઝ 1માં પણ આશરે 10,000 ચોરસ ફૂટનો બંગલો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભવ્ય ઘરની અંદાજિત કિંમત આશરે ₹80 કરોડ છે. આ પ્રોપર્ટીમાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, હાઇ-ટેક જીમ અને ઘણી પ્રીમિયમ સુવિધાઓ ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    RBI Hikes Repo Rate By 25 Basis Points To 5.5% Amid Rising Inflation | RBIએ વ્યાજ દરોમાં વધારો કર્યો
    Next Article
    મોદી 50 મિનિટમાં 6 વાર બોલ્યા, We Will Do It:પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે; PM-CM તરીકે 25 વર્ષ પૂર્ણ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment