Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના આરોપીઓની જામીન અરજી નામંજૂર:'શાદી ડોટ કોમ' પર બેંક અધિકારી યુવતીને ફસાવી ₹1.40 કરોડથી વધુ પડાવ્યા, એકે દુષ્કર્મ આચર્યાનો આરોપ

    6 hours ago

    મુંબઈની ખાનગી બેંકની અધિકારી યુવતીએ આક્ષેપ કર્યો છે કે, મેટ્રિમોનિયલ ફ્રોડમાં તેની સાથે 1.42 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે, જેની શરૂઆત ‘શાદી ડોટ કોમ’ દ્વારા થઈ હતી. બાદમાં તે આર્થિક શોષણ, ધમકીઓ અને જાતીય સતામણીના આરોપો સુધી પહોંચી હતી. બેંક અધિકારી યુવતીએ મુંબઈ પોલીસ મથકે ગુજરાતના સાત આરોપી જય બ્રહ્મભટ્ટ, અવનિ બ્રહ્મભટ્ટ, મંથન બ્રહ્મભટ્ટ, જયરાજ ગઢવી, વિવેક ગઢવી, મોનિકા ઓઝા અને દિશા બોસમિયા સામે BNS અને IT એક્ટની ધારાઓ અંતર્ગત એપ્રિલ, 2026માં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ મોટાભાગે અમદાવાદ અને આણંદના રહેવાસી છે. ખોટી ઓળખ આપીને લગ્નની જાળમાં ફસાવી પોલીસ ફરિયાદ મુજબ, યુવતીના માતા-પિતાએ શાદી ડોટ કોમ ઉપર તેની પ્રોફાઈલ અપલોડ કરી હતી. જેમાં નવેમ્બર, 2024માં જય બ્રહ્મભટ્ટે પોતાની વકીલ તરીકે ખોટી ઓળખાણ આપી, પોતાની કંપની છે તેમ ખોટું જણાવી તેની પ્રોફાઇલમાં રસ જાળવીને રિક્વેસ્ટ મોકલી હતી. આથી યુવતીની માતાએ તે જય સાથે વાત કરીને યુવતીનો નંબર આપ્યો હતો. જય બ્રહ્મભટે યુવતીને ફોન કર્યો હતો અને તેમના બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જયે યુવતી સાથે લગ્નનો વાયદો પણ કર્યો હતો. અમદાવાદ મળવા બોલાવી શારીરિક અડપલા કર્યા ત્યારબાદ, તેણે પોતાની માતાને ગિફ્ટ આપવા યુવતી પાસેથી રૂ.13,700 લીધા હતા. ત્યારબાદ EDએ તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે, તેમજ લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા છે, જેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવા રૂ.46,598 લીધા હતા. બાદમાં યુવતીને અમદાવાદ મળવા બોલાવી હતી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. તેના ક્રેડિટ કાર્ડમાંથી 2.99 લાખ રૂપિયા તેમજ 51.82 લાખ રૂપિયાની લોન લઈ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આમ જુદી-જુદી રીતે કુલ 83.41 લાખ રૂપિયા યુવતી પાસેથી લીધા હતા, જેમાંથી માત્ર 5.49 લાખ રૂપિયા પરત આપી 77.92 લાખની ઠગાઈ આચરી હતી. મદદ કરવાના બહાને બીજા આરોપીએ દુષ્કર્મ આચર્યું યુવતી જ્યારે ડિપ્રેશનમાં સરી પડી ત્યારે આરોપી જયરાજ ગઢવીએ તેનો Shaadi.comથી સંપર્ક સાધ્યો હતો. જય બ્રહ્મભટ્ટને તે ઓળખતો હોવાનું જણાવી પૈસા પરત અપાવવા આશ્વાસન આપ્યું હતું. તેને પણ યુવતીને એક હોટેલમાં બોલાવી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેની પાસેથી રૂ. 1.01 કરોડ પડાવી લઈને માત્ર 37.40 લાખ રૂપિયા પરત કર્યા હતા. યુવતી સાથે 64 લાખનો ફ્રોડ આચર્યો હતો. આમ જય બ્રહ્મભટ્ટે રૂ.77.92 અને જયરાજ ગઢવીએ રૂ. 64 લાખ એમ કુલ 1.40 કરોડ રૂપિયા યુવતી પાસેથી પડાવ્યા હોવાનો આક્ષેપ છે. કોર્ટે આરોપીઓના જામીન ફગાવ્યા આ કેસમાં આણંદના રહેવાસી આરોપી જયરાજ ગઢવીએ મુંબઈની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જ્યારે જય બ્રહ્મભટ્ટ, અવની બ્રહ્મભટ્ટ, મંથન બ્રહ્મભટ્ટ, વિવેક ગઢવી અને મોનિકા ઓઝાએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. યુવતી વતી એડવોકેટ માર્મિક શાહે આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ દ્વારા ભેગા મળીને ફરિયાદી યુવતી સાથે આર્થિક છેતરપિંડી આચરાયુ છે, હજુ પણ નાણાંની રિકવરી બાકી છે અને તપાસ પ્રાથમિક તબક્કે હોવાથી જામીન આપી શકાય નહીં. આમ કોર્ટે આરોપીઓના જામીન નકારી નાખ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Greater Noida West : ‘आग में लाखों का माल जलकर हुआ खाक ’ Breaking| Shorts| ZEE
    Next Article
    વાપી રેલવે પોલીસે ગુમ થયેલા બે સગીર બાળક શોધી કાઢ્યા:જમ્મુ-કાશ્મીરના બાળકોને તેમના પરિવારને સુરક્ષિત પરત સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment