Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કોર્પોરેશન ચૂંટણીમાં ₹1.33 લાખ એકસરખો શંકાસ્પદ ખર્ચ દર્શાવનારા 41માંથી 12 કોર્પોરેટરોને ભાજપની ફરી ટિકિટ

    9 hours ago

    આગામી 11 ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી છે ત્યારે એક ગંભીર મામલો સપાટી પર આવ્યો છે. 2021ની ચૂંટણીમાં શંકાસ્પદ ખર્ચ અને બોગસ એફિડેવિટ રજૂ કરવા બદલ ભાજપના વિજેતા 41 કોર્પોરેટરોને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવાના બદલે, પાંચ વર્ષ બાદ પક્ષે તે પૈકીના 12 વિવાદિત કોર્પોરેટરોને ફરી ટિકિટ ફાળવી છે. ગત ચૂંટણીમાં ભાજપના આ તમામ 41 કોર્પોરેટરોએ મંડપ, ચા-નાસ્તો અને ડીજે સહિતનો હિસાબ એક જ વેપારીનો દર્શાવી, નિયમોના ધજાગરા ઉડાડી એકસમાન 1,33,380નો બનાવટી ખર્ચ દર્શાવ્યો હતો. 56 દસ્તાવેજી પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ ચુકાદો છે કે ચૂંટણીમાં ખોટી એફિડેવિટ રજૂ કરનાર ઉમેદવાર 6 વર્ષ સુધી ગેરલાયક ઠરે છે, તેમજ ન્યાયાલયના આદેશ મુજબ આવા ગંભીર કેસોનો એક જ વર્ષમાં નિકાલ લાવવો ફરજિયાત છે. 5 વર્ષના સમયગાળા દરમિયાન કલેક્ટરે 22 વખત નોટિસ પાઠવી સુનાવણી ગોઠવી હોવા છતાં, 10થી પણ ઓછા કોર્પોરેટરો માત્ર એક જ વાર તંત્ર સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ ખુદ તત્કાલીન મેયરે પત્રો લખી વારંવાર મુદતો માંગી સમગ્ર તપાસને પાટા પરથી ઉતારી દીધી હતી. એક્સપ્લેનર: આ એ 12 ઉમેદવારો, તેમણે પણ 5 વર્ષ સુધી ખર્ચની સ્પષ્ટતા ના કરી સુનાવણીમાં ગેરહાજર રહેવા માટે કોર્પોરેટરો અને મેયરે આગળ ધરેલાં વિચિત્ર બહાનાં 22 વખત નોટીસ આપવામાં આવી, કોર્પોરેટરો ગેરહાજર | 15-7-2022 | 25-4-2023 | | 26-7-2022 | 15-6-2023 | | 27-7-2022 | 20-7-2023 | | 28-7-2022 | 24-8-2023 | | 30-8-2022 | 5-10-2023 | | 23-8-2022 | 23-11-2023 | | 30-8-2022 | 21-12-2023 | | 6-9-2022 | 15-2-2024 | | 26-9-2022 | 30-3-2024 | | 27-9-2022 | 21-5-2024 | | 3-2-2023 | 9-9-2024 | બહાનાનો પુરાવો ચૂંટાયેલા ઉમેદવારોએ જવાબ ન આપવો પડે એ માટે ચૂંટણી અધિકારીને વિવિધ બહાના બતાવતા પત્રો લખ્યા હતા. એમાંથી એક પત્ર જેમાં મેયરે તમામ ઉમેદવારો વતી ચૂંટણી અધિકારી પાસે વધારે સમયની મુદત માગી હતી. ચૂંટણી ખર્ચના હિસાબ બાબતે રાજ્ય ચૂંટણી પંચનો આદેશ તમામને નોટિસ આપેલી છે, સુનાવણી ચાલુ છે કોર્પોરેટરો એ હિસાબ નથી રજૂ કર્યા એવું નથી. પરંતુ તેમણે એકસરખા હિસાબો રજૂ કર્યા છે તે તમામને નોટિસ આપેલી છે. તે અંગે હાલ કલેક્ટર સ્તરે સુનાવણી ચાલુ છે.-- એન.કે. ડામોર, સંયુક્ત કમિશનર, રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણી પંચમાં કેસ ચાલુ હોવાની જાણ નથી ચૂંટણી પંચ સમક્ષ આવો કોઈ કેસ ચાલુ હોય તેવું હાલ મારા ધ્યાને નથી. મારી સમજ મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિ સામેનો કેસ તેમની ટર્મ ચાલુ હોય ત્યાં સુધી જ અમલી રહેતો હોય છે. તેમ છતાં, આ બાબતે ટેકનિકલ કે લીગલ પાસાં તપાસવા પડશે. --આશિષ દવે, પ્રમુખ, ગાંધીનગર શહેર ભાજપ લોકશાહી માટે સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી જરૂરી NEETની પરીક્ષા હોય કે લોકશાહીનું પર્વ ચૂંટણી હોય, બંને પ્રક્રિયાઓ પારદર્શક અને નિષ્પક્ષ રહે તે અનિવાર્ય છે. પાંચ વર્ષ વીતી ગયા છતાં રાજ્ય ચૂંટણી આયોગે એકસરખો શંકાસ્પદ ખર્ચ રજૂ કરનારા ઉમેદવારો સામે કોઈ જ પગલાં લીધાં નથી. ---સંતોષસિંહ રાઠોડ, સામાજિક કાર્યકર
    Click here to Read More
    Previous Article
    गर्दन का कालापन कैसे दूर करें? गर्दन की गंदगी और टैनिंग हटाने के आसान तरीके
    Next Article
    Shubman Gill Flags 2 Massive Concerns After India's Loss In 3rd ODI vs WI: "Not Clear"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment