Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિયલ એસ્ટેટ કૌભાંડમાં ₹129.80 કરોડની મિલકતો જપ્ત:‘અક્ષર અનંત’ સહિતની સ્કીમમાં સેંકડો રોકાણકારો સાથે છેતરપિંડી, કેશવ નારાયણ ગ્રૂપ સહિત અનેક સામે EDની કાર્યવાહી

    8 hours ago

    અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ED દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરવામાં આવી છે. 5 પોલીસ મથકોમાં નોંધાયેલી FIRના આધારે તપાસ તેજ અમદાવાદના DCB ક્રાઈમ, સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ મથક ખાતે નોંધાયેલી કુલ 5 FIRના આધારે ED દ્વારા મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. આરોપીઓ સામે 'ભારતીય ન્યાય સંહિતા, 2023' (BNS) ની વિવિધ કલમો હેઠળ અગાઉ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે. પ્રી-લોન્ચ અને 100% વળતરની લાલચ આપી પૈસા પડાવ્યા EDની તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો: ડમી દસ્તાવેજો બનાવી પ્રોજેક્ટની જમીન અન્યના નામે કરી દીધી આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચીને મેળવેલા નાણાં અન્યત્ર ડાયવર્ટ કર્યા હતા અને બાદમાં મિલકતો છુપાવવા માટે ત્રીજા પક્ષકારોના નામે કરી દીધી હતી: ED દ્વારા જપ્ત કરાયેલી ₹129.80 કરોડની મિલકતોની વિગત આ મિલકતોની જપ્તીથી ભવિષ્યમાં તેના વેચાણ કે ટ્રાન્સફર પર સંપૂર્ણ રોક લાગશે અને ભોગ બનનાર ગ્રાહકોને વળતર અપાવવાની કાયદાકીય પ્રક્રિયા સરળ બનશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતાં પહેલાં આ સાવચેતી રાખો ED દ્વારા સામાન્ય નાગરિકો અને રોકાણકારો માટે મહત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Ground Report | ડાંગરમાં નુકસાનીના ડાકલા | હવે શેરીઓમાં ખૂંખાર શિકારી | Prime Time | News18 Gujarati
    Next Article
    WaPo story on Adani: Gujarat cops search journalist Ravi Nair’s residences in Kerala and Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment