Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ફરી રીક્ષા ગેંગનો આતંક:બે મહિલાએ મુસાફરના સ્વાંગમાં વૃદ્ધાને વચ્ચે બેસાડી સાડી સરખી કરવાના બહાને ગળામાંથી ₹1.20 લાખનો ચેન સેરવી લીધો

    18 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક વખત રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના રૈયા રોડ પર રહેતા વૃદ્ધાને નિશાન બનાવી રીક્ષા ગેંગ દ્વારા અગાઉથી એક મહિલાને બેસાડી બાદમાં ફરિયાદી વૃદ્ધાને બેસાડી થોડે દૂર અન્ય એક મહિલાને બેસાડી બાદમાં બન્ને મહિલાએ સાથે મળી મુસાફરના સ્વાંગમાં સાડી સરખી કરવાના બહાને વૃદ્ધાની નજર ચૂકવી ગળામાંથી ₹ 1.20 લાખની કિંમતનો સોનાનો ચેન સેરવી લેતા હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉથી જ એક મોટી ઉંમરની મહિલા રિક્ષામાં હતી રૈયા રોડ પર રહેતા 72 વર્ષીય ફરિયાદી વનીતાબેન હસમુખભાઈ જોષીએ જણાવ્યું હતું કે, 13 ઓગસ્ટે બપોરના 12.30 વાગ્યે રૈયારોડ પર ફ્રુટ લેવા ગઈ હતી. ત્યારબાદ 1 વાગ્યા આસપાસ પરત રિક્ષામાં ઘરે આવતી હતી આ સમયે સદભાવના મેડિકલ પાસે રિક્ષામાં બેઠી ત્યારે અગાઉથી જ એક મોટી ઉંમરની મહિલા રિક્ષામાં હતી અને થોડે આગળ જતા અન્ય એક મહિલાને રિક્ષામાં બેસાડી હતી જે બન્ને મહિલાની વચ્ચે હું બેઠી હતી. સાડી સરખી કરવાના બહાને સોનાની ચેન નીકાળી લીધી આ બન્ને અજાણી સ્ત્રીઓ તથા રીક્ષા ચાલક એકબીજાને ઓળખતા હોય તેમ અંદરો-અંદર વાતો કરવા લાગ્યા હતા અને બન્ને અજાણી સ્ત્રીઓ એકબીજાને રાધાબેન તથા કુવરબેનના નામે બોલાવી વાતચીત કરતી હતી. ચાલુ રિક્ષામાં આ બંન્ને મહિલાઓ વારંવાર પોતાની સાડી સરખી કરવાના બહાને મારી તરફ જુકતી હતી. આ દરમિયાન 1.20 લાખની કિંમતનો એક તોલાનો સોનાનો ચેન નજર ચૂકવી નીકાળી લીધો હતો. રિક્ષામાં હતી ત્યારે જ ચેન ગુમ થયાનું માલુમ થતા રીક્ષાની અંદર તથા સાડીના પલ્લુમા તપાસ કરતા ચેન મળ્યો ન હતો. ભાડું લીધા વિના રીક્ષા ચાલક ફરાર થયો આ પછી મારા ઘર પાસે પહોંચતા રીક્ષા ચાલકને રીક્ષા રોકવાનુ કહી સીટમાં સોનાનો ચેન છે કે નહીં તે ચેક કરવા કહેતા રીક્ષા ચાલકે મને મોડુ થાય છે કહી ભાડું લીધા વગર ત્યાથી નાસી છૂટ્યો હતો. હાલ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી મુદામાલ રિકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    अंधेरा, बारिश और डरावना सन्नाटा... नेपाल के रसुवा में दहशत का आलम , देखें NDTV की ग्राउंड रिपोर्ट
    Next Article
    માત્ર 2 મિનિટમાં 600થી વધુ જિંદગીઓ વહી ગઈ:લોકોને સવારે 7.30 વાગ્યે ખબર પડી અને સરકાર 9.15 વાગ્યે જાગી; નેપાળમાં 6 લાખ લોકોને SMS મળે તે પહેલાં તબાહી આવી ગઈ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment