Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લા આયોજન મંડળે ₹1196.18 લાખના કાર્યો મંજૂર કર્યા:વિકાસને ગતિ આપવા કુલ 533 કાર્યને લીલીઝંડી

    8 hours ago

    પાટણ જિલ્લા આયોજન મંડળની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2026-27 માટે વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં જિલ્લાના વિકાસને ગતિ આપવા કુલ રૂ. 1196.18 લાખના 533 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2026-27 માટે જિલ્લામાં કુલ રૂ. 1220.00 લાખની મળવાપાત્ર ગ્રાન્ટ સામે રૂ. 1266.38 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી રૂ. 1196.18લાખના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે. વિભાગવાર વિગતો મુજબ, વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ. 921.50 લાખની ગ્રાન્ટ સામે રૂ. 964.93 લાખનું આયોજન કરાયું હતું, જેમાંથી રૂ. 915.33 લાખના 433 કાર્યોને મંજૂરી અપાઈ છે. તેવી જ રીતે, વિવેકાધીન ખાસ અંગભૂત યોજના હેઠળ રૂ. 131.00 લાખની ગ્રાન્ટ સામે રૂ. 139.10 લાખનું આયોજન કરીને રૂ. 135.60 લાખના 71 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. 22.50 લાખની ગ્રાન્ટ સામે રૂ. 17.50 લાખનું આયોજન કરીને રૂ. 15.00 લાખના 6 કાર્યોને મંજૂરી અપાઈ છે. નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ માટે રૂ. 125.00 લાખની ગ્રાન્ટના 18 કામો સામે રૂ. 125.05 લાખનું આયોજન કરીને રૂ.110.25 લાખના 16 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આયોજન માટે રૂ. 20.00 લાખની ગ્રાન્ટ સામે 7 કાર્યોને મંજૂરી મળી છે. જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં જિલ્લાના વિકાસને વેગ આપવા તેમજ માર્ગ, પાણી, કૃષિ અને અન્ય આધારભૂત સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુસર વિવિધ યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ જિલ્લાના તાલુકાવાર આંકડાકીય આયોજન
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાનમાં લૂ ફૂંકાઈ, 11 શહેરોમાં પારો 41°C પાર:મહારાષ્ટ્રનું નંદુરબાર સૌથી ગરમ, તાપમાન 42.4°C પહોંચ્યું; 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    Next Article
    How I Make Lauki Kofta Curry With Koftas That Never Break

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment