Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભઠ્ઠીના ‘અગ્નિસંસ્કાર’ મોંઘા, ₹1100 આપવા પડશે:સુરતના સ્મશાનોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ; રોજના 20થી 25 અગ્નિદાહ, ગેસ કંપનીઓ ટૂંક સમયમાં ભાવ વધારી શકે

    17 hours ago

    યુદ્ધની પરિસ્થિતિ, આર્થિક મંદી તેમજ મોંઘવારીના જમાનામાં હવે સામાન્ય માણસ માટે ‘અંતિમ સંસ્કાર’ પણ મોંઘા બન્યા છે. સુરતના તાપી કિનારે આવેલા સુપ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ સહિત શહેરના અન્ય સ્મશાનોમાં અત્યાર સુધી ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે ગેસ પુરવઠો મફત મળતો હતો. જોકે, ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સ્મશાન ટ્રસ્ટોએ ગેસના વપરાશ પેટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયને કારણે એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો આર્થિક ભાર વધવાની ભીતિ સેવાઈ રહી છે. વર્ષોથી ચાલતી ફ્રી ગેસ સેવાનો અંત છેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાનગૃહોમાં ગુજરાત ગેસ દ્વારા 'સેતુ' (SETU) સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન ટ્રસ્ટો પર આર્થિક બોજો પડતો ન હતો અને ડાઘુઓને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર પૂરેપૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. રામનાથ ઘેલા સ્મશાનના મેનેજર જયેશ ઉમરીકરની રજૂઆત આ મામલે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ટ્રસ્ટના મેનેજર જયેશ ઉમરીકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમને વિનિમય મૂલ્યે ગેસ પુરવઠો ફ્રીમાં મળતો હતો, જેના કારણે સ્મશાનનું સંચાલન સરળ રહેતું હતું. હવે કંપનીનો પરિપત્ર આવ્યો છે કે, આ વર્ષથી ગેસનો ચાર્જ વસૂલવામાં આવશે. હાલમાં જે ડાઘુઓ આવે છે તેઓ સ્લિપ લખાવે છે, પરંતુ ભવિષ્યમાં આ વધારાના ખર્ચની વસૂલાત કેવી રીતે કરવી તે અંગે ટ્રસ્ટ મંડળ વિચારણા કરશે. એક મૃતદેહ પાછળ 1100નો સીધો ખર્ચ મેનેજર જયેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યારે એક મૃતદેહના અંતિમ સંસ્કાર ગેસ ભઠ્ઠીમાં કરવામાં આવે ત્યારે અંદાજે 1100 રૂપિયાનો ગેસ વપરાય છે. જો ગેસ કંપની મફત પુરવઠો બંધ કરે, તો આ 1100 રૂપિયાનો ખર્ચ કોણ ભોગવશે? તે એક મોટો પ્રશ્ન છે. જો ટ્રસ્ટ આ ખર્ચ ઉઠાવે તો ટ્રસ્ટ પર આર્થિક સંકટ આવી શકે છે અને જો લોકો પાસેથી વસૂલવામાં આવે તો સામાન્ય જનતા પર બોજો વધશે. દૈનિક 20થી 25 મૃતદેહના અંતિમ સંસ્કાર રામનાથ ઘેલા સ્મશાનમાં દરરોજ સરેરાશ 20થી 25 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. આ પૈકી 75 ટકા લોકો હજુ પણ પરંપરાગત રીતે લાકડામાં અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કરે છે, જ્યારે 25 ટકા લોકો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરે છે. જો ગેસ મોંઘો થશે, તો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જે પર્યાવરણની દૃષ્ટિએ પણ નુકસાનકારક સાબિત થશે. સરકારી પરિપત્ર અને 'સેતુ' સંસ્થાનો નવો નિયમ ગેસ કંપની અને 'સેતુ' સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે અત્યાર સુધી 100 ટકા સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, સ્મશાન ટ્રસ્ટોએ ધીમે ધીમે આ ખર્ચ પોતાની રીતે ઉઠાવવો પડશે. આગામી વર્ષોમાં આ સહાયમાં ઉત્તરોત્તર ઘટાડો કરીને અંતે 100 ટકા પેઇડ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. પ્રદૂષણ મુક્ત અંતિમ સંસ્કારના અભિયાનને ફટકો સરકાર દ્વારા હંમેશા એવો આગ્રહ રાખવામાં આવે છે કે લોકો લાકડાના બદલે ગેસ કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ ઓછું ફેલાય. પરંતુ જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે અને મફત મળતી સુવિધા છીનવાઈ જશે, તો લોકો ફરીથી લાકડા તરફ વળશે. આ નિર્ણય પ્રદૂષણ મુક્ત સુરતના અભિયાન માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધી સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સ્મશાનની સેવાઓ અત્યાર સુધી આશીર્વાદરૂપ રહી છે. ખાસ કરીને રામનાથ ઘેલા જેવા વિશ્વાસપાત્ર સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં આવે છે. હવે જો અંતિમ સંસ્કાર માટે પણ 1100 રૂપિયા કે તેથી વધુનો ચાર્જ ચૂકવવો પડશે, તો ગરીબ પરિવારો માટે આ એક વધારાનો આર્થિક ફટકો ગણાશે. સ્મશાન સંચાલકોમાં રોષ અને રજૂઆતની તૈયારી માત્ર રામનાથ ઘેલા જ નહીં, પણ સુરતના અન્ય સ્મશાન ટ્રસ્ટોમાં પણ આ પરિપત્રને લઈને ચિંતા જોવા મળી રહી છે. સંચાલકોનું કહેવું છે કે સ્મશાન એ કોઈ નફાકારક સંસ્થા નથી પણ સેવાકીય પ્રવૃત્તિ છે. ગેસ કંપનીએ પોતાની CSR પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ જેથી સામાન્ય જનતાને હાલાકી ન પડે. આગામી સમયમાં આ મુદ્દે કલેક્ટર કે સરકારમાં રજૂઆત થઈ શકે છે. અંતિમ નિર્ણય સુધી હાલની સ્થિતિ યથાવત્ જ્યાં સુધી ટ્રસ્ટ મંડળની મિટિંગ ન થાય ત્યાં સુધી રામનાથ ઘેલા સ્મશાનમાં હાલની પદ્ધતિ મુજબ જ કામગીરી ચાલશે. ડાઘુઓએ અત્યારે માત્ર જરૂરી સ્લિપ અને નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે. જોકે, મેનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી સમયમાં જે પણ ફેરફાર થશે તેની જાણકારી ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાને અમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા:મીરપુર ODIમાં બાંગ્લાદેશના રિવ્યુને ખોટો ગણાવ્યો, મેચ રેફરીને ફરિયાદ કરી
    Next Article
    ઉમા કોલેજની 89 વિદ્યાર્થિનીઓએ વિધાનસભાની મુલાકાત લીધી:રાજ્યની લોકશાહી વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ સમજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment