Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ₹1.09 કરોડની છેતરપિંડી:જમીન દલાલ બોટાદથી ઝડપાયો, 44 લાખ રોકડ અને ઓડી કાર સહિત 64 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    સુરત શહેરના હીરા અને જ્વેલરી માર્કેટમાં વેપારીઓ સાથે થતી કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટનાઓ અટકાવવા વરાછા પોલીસે મોટી સફળતા મેળવી છે. મુંદ્રા પોર્ટ પરથી બજાર ભાવ કરતાં 4 ટકા સસ્તા ભાવે સોનું અપાવવાની જાળ પાથરી સુરતના જ્વેલર પાસેથી રૂ. 1.09 કરોડ પડાવી ફરાર થઈ ગયેલા જમીન દલાલ પરેશ ડોબરીયાને પોલીસે બોટાદ ખાતેથી ગણતરીના દિવસોમાં દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 44 લાખ રોકડા, ઓડી અને વોલ્વો કાર સહિત કુલ રૂ. 64.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાણંદ ટોલનાકા પાસે ₹94 લાખ ભરેલી બેગ લઈ ઓડી કારમાં ફરાર વરાછા હીરાબાગ પાસે આવેલી અંબિકા જ્વેલર્સના માલિક નિકુંજ અશોકભાઈ લુંભાણી અને તેમના પરિચિત ઓધવજીભાઈને આરોપી પરેશ રણછોડભાઈ ડોબરીયા (રહે. સાંઈ બંગ્લોઝ, મોટા વરાછા, મૂળ ખીજડીયા, ભાવનગર) એ મુંદ્રા પોર્ટ પરથી માર્કેટ રેટ કરતાં 4 ટકા સસ્તું સોનું અપાવવાનો ભરોસો આપ્યો હતો. વિશ્વાસ કેળવવા પ્રોમિસરી નોટ લખી આપીને શરૂઆતમાં બેંક મારફતે રૂ. 15 લાખ એડવાન્સ મેળવી લીધા હતા. ત્યારબાદ સોનું લેવા માટે ફરિયાદીને અમદાવાદ બોલાવી, સાણંદ ટોલનાકા નજીક "તમારો પહેલો ધંધો છે, રૂપિયા આપો હું 5 મિનિટમાં સોનું લઈને આવું છું" તેમ કહી રોકડા રૂ. 94 લાખ ભરેલી બેગ મેળવીને ઓડી કારમાં સ્પીડમાં નાસી છૂટ્યો હતો. વરાછા સર્વેલન્સ ટીમે બોટાદથી દબોચ્યો રૂ. 1.09 કરોડની છેતરપિંડી બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સ્ટાફ તપાસમાં જોતરાયો હતો. આ દરમિયાન આરોપી સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં હોવાની સચોટ બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ મોકલીને બોટાદ જિલ્લામાંથી આરોપી પરેશ ડોબરીયાની ધરપકડ કરી હતી. રોકડા ₹44 લાખ, ઓડી-વોલ્વો કાર સહિત ₹64.91 લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસે ધરપકડ કરાયેલા આરોપી પરેશ ડોબરીયા પાસેથી ગુનામાં વપરાયેલી ઓડી Q5 કાર (કિંમત રૂ. 15 લાખ), વોલ્વો X60 કાર (કિંમત રૂ. 5.75 લાખ), રૂ. 16 હજારની કિંમતના 2 મોબાઈલ ફોન અને રૂ. 44 લાખની કડીચુસ્ત રોકડ રકમ મળીને કુલ રૂ. 64,91,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બાકીના નાણાં ક્યાં છુપાવ્યા છે તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા નગરપાલિકાએ મુખ્ય માર્ગોના ખાડા પૂરવાનું શરૂ કર્યું:સામાજિક કાર્યકરની રજૂઆત બાદ વાહનચાલકોને રાહત
    Next Article
    ‘Gen Z'ને રિઝવવા માસ્ટર પ્લાન:રાજકોટમાં સ્વતંત્રતા પર્વ પહેલા 13 ઓગસ્ટે 'તિરંગા યાત્રા', ફોટો મૂકી સ્લાઈડ બનાવવા લિંક જાહેર, તમામ વોર્ડ ઓફિસે તિરંગાનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment