Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ₹1.07 કરોડના દારૂનો નાશ કરાયો:પોલીસે 7,676 લીટર દેશી, 11,508 બોટલ વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દીધું

    1 week ago

    પોરબંદર જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા મોટા પ્રમાણમાં દારૂનો નાશ કર્યો છે. કુલ ₹1.07 કરોડથી વધુ કિંમતનો 7,676 લીટર દેશી દારૂ અને 11,508 બોટલ વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પોરબંદરના શહેર, ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝન હેઠળ પકડાયેલા મુદ્દામાલને આવરી લે છે. જિલ્લામાં કુલ 487 દેશી દારૂના અને 71 વિદેશી દારૂના ગુનાઓ નોંધાયા હતા, જેમાં આ જથ્થો જપ્ત કરાયો હતો. શહેર ડિવિઝનમાં દેશી દારૂના કોઈ કેસ નહોતા, પરંતુ 22 વિદેશી દારૂના ગુનાઓમાં 353 બોટલ જપ્ત કરાઈ હતી, જેની કિંમત ₹1,00,848 હતી. ગ્રામ્ય ડિવિઝનમાં 251 દેશી દારૂના ગુનાઓમાં 4,045 લીટર દેશી દારૂ (કિંમત ₹8,09,000) અને 21 વિદેશી દારૂના ગુનાઓમાં 7,071 બોટલ (કિંમત ₹87,62,557) જપ્ત કરવામાં આવી હતી. રાણાવાવ ડિવિઝન હેઠળ 236 દેશી દારૂના ગુનાઓમાં 3,631 લીટર દારૂ (કિંમત ₹1,04,280) અને 28 વિદેશી દારૂના ગુનાઓમાં 4,084 બોટલ (કિંમત ₹18,77,566) નો જથ્થો પકડાયો હતો. નામદાર કોર્ટની મંજૂરી અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ આ સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પ્રોહિબિશન કાયદાના કડક અમલનો ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મનપાએ ખોદેલા ખાડામાં તેનો જ ટ્રક ફસાયો:અમીન માર્ગ પર રેલવે ફાટક પાસે ડ્રેનેજ શાખાનો ટ્રક ખાડામાં ખૂંપી ગયો
    Next Article
    કેશોદમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી તેજ:કેશોદ પંથકમાં 7000થી વધુ સ્માર્ટ મીટર લગાવાયા, ગ્રાહકોને ભ્રામક વાતોમાં ન આવી સહકાર આપવા PGVCLની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment