Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરબેઠાં રેટિંગ આપી નફો કમાવાની લાલચ મોંઘી પડી:વડોદરામાં દુબઈની કંપનીના નામે વેપારી સાથે ₹1.07 કરોડની સાયબર ઠગાઈ

    1 day ago

    ઓનલાઇન પ્રોડક્ટ્સને રેટિંગ આપીને ઘરબેઠાં તગડો નફો કમાવવાની લાલચ કેટલી હદે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેનો અત્યંત ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. સાયબર ભેજાબાજોએ પોતે દુબઈ સ્થિત અગ્રણી કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપીને વડોદરાના એક પ્રતિષ્ઠિત વેપારીને ઓનલાઇન રોકાણની જાળમાં ફસાવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય રકમનું વળતર સીધું બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસ કેળવ્યા બાદ વેપારી પાસેથી તબક્કાવાર ₹1.07 કરોડથી વધુની માતબર રકમ પડાવી લેવામાં આવી હતી. છેતરપિંડીનો અહેસાસ થતાં જ ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વાઘોડિયા રોડના વેપારીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરાયો ઘટનાની વિગતો અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય આધેડ ‘ડિજિટલ ટીમ નેટવર્ક’ નામે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરીકેનો વ્યવસાય સંભાળે છે. ગત 4 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે એક ઓનલાઇન વેબસાઇટના કસ્ટમર સર્વિસ પોર્ટલ પર સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે એક શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેઓ દુબઈ સ્થિત કંપનીમાંથી વાત કરી રહ્યા છે અને તેમની વેબસાઇટ પર સાદું રોકાણ કરીને કોઈપણ વ્યક્તિ ટૂંકા ગાળામાં મોટો નફો મેળવી શકે છે. ડેમો એકાઉન્ટ બનાવી શરૂઆતમાં ₹37,038નું વાસ્તવિક વળતર ચૂકવ્યું સાયબર ઠગોએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે અત્યંત પદ્ધતિસરનો પેંતરો રચ્યો હતો. તેમણે શરૂઆતમાં વેપારીનું એક ડેમો એકાઉન્ટ ઓપન કરી આપ્યું હતું. તેમાં વોલેટમાં સામાન્ય રકમ જમા કરાવીને જુદી-જુદી પ્રોડક્ટ્સના ઓર્ડર કરી માત્ર રેટિંગ આપવાની સરળ કામગીરી સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ શરૂઆતમાં થયેલો ₹37,038નો નફો વેપારીએ જ્યારે વિડ્રો કર્યો, ત્યારે તે રકમ કોઈપણ અડચણ વિના તેમના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી. ખાતામાં સીધા નાણાં આવી જતાં વેપારીને આ સ્કીમ અને કંપનીની વિશ્વસનીયતા પર પૂર્ણ ભરોસો બેસી ગયો હતો. વોલેટમાં ₹1.64 કરોડ બેલેન્સ દેખાડી ઉપાડ સમયે નવા-નવા બહાનાં કાઢ્યાં વિશ્વાસ સ્થાપિત થઈ ગયા બાદ ભેજાબાજોએ અસલી ખેલ શરૂ કર્યો હતો. તેમણે ટાસ્ક વધારવા અને વધુ કમિશન મેળવવાના નામે વેપારી પાસેથી તબક્કાવાર મોટી રકમો જમા કરાવવાનું શરૂ કર્યું હતું. વેપારીએ રોકાણ પેટે પોતાની જીવનભરની મૂડીમાંથી કુલ ₹1.07 કરોડથી વધુની રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. વેબસાઇટના ફેક ડિજિટલ વોલેટમાં તેમની જમા રકમ અને ભારેખમ નફો મળીને કુલ ₹1.64 કરોડનું બેલેન્સ દર્શાવવામાં આવતું હતું. જોકે, આટલી મોટી રકમ જોઈને જ્યારે વેપારીએ નાણાં ઉપાડવા (વિડ્રો કરવા) માટે રિક્વેસ્ટ નાખી, ત્યારે કસ્ટમર કેર દ્વારા ટેક્સ, પ્રોસેસિંગ ફી અને અન્ય વહીવટી અડચણોનાં બહાનાં કાઢીને વધુ નાણાં ભરવા દબાણ કરાયું હતું. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ગુનો નોંધાવાયો વારંવાર બહાનાં કાઢીને પૈસા અટકાવી રાખવામાં આવતાં આખરે વેપારીને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ સમજાયું હતું. જેથી તેમણે સહેજ પણ વિલંબ કર્યા વગર કેન્દ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલની હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક સાધી સમગ્ર છેતરપિંડી અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે નાણાં ટ્રાન્સફર થયેલા શંકાસ્પદ બેંક ખાતાઓ અને વોટ્સએપ નંબરોના આધારે આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં સર્વેયર ₹. 5 હજારની લાંચ લેતા ઝડપાયો:બોટાદ ACBએ જમીન દફતર નિરીક્ષકની કચેરીમાં છટકું ગોઠવ્યું
    Next Article
    Bullet Train Connectivity To Guwahati Approved: Himanta Biswa Sarma

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment