Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરવહીમાં ₹100ની નોટ મૂકી લખ્યું-'પ્લીઝ પાસ કરી દેજો':કોઈએ પ્લાઝોમાં તો કોઈએ સ્કાર્ફ બુક ઉતારી, VNSGUની પરીક્ષામાં ચોરીના અજબ-ગજબ નુસખા

    12 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગત માર્ચમાં લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિના કેટલાક અજબ-ગજબના કિસ્સાઓ સામે આવ્યા છે, જે જોઈને પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ડિજિટલ યુગમાં હવે વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પાસ થવા માટે ઉતરવહીમાં 100 રૂપિયાની નોટ મૂકીને પ્રોફેસરોને રિઝવવાનો જૂનો નુસખો અપનાવી રહ્યા છે. યુનિવર્સિટીની સ્કોડની તપાસ દરમિયાનમાં પ્લાઝો ડ્રેસ અને કાળા સ્કાફ પર આખેઆખા જવાબો લખી લાવનારી વિદ્યાર્થિનીઓ પણ ઝડપાઈ હતી. આ તમામ કિસ્સાઓમાં શિસ્ત સમિતિ દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીએ એક નહીં, દરેક આન્સરશીટમાં રૂ.100ની નોટ મૂકી પરીક્ષા દરમિયાન TYBAના એક વિદ્યાર્થિની ઉત્તરવહી જ્યારે તપાસ માટે આવી ત્યારે તેમાં માત્ર લખાણ જ નહીં, પરંતુ 100 રૂપિયાની ચમકતી નોટ પણ જોવા મળી હતી. આ વિદ્યાર્થીએ માત્ર એક વિષયમાં નહીં, પરંતુ દરેક વિષયની આન્સરશીટમાં 100 રૂપિયાની નોટ અટેચ કરી હતી. આ સાથે તેણે લાલ પેનથી વિનંતી લખી કે, "સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો". વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરવાને બદલે લાંચ આપીને પાસ થવાનો શોર્ટકટ અપનાવ્યો હતો, જે તેને હવે ભારે પડવાનો છે. યુનિવર્સિટીની કમિટીએ આવા 3 કિસ્સા નોંધ્યા છે, જેમાં કરન્સી નોટ મૂકીને ગેરરીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્લાઝો અને સ્કાફમાં આખી બુક ઉતારી દીધી પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થિનીઓએ ફેશનનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. એક કિસ્સામાં વિદ્યાર્થિની પોતાના પ્લાઝો ડ્રેસ પર આખેઆખા જવાબો લખીને પરીક્ષા ખંડમાં આવી હતી. તો અન્ય એક ચોંકાવનારા કિસ્સામાં, એક વિદ્યાર્થિનીએ પોતાના કાળા રંગના સ્કેફ પર જાણે આખી બુક ઉતારી દીધી હોય તેમ બારીક અક્ષરે જવાબો લખ્યા હતા. કાળો રંગ હોવાથી તે કોઈની નજરમાં નહીં આવે તેવું તેને લાગ્યું હતું, પરંતુ સ્કોડની ટીમે તેની શંકાસ્પદ હલચલ જોઈને તેને પકડી પાડી હતી. આ પ્રકારની હાઈટેક અને 'ક્રિએટિવ' ચોરી જોઈને પ્રોફેસરો પણ અચંબિત થઈ ગયા હતા. MBBSના 6 વિદ્યાર્થીઓ Chat GPT સાથે ઝડપાયા, 10,000નો દંડ ડિજિટલ યુગમાં હવે મેડિકલના વિદ્યાર્થીઓ પણ પાછળ નથી. VNSGUમાં MBBSની પરીક્ષા દરમિયાન 06 વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ 'Chat GPT'નો ઉપયોગ કરીને ચોરી કરતા લાઈવ ઝડપાયા હતા. આ વિદ્યાર્થીઓ મોબાઈલ અને બ્લૂટૂથ ગેઝેટ્સ દ્વારા Chat GPTની મદદથી જવાબો લખી રહ્યા હતા. યુનિવર્સિટીએ આ બાબતને ગંભીરતાથી લઈને તમામ 06 વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો છે. આટલું જ નહીં, તેમની ચાલુ પરીક્ષાઓ પણ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના કરિયર પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે. 226 વિદ્યાર્થીઓની ગેરરીતિ સામે આવી, 153ની રૂબરૂ સુનવણી હાથ ધરાઈ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની સ્કોડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણમાં કુલ 226 વિદ્યાર્થીઓ શંકાસ્પદ ગેરરીતિ કરતા મળી આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 153 વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે 73 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. હાજર રહેલા વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ગેરરીતિના પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી હવે એકપક્ષીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. કડક સજાની જોગવાઈ અને 14 વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પરીક્ષા નિયામક એ. વી. ધડુકએ જણાવ્યું કે, પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે દંડ અને પરીક્ષા રદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, યુનિવર્સિટીએ માત્ર સજા જ નહીં, પરંતુ સુધારાત્મક અભિગમ પણ અપનાવ્યો છે. ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓને માનસિક તણાવ કે અન્ય સમસ્યા હોવાનું જણાતા, 'મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને સલાહ કેન્દ્ર' દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ શોર્ટકટ છોડીને મહેનત પર ધ્યાન આપે તે જરૂરી છે, અન્યથા આવા કિસ્સાઓમાં સજાની જોગવાઈ ખૂબ જ કડક છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળ- એક એક્ઝિટ પોલમાં ભાજપ, બીજામાં TMC સરકાર:આસામમાં ફરી ભાજપ, NDAને 88-100 બેઠકો, કોંગ્રેસને 24-36 બેઠકોનો અંદાજ
    Next Article
    Gujarat police mull tourist police stations in three districts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment