Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દેરાણી જેવો કરિયાવર અને ₹10 લાખ રોકડા લાવ':ઈસનપુરમાં સગર્ભા પરિણીતાને ઢોરમાર મારતાં કાનમાંથી લોહી નીકળ્યું, કીડનીની નસ વળી જતાં અઢી મહિના SVPમાં સારવાર લીધી

    8 hours ago

    અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ અને પુત્રની ઘેલછામાં સાસરિયાંઓ દ્વારા પરિણીતા પર ગુજારવામાં આવેલા અમાનુષી અત્યાચારનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. સગર્ભાવસ્થા દરમિયાન સાસરિયાંઓએ 30 વર્ષીય પરિણીતાને જમીન પર પટકીને ઢોરમાર મારતાં કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ફક્ત એટલું જ નહીં, ડિલિવરીના માત્ર 15 દિવસ પહેલાં કરાયેલી ક્રૂર મારઝૂડના કારણે પરિણીતાની કીડનીની નસ વળી ગઈ હતી, જેના લીધે તેણે SVP હોસ્પિટલમાં અઢી મહિના સુધી ગંભીર હાલતમાં સારવાર લેવી પડી હતી. આખરે દેરાણી જેવો કરિયાવર અને ₹10 લાખ રોકડા લાવવાની માગણી સાથે સાસરિયાંઓએ ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ કાગડાપીઠ પોલીસ મથકે પતિ સહિત સાસરિયાંઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. લગ્નના પાંચ મહિના બાદ જ શારીરિક-માનસિક ત્રાસ શરૂ થયો વિગતો અનુસાર, હાલ બહેરામપુરા વિસ્તારમાં પિયર પક્ષ સાથે રહેતી ૩૦ વર્ષીય પીડિતાના લગ્ન ઓગસ્ટ 2022માં ઇસનપુર ખાતે રહેતા યુવક સાથે સામાજિક રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના પાંચ મહિના બાદ જ પતિ તેમજ સાસરિયાંઓએ નાની-નાની બાબતોમાં બોલાચાલી કરીને પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતા ગર્ભવતી બની ત્યારે પણ પતિ અવારનવાર ઝઘડા કરીને તેની સાથે નિર્દયતાથી મારપીટ કરતો હતો. કીડનીની નસ વળી જતાં અઢી મહિના હોસ્પિટલમાં રહી ડિલિવરીના એક મહિના પૂર્વે પરિણીતાને નીચે ફેંકીને બેરહેમીથી માર મારવામાં આવતાં તેના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ ડિલિવરીના 15 દિવસ અગાઉ ફરીથી કરવામાં આવેલી મારઝૂડને કારણે પરિણીતાની કીડનીની નસ વળી ગઈ હતી. ઓગસ્ટ 2023માં પરિણીતાએ SVP હોસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપતાં જ હોસ્પિટલમાં હાજર સાસરિયાંઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે "અમારે તો દીકરો જોઈતો હતો, આ છોકરીનું શું કરીશું?" કહીને હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો. ગંભીર ઈજાઓ અને ડિલિવરી બાદની જટિલતાઓને કારણે પરિણીતાને SVP હોસ્પિટલમાં સતત અઢી મહિના સુધી એડમિટ રાખી સારવાર આપવી પડી હતી. 'દેરાણી જેવો કરિયાવર અને ₹10 લાખ લાવ' તબીબી સારવાર પૂર્ણ થયા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો થતાં પરિણીતા પોતાની માસૂમ દીકરી સાથે સાસરે પરત ફરી હતી. જોકે, આ દરમિયાન તેના નાના દિયરના લગ્ન એક સંપન્ન પરિવારમાં થયા હોવાથી સાસરિયાંઓએ પરિણીતાને મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. "તારા બાપ પાસે કશું નથી, દેરાણી જેટલો કરિયાવર, સોનાના દાગીના અને ₹10 લાખ રોકડા પિયરમાંથી લાવે તો જ તને ઘરમાં રાખીશું" એવી અયોગ્ય માંગણીઓ કરી હતી. ત્યારબાદ પરિણીતા અને તેની બાળકીના કપડાં તેમજ સામાન તિજોરીમાંથી બહાર ફેંકી બંનેને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. સાસરિયાંઓના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નાગરિકો માટે નવી સુવિધા:સુવિધા સાથે નરોડા એસી કોમ્યુનિટી હોલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો, દૂધેશ્વર પંપીંગ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરનો કર્મચારી ચોરી કરતા પકડાયો
    Next Article
    Maharashtra Man Kills Friend, Surrenders 20 Days Later As Victim 'Haunts' His Dreams

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment