Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડગામનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ખંડણી માગતા ઝડપાયો:હોસ્પિટલની વિવાદિત પોસ્ટ હટાવવા ₹1 લાખ માગ્યા; એલસીબીએ ₹1.30 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો;એટ્રોસિટી અને ખંડણીની કલમો હેઠળ નોંધાયો ગુનો

    3 days ago

    વડગામ પંથકના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સંજયસિંહ રાજપુતને ₹1 લાખની ખંડણી માગવાના આરોપસર પાલનપુર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ હોસ્પિટલ વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ પર વિવાદિત વીડિયો વાયરલ કરી તે હટાવવા માટે સિક્યુરિટી કર્મચારી પાસેથી નાણાંની માંગણી કરી હતી. પોલીસે દરોડો પાડી રોકડ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ કરી ધમકી આપી આરોપી સંજયસિંહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી બનાસ જનરલ હોસ્પિટલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ હોસ્પિટલની સિક્યુરિટી એજન્સીના કર્મચારીએ પોસ્ટમાં આપેલા નંબર પર સંપર્ક કરતા, આરોપીએ વડગામ ખાતે મીટિંગ યોજી હતી. મીટિંગ દરમિયાન તેણે પોસ્ટ ડીલીટ કરવા અને ભવિષ્યમાં આક્ષેપો ન કરવાના બદલામાં ₹1 લાખની ખંડણી માગી હતી. ₹20,000 માં પતાવટ અને કાયદાકીય કાર્યવાહી ચર્ચા બાદ ₹20,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ ₹10,000 રોકડા અને ₹10,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતાં વડગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ પાલનપુર વિભાગના DySP જે.જે. ગામીત કરી રહ્યા છે. L.C.B. દ્વારા આરોપીની ગિરફ્તારી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ LCB PI ડી.એમ. રાઠોડની ટીમે પાલનપુરથી આરોપી સંજયસિંહ ચતરાજી રાજપુત (રહે. ડાલવાણા, તા. વડગામ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ₹10,000 રોકડા, બે મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અન્ય સંસ્થાઓને ધમકાવ્યા અંગે પણ તપાસ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિવાદિત વીડિયો બનાવી પૈસા પડાવવાનો વેપલો કરતો હોવાની આશંકા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આરોપીએ અગાઉ પણ સરકારી કે ખાનગી સંસ્થાઓ સામે આ પ્રકારે પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરના રબારીકામાં શ્રાવણ અમાસે લોકમેળો યોજાયો:ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યા
    Next Article
    BRICS Summit 2026 LIVE Updates: Putin, Pezeshkian Highlight Issue Of Sanctions At BRICS Business Forum

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment