Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કોન્સ્ટેબલ પતિનો અત્યાચાર:₹1 કરોડના દહેજ માટે પત્ની અને 8 વર્ષના પુત્રને અડધી રાત્રે પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા

    13 hours ago

    ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા આર્મ પોલીસ કોન્સ્ટેબલે પોતાના માતા-પિતા સાથે મળીને પરિણીતા પાસે ₹1 કરોડના દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ અતિશય માંગણી સંતોષવામાં અસમર્થ રહેતાં પરિણીતાને અડધી રાત્રે તેના 8 વર્ષના માસૂમ પુત્ર સાથે માત્ર પહેરેલા કપડે ઘરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી હતી. આ મામલે પીડિત મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે. સરકારી નોકરી મળતાં જ સાસરિયાંના તેવર બદલાયા ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા અંજનાબાના લગ્ન વર્ષ 2017માં સામાજિક રીતિ-રિવાજ મુજબ સચીનસિંહ વાઘેલા સાથે થયા હતા. લગ્નના શરૂઆતના ચાર વર્ષ દાંપત્યજીવન શાંતિપૂર્ણ રહ્યું હતું અને સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, પતિ સચીનસિંહને ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી મળતાની સાથે જ સાસરી પક્ષના વર્તનમાં મોટો પલટો આવ્યો હતો. સાસુ અને સસરા દ્વારા અવારનવાર "મારા દીકરાને સરકારી નોકરી હોવાથી મોટા ઘરોમાંથી માંગા આવતા હતા, તારી સાથે લગ્ન કરાવીને દીકરાનું જીવન બગાડ્યું" તેવા અપમાનજનક મેણાં-ટોણાં મારી અંજનાબા પાસે નોકરાણીની જેમ ઘરકામ કરાવી મારપીટ કરવામાં આવતી હતી. પિતા સાથે ફોન પર વાત કરતાં જ ઉશ્કેરાઈને ઘરમાંથી કાઢી મૂક્યા સમય જતાં સાસરિયાઓનો ત્રાસ અસહ્ય બની ગયો હતો અને પિયરમાંથી રોકડા ₹1 કરોડ દહેજ પેટે લાવવા માટે અંજનાબા પર સતત દબાણ કરવામાં આવતું હતું. દરમિયાન એક દિવસ અંજનાબા પોતાના પિતા સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા, ત્યારે કોન્સ્ટેબલ પતિ સચીનસિંહે એકાએક ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ સાસુ-સસરાએ પણ ભેગા મળી ધક્કામુક્કી કરી અડધી રાત્રે અંજનાબાને તેમના 8 વર્ષના પુત્ર સાથે ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. મોટા બાપાના ઘરે પહોંચી ધમકી આપી ઘરમાંથી કાઢી મુકાયા બાદ લાચાર પરિણીતાએ પુત્ર સાથે પોતાના મોટા બાપાના ઘરે પહોંચી આશરો લીધો હતો. જોકે, સાસરિયાઓનો ત્રાસ આટલેથી ન અટકતાં પતિ સચીનસિંહે ત્યાં પહોંચીને પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને "જો બહાર બેસશો તો ગાડી નીચે કચડીને જાનથી પતાવી દઈશ" એવી ગંભીર ધમકીઓ આપી હતી. આખરે ત્રાસથી કંટાળેલી પીડિતાએ હિંમત દાખવી મહિલા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ધા નાખી હતી, જેના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારો અને ઘરેલું હિંસા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માસૂમ બાળકીના મોત પછી પણ સુરત ફૂડ વિભાગ ના સુધર્યું:પુણા પાટિયાની ગીતા રેસ્ટોરન્ટમાં અખાદ્ય પદાર્થોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, અધિકારીઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું
    Next Article
    'કીર્તિદાન ગઢવી અને તેમના દીકરા 8-10 કરોડના સ્પોન્સર લાવવાના હતા':સ્પોન્સર આવ્યા પણ તેમના પૈસા આવ્યા નથી, દર્શન શાહનું ભાગીદારીમાં નામ નથી છતાં ફરિયાદ: પાર્શ્વ જવેલર્સના વકીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment