Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચારના આક્ષેપ કરનારને નોટિસ ફટકારી:રોલા ગામમાં ₹1 કરોડની માનહાનિનો દાવો, 7 દિવસમાં માફી માંગવા અલ્ટીમેટમ

    6 days ago

    વલસાડ તાલુકાના રોલા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગામના ડેપ્યુટી સરપંચ ચિંતનકુમાર પટેલે તેમની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરનાર મોહનભાઈ બુધાભાઈ પટેલને ₹1 કરોડની માનહાનિની કાનૂની નોટિસ પાઠવી છે. આ નોટિસમાં 7 દિવસની અંદર જાહેર માફી માંગવા અને આક્ષેપો પરત ખેંચવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મોહનભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી અરજીમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા અન્ય સભ્યો સામે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અરજીમાં બોગસ સહી અને ખાનગી ફોરેન્સિક રિપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો. ચિંતનકુમાર પટેલે પોતાના વકીલ મારફતે મોકલેલી નોટિસમાં તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના મુજબ, પંચાયતના નાણાકીય વ્યવહારો અને ઓર્ડર પ્રક્રિયામાં ડેપ્યુટી સરપંચની કોઈ સીધી ભૂમિકા હોતી નથી. તેમણે સ્પષ્ટતા કરી કે તમામ રેકોર્ડ તલાટી દ્વારા સંભાળવામાં આવે છે. ડેપ્યુટી સરપંચે વધુમાં જણાવ્યું કે, કોઈપણ કાયદેસર પુરાવા વગર તેમને “આરોપી” તરીકે દર્શાવવું ગેરકાયદેસર છે. તેમણે આ પ્રયાસને તેમની જાહેર છબી અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. એડવોકેટ જયંતીભાઈ એલ. ગાંધી મારફતે મોકલાયેલી નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો મોહનભાઈ પટેલ 7 દિવસની અંદર સ્થાનિક અખબારમાં જાહેર માફી નહીં માંગે અને સોગંદનામું આપી આક્ષેપો પરત નહીં ખેંચે, તો તેમના સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, ₹1 કરોડના વળતરનો દાવો પણ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને રોલા ગામમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આવનારી પંચાયત ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ બનતા ગ્રામજનોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એપ્રિલમાં જાહેર થઈ શકે!:30 માર્ચ સુધી ફાઈનલ મતદારયાદીની પ્રક્રિયા ચાલશે, 34 જિલ્લા-260 તાલુકા પંચાયતો માટે નવું સીમાંકન પૂર્ણ
    Next Article
    2 કરોડથી વધુની નકલી નોટનો કેસ:અમદાવાદ મેટ્રો કોર્ટે સત્યમ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજી સહિત 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment