Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં ત્રિપલ એટેક:પેટ્રોલ-ડીઝલમાં ₹ 9 સુધી ધુંબો લાગી શકે, TV-ફ્રીઝ-ACના ભાવ કમર તોડશે, UPI ચાર્જનાં નામે નવો ડામ, બચવાના ત્રણ રસ્તા

    7 hours ago

    શું તમે દિવાળી ટાણે ઘરમાં નવું TV-ફ્રિજ કે પરિવાર માટે સોનું લેવાની તૈયારી કરી રહ્યા છે? જો હા! તો અમૂક વાતો તમારે જાણવી ખાસ જરૂરી છે. કારણ કે, દિવાળી સમયે મોંઘવારી નામની કાતર તમારું ખિસ્સું કાપવા તૈયાર બેઠી છે. વાત એમ છે કે 1 ઓક્ટોબરથી બજારમાં કન્ઝ્યુમર ગૂડ્સના ભાવમાં મોટો ઉછાળો આવવાનો છે. તેના ઠીક પછીના જ દિવસે 2 ઓક્ટોબરે આખા દેશના વેપારીઓ No UPI Day મનાવવાના છે, એટલે ક્યૂઆરથી પેમેન્ટ નહીં લે. ત્રીજા સમાચાર એવા છે કે ઈન્ટરનેશનલ ઘટનાઓના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. આ બધુ એક સાથે થઈ રહ્યું છે તો સાર કંઈક એવો નિકળે છે કે દિવાળી બગડવાની છે. પણ કેમ? અને તેની પાછળ શું છે ગેમ? ચાલો વિગતે વાત કરીએ... નમસ્કાર... પહેલા ફટાફટ એ જાણી લઈએ કે આપણે કયા ત્રણ મુદ્દા પર વધુ ફોકસ કરવાના છીએ. ઈલેક્ટ્રોનિક્સ મોંઘાઃ તાંબાના ભાવ આસમાને પહોંચતા અને સપ્લાઈ ચેન ડામાડોળ થતાં 1 ઓક્ટોબરથી AC, TV અને ફ્રિજના ભાવમાં સીધો સીધો 5થી 8 ટકાનો વધારો થવાનો છે. UPI ચાર્જનો વિવાદઃ 15 ઓક્ટોબરથી મોટા વેપારીઓ પર મરચન્ટ ટ્રાન્ઝેક્શનના નામે વધારાનો 0.4 ટકાનો MDR ચાર્જ લાગવાનો છે. વેપારીઓને સરકારનો આ નિર્ણય પસંદ અને હજમ બંને નથી થયો એટલે ગાંધી જયંતીના દિવસે દેશભરના વેપારીઓ ક્યૂઆર કોડ પર કપડું બાંધીને મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ નહીં લે. ગુજરાત પર શું અસર? આટલી રકાસ પછી શેરબજારથી સમાચાર આવ્યા કે ત્યાં ઘણા દિવસોથી પરિસ્થિતિ બરોબર નથી. એક તોલાનો સોનાનો ભાવ ₹1,52,720 પાર છે અને લોન વગેરે પણ મોંઘી થાય તો દિવાળી બજેટમાં મોટું ગાબડું પડી શકે એમ છે. યુદ્ધની જ્વાળા ઘર સુધી પહોંચી તો આ આંકડાઓના ખેલની પાછળ છે દુનિયાની હાલક-ડોલક ચાલતી નાવડી. આપણે બધા જાણીએ છીએ કે ઉત્તરમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ 5 વર્ષથી ચાલી રહ્યું છે અને અરબ પટ્ટામાં ઈઝરાયલ અને અમેરિકા મળીને ઈરાનથી પંગો લઈને બેઠા છે. આવા જ સંઘર્ષોની અસર હવે આપણા લોકલ માર્કેટ સુધી પહોંચી ગઈ છે. 3 મહિનાથી RBIને ખોટા પાડતા આંકડાઓ જેના કારણે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ આધારિત ફૂગાવો ઓગસ્ટમાં વધીને 4.82એ પહોંચી ગયો છે. આ આંકડો છેલ્લા 20 મહિનામાં સૌથી વધુ છે. RBIનો CPI અંદાજો 4 ટકા હતો તેને પણ સતત ત્રીજા મહિને CPI વટી ગયો છે. ઉપરથી હવે તહેવારોનો સમય આવવાનો છે. આખા વર્ષમાં જેટલી ખરીદી થાય છે તેમાંથી 30-40 ટકા ખરીદી તો ઓણમથી શરૂ કરીને દિવાળી વચ્ચે થઈ જાય છે. તો વિચાર કરો દિવાળીમાં કેટલી તકલીફ પડી શકે એમ છે? ગુજરાતની જ વાત કરીએ તો હમણા નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. બેસતા વર્ષ સુધી લોકો દબાવીને ખરીદી કરવાના છે. પણ બજાર ટાઈટ રહેવાનું છે. AC-TV-ફ્રિઝ પર 5-7 ટકાનો ભાવ વધારો જે લોકો દિવાળી પહેલા ટીવી કે નવા એસી જેવી ઈલેક્ટ્રિક્સની ખરીદી કરવાના છે તેમના માટે મોટા પણ માઠા સમાચાર એ છે કે કન્ઝ્યુમર ગૂડ્સના ભાવ 5થી 8 ટકા વધવાના છે. આ દિવાળીમાં હોમ એપ્લાયન્સિસ પાછળ આપણા અંદાજાના બજેટ કરતાં વધુ 10-15 ટકાનો ધુંબો લાગી શકે છે. કારણ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં કોપર જેને આપણે તાંબુ કહીએ છીએ તે મોંઘું થઈ રહ્યું છે. ગયા વર્ષે જે તાંબાનો ભાવ 8 હજાર ડોલર પર બોલતો હતો તે અત્યારે લગભગ બે ગણા જેટલો વધીને 14,500 ડોલર પર મેટ્રિક ટને પહોંચી ગયો છે. મોટી બ્રાન્ડ્સની ભાવ વધારાની જાહેરાતો આપણને ખબર જ છે કે એક એસીમાં 3-4 કિલો તાંબુ વપરાય છે, એટલે સ્વાભાવિક છે કંપનીઓએ એસીના ભાવમાં 5-8 ટકાનો વધારો ઝીંકી દીધો છે. તેમાં પણ જો તમારે પ્રિમિયમ એસી લેવું હોય તો તો 10 ટકા સુધીનો ધુંબો લાગી શકે એમ છે. એટલે જ બ્લુ સ્ટાર, ગોદરેજ એપ્લાયન્સિસ, હાયર, ડાઇકિન, થોમસન, કોડક અને બ્લાઉપંક્ટ જેવી મોટી બ્રાન્ડસ નવી પ્રાઈઝ સાથે બજારમાં ઉતરવાની છે. પેનાસોનિકે ભાવ વધારો કરશે કે નહીં તે મામલે હજુ કોઈ નિર્ણય નથી કર્યો. કઈ વસ્તુઓના ભાવ કેટલા વધશે? ઓક્ટોબરથી જ નવો ભાવ લાગુ થઈ જવાનો છે પણ અમુક ડીલર્સ પાસે જૂનો સ્ટોક હોય કે દિવાળીને ધ્યાને રાખીને તેમણે પ્રી ઓર્ડર કરેલા હશે અને સ્ટોક આવી ગયો હશે તો કસ્ટમરને તકલીફ નહીં પડે. પણ નવો સ્ટોક હશે તો તે વધેલી કિંમતોથી જ વેચાશે. કઈ વસ્તુના કેટલા ભાવ વધી શકે છે તેની વાત કરીએ તો... પહેલા તમે જે ટીવી 30 હજારમાં લેતા હતા એ હવે 33 હજારમાં લેવું પડશે. આના કારણે બજારમાં પૈસા ફરતા રહેશે પણ તમારા ઘરમાં આવતી વસ્તુ તો ઘટી રહી છે. આ જ છે છૂપી મોંઘવારી. પણ આ પહેલીવાર નહીં પણ ત્રીજીવાર ભાવ વધારો થયો છે. પહેલીવાર જાન્યુઆરી 2026માં 3-5 ટકાનો વધારો થયો હતો. તેના પછી આ મહિને બીજીવાર 4-10 ટકાનો ભાવ વધારો ઝીંકાયો. હવે ત્રીજીવાર આવતા મહિનાની શરૂઆતથી 5-8 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. આ ત્રણેય ભાવ વધારાને જોડીએ તો જે ટીવી આપણને જાન્યુઆરીમાં 20 હજાર રૂપિયામાં મળતું હતું તેમાં 2 હજાર અને 900 રૂપિયાનો વધારો થયો છે. ડોલર સામે રૂપિયો ડૂબ્યો આમાં બીજી એક વસ્તુ પણ છે જે આપણે ધ્યાને નથી આવતી, જે છે ડોલર સામે રૂપિયાનો ભાવ તૂટવો. અમેરિકન ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે આયાત બિલમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદેશથી કોઈ વસ્તુઓ લાવીએ તો આપણને મોંઘી પડી રહી છે. પણ આવા હાલ વચ્ચે પણ આપણે સ્માર્ટ ખરીદી કરીને આપણું ખિસ્સું કપાતા બચાવી શકીએ છીએ. હવે વાત કરીએ ડિજિટલ પેમેન્ટની. સરકારે ઓનલાઈન પૈસાની લેતી-દેતી પર વેપારીઓ પર 2 હજારથી વધુ પેયમેન્ટ પર 0.4 ટકાનો MDR ચાર્જ લગાવ્યો છે. નિયમ કંઈક એવો છે કે જો તમે 2 હજારથી ઉપરનું પેમેન્ટ વેપારીને કરશો તો વેપારી પર 0.4 ટકા ચાર્જ લાગશે. આ ચાર્જ વધુમાં વધુ 300 રૂપિયા જેટલો રહેશે. આને કહેવાય બળતામાં ઘી. UPI ચાર્જના વિરોધમાં વેપારીઓનું આંદોલન જો કોઈ વેપારી દર મહિને 10 લાખ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ લેશે તો તેને સીધો 4 હજાર રૂપિયાનો ફટકો પડી શકે એવી શક્યતા છે. જેને ધ્યાને લઈને AIMRA એટલે કે ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિયેશન અને CTI એટલે કે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી જેવા સંગઠનોએ 2 ઓક્ટોબરે દેશભરમાં નો યુપીઆઈ ડે મનાવવાનું નક્કી કર્યું છે. આ દિવસે વેપારીઓ પોતાના UPI QR કોડ્સ, સ્કેનર્સ અને સાઉન્ડ બોક્સને કાળા કપડાથી ઢાંકી દેશે અને કસ્ટમર પાસેથી ખાલી કેશ લઈને વિરોધ કરવાના છે. માટે આ વસ્તુઓ ખરીદી કરતી વખતે મગજમાં રાખી લેજો. ખિસ્સું ખાલી કરવા તૈયાર છો? જે વેપારીઓ મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક્સમાં માંડ 1-3 ટકા જેટલો નફો કમાતા હોય, તેના પર UPI ચાર્જ કપાય તો બિઝનેસમાં કેટલો ફટકો પડે? અધૂરામાં પૂરું દેશની રિઝર્વ બેંકે વ્યાજ દરો 5.25 ટકા પર રાખીને ઈશારો કરી દીધો છે કે સસ્તી લોન તો ભૂલી જજો મારા વ્હાલા. એટલે દિવાળી તો બગડવાની છે માટે ખિસ્સું ખાલી કરવા માટે આપણે તૈયાર રહેવાનું છે. હાલ એવા છે કે આવક વધતી નથી, ખર્ચો તેનાથી વધી રહ્યો છે અને જેટલી બચત છે તે વપરાઈ રહી છે. દુનિયાનો ડખો ભારતને ભારે પડશે હવે એક બીક એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે એમ છે. અગાઉ વાત કરી એમ આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં અનેક જગ્યાઓ પર યુદ્ધ અને સરહદી સંઘર્ષો ચાલી રહ્યા છે. આપણે આપણી જરૂરિયાતનું 80 ટકા જેટલું ક્રુડ ઓઈલ બહાર વિદેશથી જ મગાવીએ છીએ. પણ યુદ્ધ અને સરહદી સંઘર્ષોના કારણે ક્રુડ ઓઈલના ભાવ વધારો થયો છે. દુનિયાભરમાં એનર્જી ક્રાઈસિસ જોવા મળી છે. બ્રેન્ડ ક્રુડના પાછલા અઠવાડિયાના ભાવની જ વાત કરીએ તો.… બ્રેન્ટ ક્રુડના ભાવ વધવાના કારણે આપણી સરકારી તેલ કંપનીઓને ભાવ સ્ટેબલ રાખવાના ચક્કરમાં રોજ અંદાજે 530 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કંપનીઓ એક સમય સુધી આ નુકસાન સહન કરશે. પણ જ્યારે વધુ નુકસાન થવા લાગશે તો નુકસાનની ભરપાઈ આપણી પાસેથી જ થવાની છે. મોદી સરકારને 64 હજાર કરોડનો ફટકો જે, ડીઝલમાં 9 અને પેટ્રોલમાં 8 રૂપિયાનું નુકસાન હોવાનું કહે છે. જ્યારે LPGમાં 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર ખોટ છે. આનાથી રોજની 530 કરોડની ખોટ જાય છે. જો બીજા છ માસિકમાં ક્રૂડ ઓઇલ 105 ડોલર આસપાસ રહે અને પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે તો કંપનીઓને 64 હજાર કરોડનો ફટકો પડી શકે. એમાં LPGને જોડવામાં આવે તો 1 લાખ કરોડ થઇ જશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? ટૂંકમાં દિવાળી પર સરકાર પેટ્રોલ-ડિઝલમાં 8થી 9 રૂપિયાનો વધારો કરીને ડામ દે તો નવાઈ ન કહી શકાય. જો કદાચ આવું થાય તો દેશમાં લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય. જેના ચેન રિએક્શનમાં શાકભાજીથી લઈને કારખાનાના કપડા સહિત બધુ ભડકે બળી શકે એમ છે. આને ઈકોનોમિક્સમાં કોસ્ટ પુશ ફુગાવો કહેવાય જેના માટે આપણે દિવાળીમાં તૈયાર રહેવાનું છે. હવે આપણે સોના-ચાંદીના ભાવ અને શેરબજાર બાજુ પણ આંટો મારીને ત્યાંના હાલ જાણી લઈએ. હાલ સોનાનો એક તોલાનો ભાવ ₹1,52,720 પાર છે. એક કિલો ચાંદીનો ભાવ પણ 2.28 લાખ રૂપિયા ચાલી રહી છે. ક્રુડ ઓઈલના ભાવે દુનિયા ધુણાવી આ જ મામલે ઈકોનોમિક ટાઈમ્સનું કહેવું છે કે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ છે ક્રુડ ઓઈલના ભાવ વધ્યા છે. આવું થવાના કારણે અમેરિકામાં મોંઘવારીની ચિંતા વધી છે. આવું થાય ત્યારે અમેરિકાની ફેડરલ બેંક વ્યાજ વધારી દે તેવી શક્યતા વધી જાય છે. ઊંચા વ્યાજદરથી વ્યાજ ન અપાતા સોનાની માગ ઘટવા લાગે છે. સાથે જ ડોલર અને અમેરિકાનું બોન્ડ વધવા લાગે છે જેનું પ્રેશર સોનાના ભાવ પર આવે છે. ભારતમાં સોનું સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, લોકો સોના સાથે ઈમોશનલી જોડાયેલા છે. જો ભાવ વધે તો પ્રધાનમંત્રી મોદીની બબ્બેવાર સોનું ન ખરીદવાની અપીલ પણ લોકો ભૂલી શકે એવી શક્યતા છે. પણ જો દિવાળી પહેલા સોનાના ભાવ વધે તો જે લોકોને બે તોલું સોનું ખરીદવું હશે તે 1 તોલામાં સંતોષ માની લેશે. સોના-ચાંદીના ભાવ વધ-ઘટ કેમ થયા? સવાલ થાય કે આવું કેમ થયું? તો જવાબ છે 16 સપ્ટેમ્બરના દિવસે અમેરિકાની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 0.25 પરસન્ટેજ પોઈન્ટનો વધારો કર્યો હતો. તો હાલ US ફેડનો વ્યાજ દર 3.75%–4.00% વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. યુદ્ધના કારણે આવતા મહિને આ પણ વધી શકે એવી શક્યતા છે. જો કે અમેરિકામાં નવેમ્બરમાં ઈલેક્શન હોવાથી ટ્રમ્પ વ્યાજ દરો ન વધારે તો પણ નવાઈ ન કહેવાય. આ બધી જ ઉઠાપટકની અસર શેર માર્કેટ અને સોના-ચાંદી પર જોવા મળી રહી છે. શેર બજારની વાત કરીએ તો હમણાં-હમણાં તેના હાલ બેહાલ લાગી રહ્યા છે. પાછલા અઠવાડિયામાં માર્કેટમાં મોટો રક્તપાત જોવા મળ્યો. એક્સપર્ટ્સ આના ત્રણ કારણો આપે છે. વ્યાપારીઓ અને ગ્રાહકો બંને માટે આ દિવાળી આર્થિક સંતુલન જાળવવાની એક કપરી કસોટી બની રહેશે. અને છેલ્લે… તમે સેકન્ડોમાં ઓનલાઈન પેમેન્ટ કરો છો એ સિસ્ટમને ચલાવવા માટે વર્ષે 21 હજાર કરોડનો ખર્ચો થાય છે. આ 0.4 ટકા MDRથી 15 હજાર કરોડ પણ નહીં વસૂલી શકે. ટૂંકમાં ક્યાંય છેડા આંબે એમ નથી. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    CM Vijay क्यों बांट रहे हैं Gold? 1.28 लाख अंगूठियां किसे मिलेंगी? | Tamil Nadu Gold Ring Scheme
    Next Article
    ગુજ્જુ લવ ગુરુના પરિવારને 3.50 કરોડથી વધુનું દાન મળ્યું:ચંદન રાઠોડને ગુજરાતીઓએ આર્થિક આશીર્વાદ આપ્યા, બાળકો-પત્નીના નામે 41-41 લાખની FD

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment