Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજાની ખેતી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો:વલસાડના સરોધી ગામ માંથી ₹ 37 લાખના 74.310 કિલો લીલા ગાંજાના છોડ જપ્ત કરાયા હતા

    एक दिन पहले

    વલસાડ SOG પોલીસે પારડી પોલીસ મથકે નોંધાયેલા NDPS એક્ટના કેસમાં વોન્ટેડ આરોપી હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલને ઉદવાડા ખેતેથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ સરોધી ગામના બરવાળી ફળિયામાંથી 74.310 કિલો લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે રૂ. 37.15 લાખ અંદાજવામાં આવી છે. પોલીસને સરોધી ગામના બરવાળી ફળિયામાં હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલની માલિકીની જમીનમાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે 9 જૂન, 2026ના રોજ SOGની ટીમે પંચો સાથે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ અમૃતભાઈ કોંતી (ઉંમર 23, રહે. માની, મંદિર ફળિયું, તા. કપરાડા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પર 10થી 12 ફૂટ ઊંચાઈના 18 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવતા છોડમાં કેનાબિસના સક્રિય ઘટકની હાજરીનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. ત્યારબાદ તમામ છોડને મૂળ સાથે ઉખેડી કબજે લેવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા 18 છોડનું ચોખ્ખું વજન 74.310 કિલો થયું હતું, જેની બજાર કિંમત રૂ. 37,15,500 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપી પાસેથી રૂ. 5 હજારનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 37,20,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર કોંતીએ જણાવ્યું હતું કે ગાંજાનું બિયારણ જમીનના માલિક હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલે આપ્યું હતું. તેણે ડિસેમ્બર 2025માં બિયારણ વાવી ગાંજાના છોડની માવજત કરતો હોવાનું પણ કબૂલ્યું હતું. આ કબૂલાત બાદ પોલીસે હર્ષિલ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો અને હવે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં NDPS એક્ટની કલમ 8(b)(c), 20(a), 20(b)(II)(C) અને 29 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાની ગૌમૂત્ર-એક્સપર્ટવાળી ટિપ્પણી, 38 દેશોના વૈજ્ઞાનિકોનો વિરોધ:IIT મદ્રાસ ડિરેક્ટરના સમર્થનમાં ઓનલાઈન ઝુંબેશ, 14 હજાર લોકોનું સમર્થન; પ્રિયંકા પર માફી માટે દબાણ
    Next Article
    જામનગર 'છોટા કાશી' તરીકે આધ્યાત્મિક ઓળખ:અસંખ્ય પ્રાચીન મંદિરો અને ધાર્મિક વારસાને સદીઓ જૂનો ઇતિહાસ શ્રદ્ધાળુઓ માટે આસ્થાના મુખ્ય કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment