Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RRની જર્સી પહેરી જાડેજાએ CSKને બતાવ્યા તેવર:એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી ‘ગન સેલિબ્રેશન’ કર્યું; વૈભવનો પહેલી જ બોલમાં કેચ છૂટ્યો, મેચ મોમેન્ટ્સ

    8 hours ago

    રાજસ્થાન રોયલ્સે જીત સાથે IPL 2026ની શરૂઆત કરી. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ચેન્નઈ 19.4 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. રાજસ્થાને 12.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ મુકાબલામાં ઘણી રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી. વૈભવનો પહેલી જ બોલ પર કેચ છૂટી ગયો. તેણે સિક્સર લગાવીને પોતાની ફિફ્ટી પૂરી કરી. રવીન્દ્ર જાડેજાએ શિવમ દુબેને આઉટ કરીને ગન સેલિબ્રેશન કર્યું. RR Vs CSK ચોથી મેચની ટોપ મોમેન્ટ્સ… 2 પ્લેયર્સે ડેબ્યૂ કર્યું ત્રીજી મેચમાં રાજસ્થાનમાંથી એક અને ચેન્નઈમાંથી એક પ્લેયર્સે ડેબ્યૂ કર્યું. રાજસ્થાનમાંથી ફાસ્ટ બોલર બ્રિજેશ શર્મા મેદાન પર ઉતર્યા. ચેન્નઈમાંથી વિકેટકીપર બેટર કાર્તિક શર્માએ પોતાની પહેલી મેચ રમી. કાર્તિકને બ્રિજેશ શર્માએ જ પેવેલિયન ભેગો કર્યો. તે 18 રન જ બનાવી શક્યો. બ્રિજેશે 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી. સેમસન ચેન્નઈ માટે પ્રથમ મેચમાં 6 રન બનાવીને બોલ્ડ બીજી ઓવરના છેલ્લા બોલ પર સંજુ સેમસન બોલ્ડ થયો. નાન્દ્રે બર્ગરે તેને ઇનસ્વિંગર બોલ પર આઉટ કર્યો. CSK માટે પ્રથમ મેચમાં સેમસન માત્ર 6 રન જ બનાવી શક્યો. રોયલ્સને રિવ્યુમાં વિકેટ ચોથા ઓવરમાં રાજસ્થાન રોયલ્સને રિવ્યુ પર વિકેટ મળી. પહેલો બોલ નાન્દ્રે બર્ગરે શોર્ટ પિચ ફેંક્યો. આયુષ મ્હાત્રે પુલ શોટ રમવા ગયા, પરંતુ કોટ બિહાઇન્ડ થઈ ગયા. રાજસ્થાનના ખેલાડીઓની અપીલ પર અમ્પાયરે નોટ આઉટ આપ્યો. વિકેટકીપર ધ્રુવ જુરેલના કહેવા પર કેપ્ટન રિયાન પરાગે રિવ્યુ લીધો. રીપ્લેમાં દેખાયું કે મ્હાત્રેના બેટને અડીને બોલ કીપર પાસે ગયો. અમ્પાયરને નિર્ણય બદલવો પડ્યો અને મ્હાત્રે શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા. સરફરાઝને બેટ ટેસ્ટ કરાવ્યા પછી બદલવું પડ્યું આયુષ મ્હાત્રેના આઉટ થયા બાદ સરફરાઝ ખાન ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતર્યા. ક્રીઝ પર આવતા પહેલા અમ્પાયરે સરફરાઝના બેટની તપાસ કરી, પરંતુ તેમનું બેટ ટેસ્ટમાં પાસ ન થયું. આ પછી તેમને બેટ બદલવું પડ્યું. જાડેજાનું ગન સેલિબ્રેશન રાજસ્થાન માટે 17 વર્ષ પછી રમવા ઉતરેલા રવીન્દ્ર જાડેજાએ પોતાની પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી. 8મી ઓવરના બીજા બોલ પર જાડેજાએ ગુડ લેન્થ પર બોલ ફેંક્યો. સરફરાઝ ખાન સ્વીપ શોટ રમવા ગયા, પરંતુ બોલ તેમના પેડ પર લાગી ગયો. સરફરાઝ 17 રન બનાવીને આઉટ થયા. શિવમ દુબે બેટિંગ કરવા ઉતર્યા, તેમણે પહેલી જ બોલ પર સિક્સર ફટકારી દીધી. જડેજાએ છેલ્લી બોલ પર હિસાબ બરાબર કર્યો અને દુબેને લોંગ ઓફ પર કેચ આઉટ કરાવ્યા. આ પછી જડેજાએ હાથથી બંદૂકનો ઈશારો કરતા ગોળી છોડી. દુબે માત્ર 6 રન જ બનાવી શક્યા. વૈભવનો પહેલી બોલ પર કેચ છૂટ્યો ચેન્નઈ માટે પહેલી ઓવર મેટ હેનરી ફેંકવા આવ્યા. વૈભવ સૂર્યવંશી પોતાની પહેલી બોલ પર મોટો શોટ રમવા ગયા, પરંતુ બોલ હવામાં ઉછળી ગયો. કાર્તિક શર્મા બોલ નીચે આવ્યા, પરંતુ કેચ પકડી શક્યા નહીં. આગળની બોલ પર સૂર્યવંશીએ સિક્સર પણ ફટકારી દીધી. કાર્તિકે વૈભવની શૂ લેસ બાંધી ડેબ્યૂ કરી રહેલા કાર્તિક શર્માએ વૈભવ સૂર્યવંશીના બૂટની દોરી બાંધી. વૈભવ રાજસ્થાન માટે ઓપનિંગ કરવા આવ્યો. વૈભવની સિક્સરથી ફિફ્ટી વૈભવ સૂર્યવંશીએ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ફિફ્ટી પૂરી કરી લીધી. તેણે નૂર અહેમદ સામે સતત 2 છગ્ગા ફટકાર્યા અને માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી. પરાગનો રિવર્સ સ્વીપ પર સિક્સ 10.6 ઓવરમાં નૂર અહેમદની બોલ પર રિયાન પરાગે રિવર્સ રમતા સિક્સ ફટકાર્યો. પરાગે નૂરની ફુલ લેન્થ બોલને નીચેથી સ્વાઇપ કરતા શોટ લગાવ્યો.
    Click here to Read More
    Previous Article
    UPPSC announces PCS-24 results: 864 out of 932 from UP, 68 from 10 other states
    Next Article
    Flights from Noida airport could begin in four weeks

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment