Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન ગિલ-સાઈ સુદર્શનની જોડીએ RRના બોલર્સને ધોયા:બન્ને બેટર્સ વચ્ચે 140+ રનની પાર્ટનરશીપ; શુભમન પછી સુદર્શનની પણ વધુ એક ફિફ્ટી ફટકારી

    1 day ago

    રાજસ્થાન રોયલ્સે IPL 2026ના ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સને 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાનએ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં ગુજરાતનો સ્કોર 11 ઓવરમાં 144/0 છે. ટીમ તરફથી સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશીના 96 રનની મદદથી રાજસ્થાનએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ 204.26ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને ઇનિંગ્સમાં 8 ચોગ્ગા તેમજ 7 સિક્સર પણ ફટકારી. તેના સિવાય રવીન્દ્ર જાડેજાએ નોટઆઉટ 45 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય છેલ્લા ડોનોવર ફરેરાએ માત્ર 11 બોલમાં 2 ફોર અને 4 સિક્સની મદદથી 38 નોટઆઉટ ફટકાર્યા. તેણે ઇનિંગની છેલ્લી ઓવરમાં રાશિદ ખાને 4 છગ્ગા ફટકાર્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, અરશદ ખાન. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.
    Click here to Read More
    Previous Article
    GT vs RR LIVE Cricket Score, IPL 2026 Qualifier 2: Gill and Sudharsan slam half centuries, Gujarat (127/0) vs Rajasthan at Mullanpur
    Next Article
    Editor's View: 'જજ કોઇ પવિત્ર ગાય નથી':સાહેબના સરકારી બંગલામાં કાળાં નાણાંની હોળી, રિટાયર્ડ થયા ને રાજ્યસભાની લોટરી લાગી, ન્યાયતંત્રના વિવાદોની કહાની

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment