Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં RPFની કડક કાર્યવાહી:સપ્ટેમ્બરમાં 30 મુસાફરોને રૂ.7.70 લાખનો સામાન પરત કર્યો, ચેઈન પુલિંગના કેસોમાં 20 આરોપીઓને ઝડપી પાડ્યા

    9 hours ago

    રાજકોટ RPF દ્વારા મુસાફરોની સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગત સપ્ટેમ્બરમાં પણ વિવિધ અભિયાન અંતર્ગત RPF દ્વારા મુસાફરોને મદદ કરવા સાથે નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ RPFની ટીમો દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત સપ્ટેમ્બરમાં કુલ 30 મુસાફરોને રૂ.7.70 લાખનો સામાન પરત કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપરેશન સમય પાલન હેઠળ ચેઈન પુલિંગના કેસોમાં સંડોવાયેલા 20 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ઓપરેશન નનહે ફરીશતે અંતર્ગત વિખુટા પડેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (સીનિયર ડીસીએમ) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે RPF દ્વારા "ઓપરેશન અમાનત" ચલાવવામાં આવ્યું હતું. ફરજ પરના જવાનોએ તત્પરતા દર્શાવીને રાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા 30 મુસાફરોના રૂ. 7,70,211 ની કિંમતનો કિંમતી સામાન શોધી કાઢીને મૂળ માલિકોને સફળતાપૂર્વક સુપ્રત કર્યો હતો. આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે "ઓપરેશન નન્હે ફરિશ્તે" હેઠળ પરિવારથી વિખૂટા પડેલા 2 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મેળવવામાં આવ્યા હતા, તેમજ "ઓપરેશન ડિગ્નિટી" અંતર્ગત અન્ય 1 વ્યક્તિને શોધીને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, રેલવે સંપત્તિ અને મુસાફરોની સુરક્ષા માટે RPF દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. ટિકિટોના કાળાબજાર રોકવા માટે ચલાવવામાં આવેલા "ઓપરેશન ઉપલબ્ધ" હેઠળ ટિકિટોનું કાળાબજારી કરતા 1 શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુસાફરોના સામાનની ચોરી અટકાવવા માટે "ઓપરેશન યાત્રી સુરક્ષા" અંતર્ગત ચોરીના 1 કેસમાં 1 આરોપીને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી માટે ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપવામાં આવ્યો હતો. ઉપરાંત ટ્રેનોના નિર્ધારિત સમયપત્રકની જાળવણી માટે "ઓપરેશન સમય પાલન" હાથ ધરવામાં આવ્યું હતું. પેસેન્જર ટ્રેનોમાં બિનઅધિકૃત રીતે ચેઈન પુલિંગ કરી રેલ વ્યવહારને ખોરવનારાઓ સામે પગલાં લેતા કુલ 28 કેસ નોંધાયા હતા, જેમાં 20 આરોપીઓની ધરપકડ કરીને રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય "ઓપરેશન જનજાગરણ" અંતર્ગત વિવિધ સ્ટેશનો, ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં બેનરો, PA સિસ્ટમ અને સરપંચો સાથે બેઠકો યોજીને લોકોને રેલવે ટ્રેક ક્રોસ ન કરવા, ચાલુ ટ્રેને પથ્થરમારો ન કરવા, નશાથી દૂર રહેવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    20 કિલો 200 ગ્રામ ચાંદી સાથે રાજકોટનો મુસાફર ઝડપાયો:તહેવારોને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ દરમિયાન 3,40,000 રોકડ પણ જપ્ત કરી, 50.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો, બિલ ન મળતા તપાસ શરૂ
    Next Article
    "ખેડૂતોના હિતમાં સરકાર દુષ્કાળ જાહેર કરે":પશુપાલકો અને ખેડૂતોને બચાવવા તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા માંગ,પૂર્વ મંત્રીએ કહ્યું બીજા વિકાસના કામ ભલે એક વર્ષ બે વર્ષ અટકી જાય,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment