Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટ RPCPનો 22મો વાર્ષિકોત્સવ ઉજવાયો:ડો. વિરાંચી શાહ અને ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન

    9 hours ago

    ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)નો 22મો વાર્ષિકોત્સવ 15 એપ્રિલ, 2026ના રોજ ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સાગા લાઈફ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર અને IDMAના નેશનલ સ્પોક્સપર્સન ડો. વિરાંચી શાહ તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, માનદ મંત્રી ડો. એમ.સી. પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ અને સહમંત્રી મધુબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનિત પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. RPCPના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં અભ્યાસક્રમ, સહ-અભ્યાસક્રમ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તેમજ સંશોધનમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સની સિદ્ધિઓ અને સીમાચિહ્નોને આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન ડો. વિરાંચી શાહે યુનિવર્સિટી અને સંસ્થાના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે AI અને IOના પરિવર્તનકારી પ્રભાવ, બાયોસિમિલર્સમાં નવીનતાઓ તેમજ વિઝન 2047 માટેના રોડમેપ વિશે સંબોધન કર્યું હતું. તેમણે સ્વસ્થ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં ગ્લોબલ કમ્પ્લાયન્સ સેન્ટર (GCC) અને GCC પાર્કની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ભરતભાઈ પટેલે સંસ્થા અને યુનિવર્સિટીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજના આરોગ્ય માટે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અને તેમાં ફાર્માસિસ્ટની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમની સિદ્ધિઓ બદલ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ફેકલ્ટી મેમ્બર્સને પણ તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે બી.ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ધૈર્ય શાહ અને પંક્તિ પટેલે વિદાય પ્રવચન આપ્યું હતું. વાર્ષિકોત્સવના કો-ઓર્ડીનેટર ડો. નિલય સોલંકી દ્વારા આભારવિધિ સાથે સમારંભનું સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી
    Next Article
    Tamil Nadu Polls: D Jayakumar Eyes AIADMK Stronghold Lost In 2021

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment