Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ROBOFEST માં ચમક્યા યુવાનોના ક્રાંતિકારી રોબોટિક આઈડિયાઝ:દેશના વિદ્યાર્થીઓએ શોધ્યા ખેતી, સુરક્ષા અને રોજિંદી સમસ્યાઓના સ્માર્ટ સોલ્યુશન્સ!

    17 hours ago

    ભાવનગરના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ગુજકોસ્ટ’ દ્વારા ‘ROBOFEST-GUJARAT 6.0’ અંતર્ગત 36 કલાકની નેશનલ લેવલ હેકાથોન યોજાઈ છે. દેશભરની 480 ટીમોમાંથી પસંદ થયેલી 52 શ્રેષ્ઠ ટીમો ગુજરાતની 37 અને અન્ય 6 રાજ્યોની 15 અહીં રોબોટિક્સ અને AI સોલ્યુશન્સ રજૂ કરી રહી છે જેમાં સફાઈ કામદારોની સુરક્ષા માટે 'સ્વચ્છત્ર' ડિવાઈસ, ખેતી માટે 'ઓટોનોમસ બોટ', આપાતકાલીન બચાવ માટે 'વોટર રેસ્ક્યૂ ડ્રોન' અને સરળ ખરીદી માટે 'સ્માર્ટ ટ્રોલી' જેવા અનોખા ઇનોવેશન્સ મુખ્ય આકર્ષણ બન્યા છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજકોસ્ટ’ દ્વારા ભાવનગરના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમ વખત ‘ROBOFEST-GUJARAT 6.0’ અંતર્ગત 36 કલાકની નેશનલ લેવલ હેકાથોનનો તા.6 થી 9 ઓક્ટોબર દરમિયાન ધમાકેદાર પ્રારંભ થયો છે., જેમાં દેશભરમાંથી મળેલી 480 ટીમોની નોંધણી બાદ સઘન મૂલ્યાંકનને અંતે પસંદ પામેલી 52 ઉત્કૃષ્ટ ટીમો ભાવનગર ખાતે એકત્ર થઈ છે જેમાં ગુજરાતના 9 જિલ્લાની 37 ટીમો અને દેશના 6 અન્ય રાજ્યોની 15 ટીમો પોતાના નવીન વિચારોને કાર્યરત રોબોટિક્સ અને AI સોલ્યુશન્સમાં રૂપાંતરિત કરવા સામસામે ટકરાશે. સમગ્ર દેશમાંથી રજૂ થયેલા 100થી વધુ આઈડિયાઝમાંથી સુપર-52 ટીમોની આખરી પસંદગી કરવામાં આવી છે. નિષ્ણાતો અને મેન્ટર્સના માર્ગદર્શન હેઠળ આ યુવા વૈજ્ઞાનિકો વિચારોમાંથી વાસ્તવિક રોબોટ્સ બનાવવી રહ્યા છે, ગટરની સફાઈ દરમિયાન થતાં મૃત્યુ અટકાવવા ચંડીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા 'સ્વચ્છત્ર' ડિવાઈસ તૈયાર કરાયું ભારતમાં સેપ્ટિક ટેન્ક અને ગટર (સીવેજ) ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે દર વર્ષે અંદાજે હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે આ ગંભીર અને જીવલેણ સમસ્યાના ઉકેલ માટે ચંડીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 'સ્વચ્છત્ર' (Swachattra) નામનું એક આધુનિક અને આર્થિક રીતે પરવડે તેવું ઉપકરણ બનાવ્યું છે. આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતાં ટીમ મેમ્બર અનન્યાએ જણાવ્યું હતું કે, તેમના એક સાથીદારે સ્થાનિક વિસ્તારમાં એક દુઃખદ ઘટના જોઈ હતી. જેમાં સેપ્ટિક ટેન્કની સ્થિતિથી અજાણ હોવાને કારણે એક સફાઈ કામદાર ટેન્કમાં ઉતર્યો અને તેનું મૃત્યુ થયું, તેમજ તેને બચાવવા ગયેલા બીજા વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો. આ હૃદયસ્પર્શી ઘટના બાદ તેમણે આ ઉપકરણ બનાવવાનો નિર્ણય લીધો હતો, 'સ્વચ્છત્ર' ઉપકરણમાં ગટરમાં રહેલા ખતરનાક વાયુઓની ઓળખ માટે વિશેષ સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મિથેન ગેસ ડિટેક્ટ કરે છે, જે મનુષ્ય માટે અત્યંત હાનિકારક છે, કાર્બન મોનોક્સાઈડ ગેસની તપાસ કરે છે. એમોનિયા ગેસની ઓળખી બતાવે છે, નાના શહેરો અને ગ્રામ પંચાયતો માટે આશીર્વાદરૂપ હાલમાં મોટા શહેરો ગટર સફાઈ માટે રૂ.60 લાખ સુધીના સક્શન ટેન્કર્સ ખરીદી શકે છે, પરંતુ ગ્રામ પંચાયતો અને નાની મ્યુનિસિપાલિટીઝ પાસે એટલું ભંડોળ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોતું નથી. આ સમસ્યાના ઉકેલરૂપે વિદ્યાર્થીઓએ માત્ર રૂ.30,000 ની કિંમતમાં આ મોડેલ તૈયાર કર્યું છે, જે ખૂબ જ સસ્તું અને સરળતાથી અપનાવી શકાય તેવું છે. ટીમનો મુખ્ય હેતુ સફાઈ કામદારોની રોજગારી છીનવવાનો નથી, પરંતુ તેમની કામ કરવાની પદ્ધતિમાં સુધારો કરીને સુરક્ષા પૂરી પાડવાનો અને અમૂલ્ય માનવજિંદગી બચાવવાનો છે. ગુજરાત રોબોફેસ્ટમાં ઓટોનોમસ એગ્રીકલ્ચર બોટ અંગે આ પ્રોજેક્ટ અંગે શુભી શુક્લાએ કહ્યું હતું કે, અમે છત્તીસગઢના રાયપુર સ્થિત 'શ્રી શંકરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રોફેશનલ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી' ના વિદ્યાર્થીઓ છીએ. અમે અહીં 'ગુજરાત રોબોફેસ્ટ'માં ભાગ લઈ રહ્યા છીએ અને ખેતી માટે ઉપયોગી 'ઓટોનોમસ એગ્રીકલ્ચર બોટ' (સ્વચાલિત ખેતી રોબોટ) તૈયાર કરી રહ્યા છીએ. આ રોબોટનો મુખ્ય હેતુ આપણા ખેડૂતોનું કામ સરળ બનાવવાનો છે. આ એક સંપૂર્ણ સ્વચાલિત મશીન છે, જે ખેતરમાં નીચે મુજબના કામ જાતે કરશે બીજ વાવવા માટે જમીન તૈયાર કરવી., યોગ્ય જગ્યાએ બીજ વાવવા., ખાતર આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવી., આગામી સમયમાં અમે આ રોબોટમાં નકામું ઘાસ કે નીંદણ દૂર કરવાની સુવિધા પણ ઉમેરવાના છીએ., ખેડૂતો માટે ઉપયોગિતા જે કામ ખેડૂતોએ અત્યાર સુધી જાતે મહેનત કરીને (હાથથી) કરવું પડતું હતું, તે હવે આ મશીનની મદદથી ખૂબ જ સરળતાથી થઈ શકશે. આનાથી ખેડૂતોની શારીરિક મહેનત અને શ્રમ ઘટશે, જેના કારણે તેઓ ભવિષ્યનું વધુ સારું આયોજન કરી શકશે અને પાકની ગુણવત્તા કેવી રીતે સુધારવી તે અંગે વિચારવા માટે પુરતો સમય મેળવી શકશે. પાણીમાં ડૂબતી વ્યક્તિને બચવવા 'વોટર રેસ્ક્યૂ ડ્રોન' પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ અંગે ઝીનલએ જણાવ્યું હતું કે, અમે આણંદ વિદ્યાનગરની જી સેટ (GCET) કોલેજથી આવ્યા છીએ અને અમારી ટીમનું નામ 'ટીમ નીર કવચ' છે, અમારો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિ (Emergency Situation) માં જ્યારે પણ કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબતી હોય, ત્યારે તેને અમારા 'વોટર રેસ્ક્યૂ ડ્રોન' (Water Rescue Drone) ની મદદથી બચાવી શકાય. જ્યારે પણ કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબતી હશે, ત્યારે અમે આ ડ્રોનને લોન્ચ કરીશું. આ ડ્રોન પાણીની સપાટી પર જઈને લેન્ડ થશે. આ સિસ્ટમમાં બે થ્રસ્ટર અને ચાર મોટર લગાવવામાં આવી છે, જેની મદદથી તે સરળતાથી પાણીની સપાટી સુધી પહોંચી શકે છે. લોકોનો શોપિંગ માટે "સ્માર્ટ ટ્રોલી" આ પ્રોજેક્ટ અંગે આશુતોષ એમ. ભટ્ટ એ જણાવ્યું હતું કે, અમે સરકારી પોલિટેકનીક, જામનગરના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં વિભાગીય વડા તરીકે ફરજ બજાવું છું, આ પ્રોજેક્ટનો હેતુ અમે લોકોનો શોપિંગ અનુભવ અત્યંત સરળ, ઝડપી અને સુગમ બનાવવા માટે એક 'સ્માર્ટ ટ્રોલી' તૈયાર કરી છે. મુખ્ય વિશેષતાઓ અને સવિધાઓમાં તમે સામાન્ય રીતે બિલિંગ કાઉન્ટર પર પ્રોડક્ટ સ્કેન કરાવો છો, તે જ રીતે આ ટ્રોલીમાં પ્રોડક્ટનું ID સ્કેન કરીને વસ્તુઓ ઉમેરતા જવાથી ટ્રોલી સ્ક્રીન પર આઇટમનું લિસ્ટ આપોઆપ તૈયાર થતું જશે., ખરીદી દરમિયાન જ ટ્રોલી પર આપેલી ડિસ્પ્લે સ્ક્રીન પર તમારું કુલ બિલ દેખાશે અને બિલિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટ્રોલીમાંથી ડાયરેક્ટ પ્રિન્ટઆઉટ નીકળી જશે., બિલ ચુકવણી માટે બે વિકલ્પો ઉપલબ્ધ છે તમે તમારા મોબાઈલ દ્વારા UPI ID થી અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડથી સીધું જ ટ્રોલી પરથી પેમેન્ટ કરી શકો છો., આ ટ્રોલીમાં મોટરાઈઝ્ડ વ્હીલ્સ આપેલા છે, જેની મદદથી ટ્રોલીને સરળતાથી આગળ-પાછળ તથા ડાબે-જમણે ટર્ન કરાવી શકાય છે., આ ટ્રોલીના ઉપયોગથી ગ્રાહકોને બિલિંગ કાઉન્ટર કે પેમેન્ટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી રહેતી અને તમામ વ્યવસ્થા 'ઓન હેન્ડ' મળી જતાં શોપિંગ અત્યંત સરળ અને આરામદાયક બની જાય છે. હેકાથોનને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં 480 ટીમોએ નોંધણી કરાવી હતી અને 100થી વધુ આઇડિયેશન રજૂ કરવામાં આવ્યા હતા. સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ મુખ્ય હેકાથોન કાર્યક્રમ માટે 52 ઉત્કૃષ્ટ ટીમોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 9 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતી 37 ટીમો તેમજ 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો મહારાષ્ટ્ર , પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ માંથી 15 ટીમોનો સમાવેશ થાય છે., હેકાથોનનું સમાપન તા.9 ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે રિજનલ સાયન્સ સેન્ટર, ભાવનગર ખાતે યોજાશે. સમાપન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતા ટીમોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે..
    Click here to Read More
    Previous Article
    Watch: Jharkhand Woman Runs 1,600 Metres Barefoot In Saree To Pursue Home Guard Dream, Inspires Internet
    Next Article
    Himalayan Bird Changing Its Voice Due To Human Activity, Study Finds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment