Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું આજે રાજકોટમાં RO-KO છેલ્લીવાર રમશે?:સુંદરની જગ્યાએ કોને તક મળશે?; IND-NZ વચ્ચે બીજી વન-ડે, ઘરઆંગણે સતત આઠમી સિરીઝ જીતી શકે ભારત

    8 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝનો બીજી મેચ આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ ડે-નાઈટ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે અને ટૉસ 1:00 વાગ્યે થશે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વન-ડેમાં જીત સાથે 1-0થી આગળ છે. જો ભારત આજે બીજી મેચ પણ જીતશે, તો તે સિરીઝ પણ જીતી લેશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પાસે આ મેચ જીતીને સિરીઝ 1-1થી બરાબર કરવાની તક છે. ભારતીય ધરતી પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 7 વન-ડે સિરીઝ રમાઈ છે અને આ તમામ 7 સિરીઝ ભારતીય ટીમે જીતી છે. વોશિંગ્ટન સુંદર ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં આજે પ્લેઇંગ-11માં ફેરફાર નક્કી છે. જો ટીમ મેનેજમેન્ટ પહેલી વન-ડેના પ્લેઇંગ કોમ્બિનેશનને જાળવી રાખશે, તો યુવા ઓલરાઉન્ડર આયુષ બદોનીને ઈન્ટરનેશનલ વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જોકે, સંતુલન માટે ટીમ એક વધારાના ફાસ્ટ બોલર સાથે ઉતરવા માગતી હોય, તો ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. ભારતમાં ન્યૂઝીલેન્ડનું વન-ડે પ્રદર્શન સૌથી નબળું ભારતે સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 121 વન-ડે રમાઈ છે. જેમાંથી 63માં ભારત અને 50માં ન્યૂઝીલેન્ડની જીત થઈ હતી. 7 મેચ અનિર્ણિત રહી હતી, જ્યારે 2014માં એક મેચ ટાઈ પણ થઈ હતી. ભારતમાં ઓછામાં ઓછી 20 વન-ડે મેચ રમનાર વિદેશી ટીમમાં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ સૌથી ખરાબ છે. ન્યૂઝીલેન્ડ ભારતમાં અત્યાર સુધી 41માંથી માત્ર 8 વન-ડે જીત્યું છે, જ્યારે 32 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મુકાબલો અનિર્ણિત રહ્યો હતો. વિરાટે પહેલી મેચમાં 93 રન બનાવ્યા પહેલી મેચમાં વિરાટ કોહલીએ સદી તો ન ફટકારી પરંતુ 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલી સિરીઝમાં ટૉપ સ્કોરર છે. કોહલી ગયા વર્ષે પણ ટીમ માટે સૌથી વધુ 651 રન બનાવનાર ખેલાડી હતો. બીજી તરફ, પ્રથમ મેચમાં મોહમ્મદ સિરાજે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું અને 2 વિકેટ ઝડપી હતી. જેમીસને પાછલી મેચમાં 4 વિકેટ લીધી ડેરીલ મિચેલે આ સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા, જોકે તે ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો નહોતો. તે જ સમયે, કાઇલ જેમીસને બોલિંગમાં 4 વિકેટ લીધી હતી. જેમીસન સિરીઝનો ટૉપ વિકેટ ટેકર છે. રાજકોટમાં ભારતનો રેકોર્ડ ખરાબ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની પીચ બેટર્સ માટે મદદગાર માનવામાં આવે છે, જોકે બોલરોને પણ કેટલીક તકો મળે છે. આ મેદાન પર વન-ડેમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે અહીં અત્યાર સુધી 4 વન-ડે રમી છે, જેમાંથી ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર છેલ્લી વન-ડે મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી, જેમાં ભારતનો 66 રને પરાજય થયો હતો. અહીં રમાયેલી અત્યાર સુધીની ચારેય વન-ડે મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. રાજકોટનું હવામાન સાફ રહેશે મેચના દિવસે રાજકોટમાં વરસાદની કોઈ શક્યતા નથી. દિવસ દરમિયાન તડકો નીકળશે, જેનાથી મેચમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તાપમાન 13 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. રાજકોટમાં ઝાકળ એટલી વધારે નહીં હોય કે બોલ પકડવામાં તકલીફ પડે, પરંતુ ઠંડા હવામાનને કારણે પીચ થોડી ઝડપી હોઈ શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી/આયુષ બદોની, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચ હે (વિકેટકીપર), જેક ફોલ્ક્સ, કાઈલ જેમીસન, માઈકલ રે, ક્રિશ્ચિયન ક્લાર્ક અને આદિત્ય અશોક. મેચ ક્યાં જોઈ શકાય છે? ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે અને T20 સિરીઝની મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર જોઈ શકાશે. આ ઉપરાંત મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર થશે.
    Click here to Read More
    Previous Article
    45,000 complaints related to water contamination received in 9 months, reveals govt report
    Next Article
    Happy Makar Sankranti 2026 LIVE: 'पतंगों की तरह ऊंचा उड़ता रहे...' इन संदेशों के जरिए दें अपनों को मकर संक्रांति की शुभकामनाएं

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment