Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં નારાજગી:રાજકોટમાં RJ આભાને ટિકિટ આપતા વોર્ડ.10ના પ્રમુખે આપ્યું રાજીનામુ અને પૂર્વ વિપક્ષનેતાના પતિએ ટિકિટના સોદા થતા હોવાના લગાવ્યા આક્ષેપ

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપમાં કાર્યકર્તાની નારાજગી સામે આવ્યા બાદ હવે કોંગ્રેસમાં પણ ધીમેધીમે રોષ બહાર આવી રહ્યો છે. આજ રોજ વોર્ડ નંબર 10ના પ્રમુખે અને પૂર્વ વિપક્ષ નેતાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે વોર્ડ નંબર 10માંથી જાણીતો ચહેરો RJ આભાને ટિકિટ આપતા વોર્ડ પ્રમુખ નારાજગી વ્યક્ત કરી સમાજમાં રોષ હોવાથી રાજીનામુ ધરી દીધું છે જયારે મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને તેના પતિ દ્વારા પણ ટિકિટ ન મળતા પક્ષમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે ટિકિટની વેચની થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક બાદ એક ફટકો પડી રહ્યો છે. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી થતા કાર્યકર્તાની અંદર રહેલી નારાજગી એક બાદ એક સામે આવી રહી છે. વોર્ડ નંબર 7માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલાતા નારાજગી સામે આવ્યાના ગણતરીની કલાકોમાં વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી અને તેના પતિ પ્રવીણભાઈ સોરાણીએ રાજીનામુ આપ્યું હતું જેની થોડીક જ મિનિટોમાં શહેરના વોર્ડ નંબર 10ના પ્રમુખ દિપક ગોઠીએ પણ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું અને મારા પત્ની છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ. અમે પતિ પત્ની બન્ને 5 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા ચુક્યા છીએ. છેલ્લા છ મહિનાથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને મારા વિસ્તારના અન્ય આગેવાનો સાથે મારે વાંધા ચાલી રહ્યો છે. જે લોકો આપમાં ગયા હતા અને તેને પછી ફરી કોંગ્રેસમાં આવ્યા ત્યારથી લઈને અમારે વિવાદ ચાલતો આવે છે. વોર્ડ નંબર 15માંથી આ વખતે મેં ટિકિટની માંગણી કરી હતી મારા પત્ની તબિયત સારી નથી માટે મેં ટિકિટ માંગણી કરી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારે જે નારાજગી છે એ મામલે મેં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા કરી છે. કોળી સમાજના લોકો અમારી સાથે છે હું કોળી સમાજના આગેવાનોને મદદ જરૂર કરીશ પણ કોંગ્રેસના પ્રચારમાં મહી જાવ. ભાજપમાં જોડાવવાની ચાર મહિનાથી અફવા ચાલે છે પણ હાલ હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. મેં નક્કી કર્યું છે કે જે કોળી સમાજના જે પણ પક્ષના ઉમેદવાર હસે તેને મદદ કરીશ. મેં પહેલા જ કહેલું અને આજે પણ કહું છું કે ટિકિટ ના સોદાઓ થયા છે જેના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે અને આગળ પણ થશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટના વોર્ડ નંબર 10માં રાજકોટ શહેરમાં જાણીતો ચહેરો બનેલ RJ આભા દેસાઈને ટિકિટ ફાળવી દેવામાં આવતા વોર્ડ નંબર 10ના પ્રમુખ દિપકભાઈ ગોઠીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને રાજીનામુ મોકલી આપ્યું છે. વોર્ડ નંબર10ના પ્રમુખ દ્વારા તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરવામાં આવી હતી જો કે છેલ્લી ઘડીએ આભાને ટિકિટ આપવામાં આવતા તેઓ નારાજ થઇ ગયા હતા અને પટેલ સમાજમાં પણ આ નિર્ણયથી રોષ હોવાના કારણે પક્ષમાંથી તેઓએ રાજીનામુ આપી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    મનપા ચૂંટણી ફોર્મ ચકાસણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા:કોંગ્રેસના પીઢ ઉમેદવાર પોતાનું ફોર્મમાં પક્ષનું નામ લખવાનું જ ભૂલ્યા, ભાજપના 'ગઢ' માં ગાબડું પાડવા નીકળેલા નરેન્દ્ર આઉટ
    Next Article
    હિંમતનગર નગરપાલિકા ચૂંટણી 2026:ભાજપના 42, કોંગ્રેસના 40 ફોર્મ માન્ય, AAPના 4, અપક્ષના 4 અને AIMIMનું 1 ફોર્મ પણ માન્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment