Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેલંગાણાના RIMS હોસ્પિટલમાં આગ, 3 નવજાતનાં મોત:2 ગંભીર, 25 બાળકો દાખલ હતા, AC બ્લાસ્ટની આશંકા

    14 hours ago

    તેલંગાણાના આદિલાબાદ જિલ્લાના સરકારી RIMS હોસ્પિટલના સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં સોમવારે રાત્રે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 3 નવજાત બાળકોનાં મોત થયા છે. અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આગ લાગી ત્યારે યુનિટમાં 27 નવજાત બાળકો દાખલ હતા. દુર્ઘટના બાદ 25 બાળકોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ACમાં ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે. દુર્ઘટનાની તસવીરો… CMએ તપાસના નિર્દેશ આપ્યા મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અધિકારીઓને બાળકોને વધુ સારી સારવાર ઉપલબ્ધ કરાવવા અને તપાસ બાદ અહેવાલ સુપરત કરવાના નિર્દેશ આપ્યા. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું.
    Click here to Read More
    Previous Article
    સેલિબ્રિટીઝનું આગમન:ભારતીય સિનેમાના પ્રખ્યાત કલાકારો, નિર્માતાઓ અને ટેકનિશિયનોનું રેડ કાર્પેટ પર આગમન થઈ ચૂક્યું છે
    Next Article
    SpiceJet Under Financial Scrutiny As DGCA Reviews Airline's Finances, Says Ram Mohan Naidu

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment