Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Re-NEETનો રાજકોટમાં વિરોધ:સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ભાગ્યો કેદી, 55 વટાવી ચૂકેલા બિનકાર્યક્ષમ કર્મીઓ સામે એક્શન, ટ્રકે બાઈકને 60-70 મીટર સુધી ઢસડ્યું

    1 day ago

    55 વટાવી ચૂકેલા બિનકાર્યક્ષમ કર્મીઓ સામે એક્શન રાજ્ય સરકારની 55 વર્ષ પૂરા કરી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને પાણીચું પકડાવવાની તૈયારી..સરકારે એક પરિપત્ર જાહેર કરી આવા કર્મચારીઓની વિગત મગાવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીમાં જોડાશે રાજ્યમાં પહેલી જૂનથી વસતિ ગણતરી હાથ ધરાશે. જેમાં 1.10 લાખ કર્મચારીઓ જોડાશે. બે તબક્કામાં થનારી વસતી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. 17 મેથી લોકો જાતે પણ પોતાની માહિતી અપલોડ કરી શકશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો No Re NEET ના નારા સાથે સુપ્રીમમાં જવાની તૈયારી UG NEET પરીક્ષા રદ અને રી નીટ મામલે મામલે રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓની સુપ્રીમ કોર્ટમાં લડતની તૈયારી. નો રી નીટના નારા સાથે સીએમ અને પીએમને ફરી પરીક્ષા ન લેવા અપીલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ભાગી ગયો કેદી અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલના મેન ગેટમાંથી કેદી ભાગી ગયો. આરોપી હત્યા અને પોક્સોના ગુનામાં બડા ચક્કરમાં કેદ હતો અને આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભારે ગરમીને કારણે 28 વર્ષના યુવકનું મોત સુરતમાં ભારે ગરમીને કારણે 28 વર્ષના યુવકનું મોત થયું. યુવક સચિનજીઆઈડીસીના પાલીગામમાં કામ કરતો હતો અને ભાઈની નજર સામે જ ઢળી પડ્યો. 42.2 ડિગ્રી તાપમાન સાથે 11 મે સુરતમાં સિઝનનો સૌથી ગરમ દિવસ હતો,યુવક આ ગરમી સહન ન કરી શક્યો અને મોતને ભેટ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કરણી સેના અને રાજસ્થાની સમાજે ન્યાયની માગ સાથે રેલી કરી પોલીસ કોન્સ્ટેબલની પત્નીની આત્મહત્યા મામલે અમદાવાદમાં કરણી સેના અને રાજસ્થાની સમાજે ન્યાયની માગ સાથે રેલી કરી.20 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતા લોકો આક્રમક મુડમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માંડવીના કાકરાપાર ડેમમાં 4 યુવકો ડૂબ્યા સુરતના માંડવી તાલુકામાં કાકરાપાર ડેમમાં 4 યુવકો ડૂબ્યા. પશુઓને પાણી પીવડાવવા ગયેલો યુવક ડૂબવા લાગ્યો જેને બચાવવા એક બાદ એક ત્રણ ભાઈઓ પણ કૂદી પડ્યા હતા. જો કે ચારેયના મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7 વર્ષની બાળકીને ત્રણ કૂતરાઓએ ફાડી ખાધી અમરેલીના વડિયામાં ત્રણ રખડતા કૂતરાઓએ 7 વર્ષની બાળકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી.. બાળકીનો પરિવાર ખેતરમાં તલની કાપણી કરી રહ્યો હતો ત્યારે કૂતરાઓ તેના પર તૂટી પડ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે બાઈકને 60-70 મીટર સુધી ઢસડ્યું અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે બાઇકને 60-70 મીટર સુધી ઢસેડ્યું.. અકસ્માતમાં દંપતી ઈજાગ્રસ્ત થયું..જુહાપુરામાં ઓવરબ્રિજની કામગીરીના કારણે પાણી ભરાયેલું હોવાથી અકસ્માત થયાની ચર્ચા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરેન્દ્રનગરમાં નોંધાયું સિઝનનું સૌથી ઊંચુ 45.5°C તાપમાન રાજ્યમાં ભૂક્કા બોલાવતી ગરમી. પાછલા 24 કલાકમાં 45.5 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરમાં સિઝનનું સૌથી ઉંચું તાપમાન નોંધાયું. પાંચ શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    OMG… હાર્દિક CSKમાં જાય છે!:ચીયરલીડરના પોઝથી કોને ગલગલિયા થયા?; પાકિસ્તાની ક્રિકેટરને પીચ પર જ ઘચકાવ્યો, જુઓ VIDEO
    Next Article
    હવેથી 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત:SCના નિર્દેશ બાદ AMCનું કડક અમલીકરણ, રહેણાંક-કોમર્શિયલ એકમો માટે 4-વેસ્ટ સેગ્રીગેશન ફરજિયાત; નિયમ ભંગ થશે તો કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment