Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાડા કોર્ટ દ્વારા ફટકારી સજા:RDX -ઘાતક હથિયાર ગોસાબારામાં લેન્ડિંગ કરાવવાના કેસમાં મમુમિંયા સહિત 9 આરોપીને પાંચ વર્ષની સજા

    4 days ago

    બાબરી મસ્જિદ ધ્વનશ કરાયા બાદ આ ઘટનાનો બદલો લેવા મુંબઈમાં કરાયેલા બૉમ્બ ધડાકામા વપરાયેલું RDX અને ઘાતક હથિયાર ગોસાબારામા લેન્ડિંગ કરાવવાના કેશમાં પોરબંદરના કુખ્યાત મમુમિયાં સહિત 9 આરોપીને જામનગરની ટાડા કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફરમાવી છે. જો કે આ કેશમાં કાચા કામના કેદી તરીકે મમુમીંયા 12 વર્ષે જેલમાં રહી ચુક્યો હોવાથી સજા કાપવા જેલમાં જવુ પડશે નહીં. જયારે આ જ કેશમાં મમુંમીંયાના ભાઈ દાદલી મીંયા સહિત 4 આરોપીને ટાડા કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષે 1993 મા સમગ્ર દેશને હચમચાવી નાખનાર મુંબઈ બૉમ્બ ધડાકામા વપરાયેલું RDX સહિત એકે 46, એકે, 47, હેન્ડ ગ્રેનેડ સહિતના ઘાતક હથિયાર પોરબંદરની બાજુમાં આવેલા ગોસાબારા ખાતે લેન્ડિંગ કરાયો હતો, અને ગોસાબારાથી આ જથ્થો મુંબઈ મોલવામાં આવ્યો હોવાનો ગુન્હો જામનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે કેશ જામનગરની ટાડા અદાલતમા ચાલી જતા ટાડા અદાલતે ટાડાની કલમ 3, કલમ 4 અને કલમ 5 કે જે RDX લેન્ડીંગ કરવાના આરોપસર લગાડવામાં આવી હતી તે ગુનામાંથી મમુ મિયા પંજુમિયાને મુક્ત કર્યો હતો જ્યારે કે, ઘાતક શસ્ત્ર એકે, 46 અને એકે 47 રાયફળ મળી આવવાના ગુનામાં મમુ મિયા પંજુમિયા બુખારીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે આ કેશમાં કાચા કામના કેદી તરીકે મમુમીંયા 12 વર્ષે જેલમાં રહી ચુક્યો હોવાથી સજા કાપવા જેલમાં જવુ પડશે નહીં. જયારે આ જ કેશમાં મમુંમીંયાના ભાઈ દાદલી મીંયા સહિત 4 આરોપીને ટાડા કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં મમુમિયા સાહેબ અન્ય પાંચ આરોપી વતી જામનગરના વકીલ પરેશ બુચ રોકાયા હતા. ક્યા આરોપીને કયા ગુના સબબ કેટલી સજા પડી?‎ મમુમિયા પંજુમિયા બુખારી (પોરબંદર) ને એકે 46 અને એકે 47 રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ અહેમદ ઇસ્માઇલ ઓલિયા (સુરત ) ને 270 હેન્ડ ગ્રેનેડ રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ ઈફ્તાર મહમદ યુનુસ અન્સારી (ઉત્તર પ્રદેશ ) ને ઘાતક હથિયાર રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ કરાઈ છે. મહમદ અયુબ અબ્દુલ ક્યુબ અન્સારી (ઉત્તર પ્રદેશ ) ને ઘાતક હથિયાર રાખવાના ગુન્હામાં 5 વર્ષની જેલ મહમદ અલીમહમદ ઉર્ફે મામદુ (સલાયા માંડવી - કચ્છ ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ હારુન આઝમ સંઘાર (બેડી જામનગર ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ કરાઈ છે. ઓસમાણ ઉમર કોરેજા (સલાયા માંડવી - કચ્છ ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ અહેમદ ઇસ્માઇલ ઓલિયા (સુરત) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ લક્ષમણ હરદાસ આહીર (રાણાવાવ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ આરીફ રહેમાન લાખાણીને (સલાયા માંડવી - કચ્છ ) ને RDX અને ઘાતક હથિયાર લેન્ડિંગ કરાવવાના અને તેનું કાવતરું રચવાના ગુન્હામાં 5 વર્ષની જેલ સીબીઆઈની તપાસ ગોસાબારા ખાતે RDX નુ લેન્ડિંગ થયુ હોવાનું માનતી નથી 1993 માં બાબરી મસ્જિદ ધ્વંસ નો બદલો લેવા મુંબઈમાં બોમ્બ ધડાકા કરવાનું કાવતરું રચાયું હતું અને તે માટે RDX, આર્મ્સ અને એમિનેશન વિદેશથી મહારાષ્ટ્રના શ્રીવર્ધન અને ગુજરાતના ગોસાબારા ખાતે લેન્ડિંગ કરાવવામાં આવ્યા હોવાનું ગુજરાત પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. જે અંતર્ગત જામનગરમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે કે સીબીઆઇની તપાસમાં RDX, આર્મ્સ અને એમિનેશનનુ વિદેશથી માત્ર મહારાષ્ટ્રના શ્રીવર્ધન ખાતે જ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, ગુજરાતના પોરબંદર નજીકના ગોસાબારા ખાતે આવું કોઈ જ લેન્ડિંગ થયું હોવાનું CBIની તપાસમાં સામે આવ્યું નથી
    Click here to Read More
    Previous Article
    ગૌરવની વાત:વિસાવાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ
    Next Article
    ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ:પોરબંદર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.22, વિજ્ઞાન પ્રવાહનું 82.37 ટકા નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment