Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડિક્કલ-પાટીદારે બેંગલુરુની વાપસી કરાવી:RCB કેપ્ટનની ફિફટી, શાનદાર પાર્ટનરશીપ તોડવા લખનઉની મથામણ; 213 રનનો ટાર્ગેટ

    1 day ago

    IPLમાં ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 209 રન બનાવ્યા છે. વરસાદને કારણે મેચમાં ત્રણ વખત ખલેલ પડી હતી. આ સંજોગોમાં ઓવરોમાં કાપ મૂકવામાં આવ્યો છે અને 19-19 ઓવરની કરી દેવામાં આવી, જેના લીધે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે DLS (ડકવર્થ-લુઈસ પદ્ધતિ) ટાર્ગેટ 213 રન રહેશે. ઇકાના સ્ટેડિયમમાં બેંગલુરુએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉ તરફથી ઓપનિંગમાં આવેલા મિચેલ માર્શે 111 રનની શાનદાર સેન્ચૂરી ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને 38 રન અને કેપ્ટન રિષભ પંતે અણનમ 32 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલુરુ તરફથી જોશ હેઝલવૂડ, કૃણાલ પંડ્યા અને રાસિખ સલામને એક-એક વિકેટ મળી હતી. વરસાદના કારણે ત્રણ વાર મેચ રોકાઈ, ઓવરોમાં કાપ વરસાદને કારણે મેચમાં ત્રણ વખત ખલેલ પડી હતી. પ્રથમ વખત 9 બોલ બાદ મેચ રોકવી પડી. ત્યારબાદ 9 ઓવર પછી અને ત્રીજી વખત 14મી ઓવર પછી વરસાદ આવતા મેચ રોકાઈ હતી. આ સંજોગોમાં ઓવરોમાં કાપ મૂકવામાં આવ્યો છે અને મેચને 19-19 ઓવરની કરી દેવામાં આવી હતી. બંને ટીમોની પ્લેઈંગ-XI: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રાસિખ સલામ, જોશ હેઝલવુડ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, દિગ્વેશે સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.
    Click here to Read More
    Previous Article
    LSG vs RCB IPL 2026 LIVE Score: Prince sends back Padikkal, Bengaluru (104/3) vs Lucknow at Ekana
    Next Article
    Nida Khan, Key Accused In TCS 'Conversion' Case, Arrested In Maharashtra

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment