Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના હોલ્ડરે ત્રણ બોલમાં બે વિકેટ લઈને બાજી પલટી:કોહલી પછી દેવદત્ત પડિકલને પેવેલિયન ભેગો કર્યો; બન્ને સેટ બેટર્સના આઉટ થવાથી RCB બેકફૂટ પર ધકેલાઈ

    6 दिन पहले

    IPL 2026ના ક્વોલિફાયર-1માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે એક ફેરફાર કર્યો છે. અરશદ ખાનની જગ્યાએ કુલવંત ખેજરોલિયાને તક મળી છે. જ્યારે RCBએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ બદલાવ કર્યો નથી. બેંગલુરુનો સ્કોર 9 ઓવરમાં 96/3 છે. ટીમ તરફથી કેપ્ટન રજત પાટીદાર અને કૃણાલ પંડ્યા ક્રિઝ પર છે. આજે જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે. જોકે, મેચના દિવસે 80% વરસાદ પડવાની આશંકા છે. બીજી તરફ, ટ્રેન્ડ મુજબ, છેલ્લી 8 ફાઈનલ ક્વોલિફાયર-1 રમનારી ટીમ વચ્ચે જ રમાઈ છે. આ તમામ ફાઈનલ ક્વોલિફાયર-1 જીતનારી ટીમના નામે રહી છે. 2011થી પ્લેઑફ સિસ્ટમ આવ્યા બાદ 15માંથી 12 ફાઈનલ ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ જીતી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.
    Click here to Read More
    Previous Article
    Energy to rare earth, Fiji port to sea patrols: Quad moves to blunt China rise in Indo-Pacific
    Next Article
    Editor's View: ચીન ભારતનું ગળું ટૂંપવાની તૈયારીમાં:i-Phoneથી લઇને કાર ને ગુજરાતમાં બનતી દવાઓ સુધી ખતરો, બે નવા કાયદાથી અમેરિકા અને યુરોપમાં પણ હાહાકાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment