Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામચરણની નવી ફિલ્મ 'RC17' મોડી રિલીઝ થશે:પુષ્પા ફ્રેન્ચાઇઝના ડિરેક્ટર સુકુમાર સ્ક્રિનપ્લે પર કામ કરી રહ્યા છે, એક્ટરને આરામ માટે વધારાનો સમય મળ્યો

    2 days ago

    સુપરસ્ટાર રામ ચરણ આ દિવસોમાં ફિલ્મ ‘પેડ્ડી’ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. 4 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ વિશ્વ સ્તરે 300 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. હવે તે ફિલ્મ ‘RC17’માં જોવા મળશે. જેનું નિર્દેશન અલ્લુ અર્જુનની ‘પુષ્પા ફ્રેન્ચાઇઝના નિર્દેશક’ સુકુમાર કરશે. ફિલ્મની પટકથા પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. તેથી, તેને ફિલ્મ બનાવવા માટે સમય જોઈએ છે. રિપોર્ટ્સ અનુસાર ‘RC17’ને સેટ પર લઈ જવા માટે સુકુમારને હજુ થોડો સમય જોઈશે. તે પટકથાના દરેક પાસાને બારીકાઈથી સુધારી રહ્યા છે. આ પ્રક્રિયામાં કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રોજેક્ટના આગલા તબક્કાની જાહેરાત કરતા પહેલા વાર્તાને સંપૂર્ણપણે તૈયાર કરવા માંગે છે.’ રામ ચરણને વધારાનો સમય મળશે RC17 ના વિલંબથી રામને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદો થઈ શકે છે. અહેવાલો અનુસાર, એક્ટર કાંડાની ઈજાથી પીડાઈ રહ્યો છે અને હાલમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યો છે. આ વધારાનો સમય તેને કોઈ અન્ય મોટી ફિલ્મ પર કામ શરૂ કરતા પહેલાં સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે. ‘RC17’ ની જાહેરાત માર્ચ 2024 માં કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘The binding factor…’: Ravi Dubey and Sargun Mehta reveal secret behind their strong bond
    Next Article
    અમેરિકા-ઈરાનના 14 મુદ્દાના કરારની સંપૂર્ણ વિગત:હોર્મુઝ સ્ટ્રેટ માત્ર 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર, પરમાણુ હથિયારો ન બનાવવાનું વચન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment