Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સિગ્નલ ફળિયા રેલવે ગરનાળામાં મેટલ પડ્યા:વાહનચાલકો મુશ્કેલીમાં, PWI ટીમે રસ્તો ખુલ્લો કરવા કામગીરી હાથ ધરી

    6 दिन पहले

    ગોધરા રેલવે સ્ટેશન નજીક આવેલા વ્યસ્ત સિગ્નલ ફળિયા રેલવે ગરનાળામાં અચાનક મોટી માત્રામાં રેલવે ટ્રેકના મેટલ (કપચી) નીચે ખાબકતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે વિભાગની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે ગરનાળાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેને ખોલવા માટે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગોધરા રેલવે સ્ટેશન નજીકથી પસાર થતા ડાઉન ટ્રેક ઉપર રેલવે પ્રશાસન દ્વારા મેટલ નાખવાની નિયમિત કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મેટલ ભરેલા વેગનમાંથી મોટા પ્રમાણમાં કપચીનો જથ્થો સીધો નીચે આવેલા સિગ્નલ ફળિયા રેલવે ગરનાળા (અંડરપાસ)માં ખાબક્યો હતો. જોતજોતામાં ગરનાળાના મુખ્ય માર્ગ પર મેટલના મોટા ઢગલા થઈ જતાં આ રસ્તેથી પસાર થતા સ્થાનિક રાહદારીઓ સહિત 2-વ્હીલર અને 4-વ્હીલર વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. વ્યસ્ત સમય હોવાને કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. રેલવે તંત્ર એક્શનમાં ઘટનાની જાણ થતાં જ રેલવે PWI (પી.ડબલ્યુ.આઈ.)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રેલવે લાઇન સ્ટાફ અને શ્રમિકોની મદદથી ગરનાળામાં પડેલા મેટલના ઢગલા દૂર કરી રસ્તો પુનઃ શરૂ કરવા માટેની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે, જેથી વાહનવ્યવહાર ઝડપથી અને સુરક્ષિત રીતે કાર્યરત થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપ પર મળશે સરકારી સેવા, સરકાર અને મેટા વચ્ચે MoU:હવે આવક-જાતિ પ્રમાણપત્રથી લઈને ફરિયાદ નિવારણ સુધીની 20 સેવાઓ મોબાઇલમાં એક ક્લિકથી ઉપલબ્ધ
    Next Article
    સાબરકાંઠામાં કેન્સર સ્ક્રીનિંગ અભિયાન:80 ગામના 3500 લોકોની તપાસ, 136 શંકાસ્પદ કેસ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment