Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધરાતે PSIના ફ્લેટમાં બની ફાયરિંગની ઘટના:રિવોલ્વરમાંથી ગોળી છૂટતા PSI પંડ્યા અને એક મહિલા ઇજાગ્રસ્ત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા

    8 hours ago

    રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. યુનિવર્સીટી રોડ પર આવેલા સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં રહેતા PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં ફાયરિંગના કારણે ઈજાગ્રસ્ત PSI અને તેની સાથે એક મહિલાને ગોળી વાગી હતી. બન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ બનાવ રાત્રીના 1 વાગ્યા આસપાસ બન્યો હતો. રિવોલ્વરમાંથી ગોળી છૂટતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.કે. પંડ્યાના હાથમાં અને સાથે રહેલ મહિલા પૂજાબેનને કમરના ભાગમાં ગોળી વાગી હતી. બનાવ જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા આ સમયે અચાનક ગોળી છૂટી જતા ફાયરિંગ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ખરા અર્થમાં શું ઘટના બની હતી અને હકીકત શું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. PSI બે વર્ષથી ફ્લેટમાં રહેવા આવ્યા છે, મહિલા મિત્ર અવાર-નવાર આવતા હતા અગાઉ યુનિવર્સિટી પોલીસ મથક અને હાલ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ નિતીન કે. પંડ્યા છેલ્લા દોઢ-બે વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલા ઉમા પાર્કમાં શેરી નં-3માં સમન્વય સુલભ નામના એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. પૂજા નામના તેમના મહિલા મિત્ર અવાર-નવાર તેઓને મળવા આવતા હતા. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. પીએસઆઇ પંડ્યાએ તેમના પડોશીઓને પણ મિસફાયર થયું હોવાનું અને આ ઘટનામાં પોતાને અને તેમના મહિલા મિત્રને ઇજા થયાનું જણાવ્યું હતું. હાલ બંનેને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે આ ઘટના બની ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકના ડી-સ્ટાફના પીએસઆઇ વિક્રમ ડોડિયાને પણ કોઇએ ફોન કરીને ઘટનાથી વાકેફ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Caste enumeration in second phase of Census exercise, says Census Commissioner
    Next Article
    US To Achieve Iran War Objectives In Weeks: Marco Rubio

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment