Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSI અને CNCDની ટીમ સાથે સાથે યુવકોની દાદાગીરી:નવા વાડજમાં મોડી રાતે ઢોર પકડવાની કામગીરી સમયે PSIને લાકડી મારવાનો પ્રયાસ

    3 days ago

    રખડતા ઢોરને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક અમલવારી અંગે ટકોર કર્યા બાદ રાજ્યમાં રખડતા ઢોરની પોલિસી લાગુ કરવામાં આવી છે. જો કે પોલિસી લાગુ કર્યા બાદ કડક અમલ અમદાવાદ શહેરમાં જોવા મળતો હતો પરંતુ છેલ્લા એક મહિનાથી ફરી એકવાર રોડ પર ઢોર રખડતા જોવા મળી રહ્યા છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર વિભાગની ટીમ પર હુમલો અને PSIને લાકડી મારવાના પ્રયાસની ઘટના બની છે. PSIએ લાકડી આડી કરી દેતા તેઓ બચી ગયા હતા. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવા વાડજમાં ટીમ ઢોર પકડવા નીકળી હતી ઢોર રોડ પર રખડતા ન હોવા જોઈએ તે અંગેની પોલીસી કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગની નિષ્ક્રિય કામગીરીના કારણે હવે ફરી એકવાર ઢોર રોડ ઉપર જોવા મળી રહ્યા છે. ઢોર માલિકોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે હવે પોલીસ અધિકારી ઉપર પણ હુમલાનો પ્રયાસ કરે છે અને કાયદાનો કોઈપણ ડર ન હોય તેમ બેફામ બનતા હોય તેવો બનાવ નવાવાડજ વિસ્તારમાં બન્યો છે. પશ્ચિમ ઝોનના CNCD વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને પીએસઆઇ ઢોર પકડવા માટે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. PSIને લાકડી મારવાનો પ્રયાસ નવા વાડજના આકાશદીપ એપાર્ટમેન્ટ પાસે પેટ્રોલિંગ દરમિયાન ગાય ફરતી જોવા મળી હતી, જેથી ગાયોને ટ્રેલરમાં ભરવા માટે કામગીરી શરૂ કરી ત્યારે પારસ ભરવાડ અને પીન્ટુ ભરવાડ નામના બે વ્યક્તિ ત્યાં આવ્યા હતા. ગાળાગાળી કરી અને તમને ઢોર ટ્રેલરમાં ભરવા નહીં દઈએ એવું કહી ધમકીઓ આપી હતી. તેઓ ટ્રેલરમાં ગાયના ભરવા દેતા નહોતા અને ગાય પર હુમલો કરતા હતા જેથી હાજર PSI એસ.એમ શેખ દ્વારા ગાય પર હુમલો કરવાની ના પાડતા લાકડીથી PSI પર યુવક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી PSIએ લાકડી આડી કરી દેતા તેઓ બચી ગયા હતા. 'આજે બચી ગયા હવે ગાયો ભરવા આવતા નહી' વધુ બોલાચાલીના પગલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા વાડજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જો કે વધુ બોલાચાલી થતા બંને યુવક આજે તમે બચી ગયા છો હવે અહીંયા ગાયો ભરવા માટે આવતા નહીં કહી અને ફરાર થઈ ગયા હતા. ઢોર અહીંયા રહેશે જ હવે આવ્યા તો બચશો નહીં એવી ધમકી આપી અને જતા રહ્યા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં પીન્ટુ ભરવાડ અને પારસ ભરવાડ નામના બંને શખસ વિરુદ્ધ CNCD વિભાગના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર રોડ ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સાંજે અને રાત્રે રોડ ઉપર ઢોર પશુ માલિકો દ્વારા છુટા મૂકી દેવામાં આવે છે જેના કારણે થઈને ફરી એકવાર રોડ પર ઢોરના કારણે અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર મામલે કડક એક્શન લેવાની સૂચના બાદ પોલીસી બનાવવામાં આવી છે જે અંતર્ગત કામગીરી પણ કરવામાં આવી હતી જોકે હવે ફરી એકવાર કોર્પોરેશનના સીએનસીડી વિભાગની નિષ્ક્રિયતાના કારણે રોડ ઉપર ઢોર જોવા મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી:17.29 કરોડની 13 દરખાસ્ત મંજુર, 1.24 કરોડની એક દરખાસ્ત નામંજુર, આજથી દર મહિને 40 લાખનું ઇંધણ બચાવશે, સ્વચ્છતા સર્વે માટે 1.11 કરોડ ચૂકવાશે
    Next Article
    Virat Kohli's Advice That Changed PV Sindhu's Career: "Just Show Up"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment