Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દે કાકોશીમાં પોલીસની બેઠક:PSI લીંબાચીયાએ કહ્યું- ગામોમાં CCTV લગાવો, ધાર્મિક સંગઠનોની જાણ કરો; સરપંચો, આગેવાનો અને વેપારીઓ જોડાયા

    2 सप्ताह पहले

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા તેમજ ગ્રામ્ય પ્રશ્નોના નિરાકરણ માટે મહાદેવ મંદિર પરિસરમાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. પીએસઆઈ વી. એ. લીંબાચીયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સરપંચો, રાજકીય-સામાજિક આગેવાનો અને વેપારીઓને ગામની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાકોશી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના સરપંચો, નવા તથા પૂર્વ ડેલીગેટો, વિવિધ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પીએસઆઈ વી. એ. લીંબાચીયાએ ગ્રામજનોને પોલીસ તરફથી તમામ પ્રકારની સહાયની ખાતરી આપી હતી. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના બેઠકમાં પીએસઆઈએ સુરક્ષાના ભાગરૂપે તમામ ગ્રામ પંચાયતોમાં CCTV કેમેરા લગાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ગામમાં આવતી કોઈ પણ અજાણી વ્યક્તિની પૂરતી માહિતી રાખવા અને કોઈ પણ ધાર્મિક સંગઠન ગામમાં આવે તો તુરંત પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપી હતી. ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે માર્ગદર્શન ચોરીના બનાવો અટકાવવા માટે મંદિરોની સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં દર અઠવાડિયે દાનપેટીની રકમ કાઢીને બેંકમાં જમા કરાવવા તેમજ સોના-ચાંદીના આભૂષણો લોકરમાં સલામત રાખવા અપીલ કરાઈ હતી. ગ્રામ્ય પ્રશ્નોનો સ્થાનિક સ્તરે નિકાલ કરવા અનુરોધ આગેવાનોને પોતાના ગામમાં કોઈ પણ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો તેનો યોગ્ય અને સુખદ ઉકેલ લાવવા અનુરોધ કરાયો હતો. ગામના પ્રશ્નો ગામ સ્તરે જ ઉકેલીને પરસ્પર સમરસતા જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. બેઠકના અંતે ધનાવાડાના સરપંચ ઠાકોર જકસિંહજીએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. પીએસઆઈ વી. એ. લીંબાચીયાએ ઉપસ્થિત તમામ આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    20 લાખના લાંચ કેસમાં CGSTના સુપ્રિટેન્ડેન્ટની રેગ્યુલર જામીન અરજી નામંજુર:કોઈ કાર્યવાહી ન કરવા કન્સલ્ટન્ટ મારફત મેળવેલ લાંચ દરમ્યાનનો વાર્તાલાપ નિર્ણાયક ગણતી સ્પેશિયલ કોર્ટ
    Next Article
    Vav - Tharad Viral Video | ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઈકરો દ્વારા રિલ્સ બનાવવાનો વીડિયો સામે આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment