Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંચ કેસમાં સસ્પેન્ડેડ PSI અને ASIની રેગ્યુલર જામીન અરજી:અરજદારને હેરાન ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપી કરવા 10 હજારની લાંચના ગુનામાં બંને ઝડપાયા હતા

    9 hours ago

    વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અરજદારને હેરાન ન કરવા તેમજ તેની જામીન પ્રક્રિયા ઝડપથી પતાવવા માટે ₹10 હજારની લાંચ માંગવાના ચકચારી પ્રકરણમાં સસ્પેન્ડેડ PSI મલ્લીકાબેન પરમાર અને સસ્પેન્ડેડ ASI જયકિશન ગામેતીની મુશ્કેલી વધી છે. જેલવાસ ભોગવી રહેલા આ બંને પોલીસ કર્મીઓએ કરેલી નિયમિત જામીન અરજીની સુનાવણી બાદ વડોદરા કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અરજી ફગાવી દેવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. જામીનની ઝડપી પ્રક્રિયા અને હેરાન ન કરવા માંગી હતી ₹10 હજારની લાંચ વિગતો મુજબ, અરજદાર વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ગત 1 જૂન 2026ના રોજ એક ગુનો દાખલ થયો હતો, જેની તપાસ તત્કાલીન PSI મલ્લીકા પરમાર ચલાવી રહ્યા હતા. કેસની તપાસ દરમિયાન આરોપી અરજદારને પોલીસ દ્વારા વધુ હેરાનગતિ ન થાય અને કોર્ટમાંથી જામીન મેળવવાની કાગળિયા કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ જાય તે માટે સમાધાન પેટે ₹10,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB એ છટકું ગોઠવી સ્વિફ્ટ કારમાંથી રંગેહાથ ઝડપ્યા અરજદાર લાંચની ગેરકાયદે રકમ આપવા બિલકુલ તૈયાર ન હોવાથી તેમણે તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આયોજન મુજબ 27 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝેરોક્ષની દુકાન સામે મુખ્ય માર્ગ પર ACBએ છટકું ગોઠવ્યું હતું. PSI મલ્લીકા પરમાર વતી લાંચ સ્વીકારવા આવેલા ASI જયકિશન ગામેતીએ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર ₹10,000 મુકાવી લાંચ સ્વીકારતાં જ ટીમે બંનેને પકડી પાડ્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટે જામીન નકાર્યા ACB દ્વારા ધરપકડ કરાયા બાદ ગૃહ વિભાગે બંને અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી જેલહવાલે કર્યા હતા. બંને આરોપીઓએ જેલમાંથી મુક્ત થવા માટે નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ દેસાઈએ ભ્રષ્ટાચારના આ કેસની ગંભીરતા, પદના દુરુપયોગ અને સમાજ પર તેની નકારાત્મક અસરો અંગે ધારદાર દલીલો રજૂ કરી હતી. તમામ દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે બંને સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ટેક્સ ચોરી કરતા લક્ઝરી બસ સંચાલકો સામે RTOનો સપાટો:સ્પેશિયલ ડ્રાઇવ યોજી 55 બસને મેમો ફટકાર્યા, 5 ડિટેઇન; ₹8.40 લાખની વસૂલાત
    Next Article
    Kolkata Derby: East Bengal Reserves Stun Mohun Bagan's 1st Team, Draw 1-1

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment