Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલાબતપુરા પોલીસ મથક PSI ગઢવી લાંચ કેસમાં મોટો ઉલટફેર:90 હજાર માંગનાર પોલીસકર્મી છૂટી ગયા, જાણો કોર્ટમાં એવું તો શું થયું કે ફરિયાદી જ ફરી ગયો?

    1 week ago

    સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા એક બહુચર્ચિત લાંચ કેસમાં મોટો અને મહત્વનો ચૂકાદો આવ્યો છે. સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI ગઢવી અને તેના એક મળતિયા (વચેટિયા) સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં એવી વિગત સામે આવી હતી કે, ફરિયાદી વેપારીનું કોઈ ચોક્કસ ગુનામાં આરોપી તરીકે નામ ન ખોલવા માટે તેમજ તેમને બચાવવા માટે આ લાંચની રકમ માંગવામાં આવી હતી. જેને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સમાધાન પેટે 90 હજારની માગણી કરી હતી આ સમગ્ર પ્રકરણમાં વચેટિયાએ વેપારી રજનીકાંતનો સંપર્ક સાધ્યો હતો અને પીએસઆઈ વતી વહીવટ કરવાની કોશિશ કરી હતી. આરોપ મુજબ, રજનીકાંત પાસેથી સમાધાન પેટે રૂપિયા 90 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ કરી હતી. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને પીએસઆઈ ગઢવી અને વચેટિયાને લાંચના કેસમાં પકડી પાડ્યા હતા અને તેમની સામે ગુનો નોંધ્યો હતો. કોર્ટ સુનાવણી, મુખ્ય ફરિયાદી વેપારી જ ફરી ગયો સમય જતાં આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને કાનૂની કાર્યવાહી તેમજ સુનાવણી શરૂ થઈ હતી. જોકે, જ્યારે આ કેસ કોર્ટમાં સુનાવણી પર આવ્યો ત્યારે કેસમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જે ફરિયાદી વેપારીએ પીએસઆઈ અને વચેટિયા સામે લાંચની ફરિયાદ નોંધાવી હતી, તે જ વેપારી કોર્ટમાં પોતાની જુબાની વખતે ફરી ગયા હતા. ફરિયાદીએ કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપ્યું ન હતું, જેથી કેસનો પાયો નબળો પડી ગયો હતો. પુરાવાના અભાવે કોર્ટનો અંતિમ ચૂકાદો મુખ્ય ફરિયાદી વેપારી જ કોર્ટમાં ફરી જતાં પ્રોસિક્યુશન આરોપીઓ સામેનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ કેસમાં બચાવ પક્ષે, મુખ્ય આરોપી પીએસઆઈ ગઢવી તરફથી એડવોકેટ રાજેશ કાકડિયા અને વચેટિયા તરફથી એડવોકેટ રિકેશ મોદી તેમજ મુકુંદ શામણીએ ધારદાર દલીલો કરી હતી. અંતે, કોર્ટે બચાવ પક્ષના વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી, કેસ પુરવાર ન થતાં પીએસઆઈ ગઢવી અને વચેટિયાને લાંચના આ કેસમાંથી નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ:મૈત્રી કરાર કરાવી ઓયો હોટલ અને ભાવનગરમાં શારીરિક સંબંધ બાંધ્યા, સિંગણપોર પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    Gujarat BJP | ગાંધીનગરના કોબા સ્થિત ‘શ્રી કમલમ’માં આજે ભાજપની પ્રદેશ બેઠક | Kamlam | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment