Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSIની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા પૂર્ણ:વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાના મામલે હોબાળો, શહેર અને ગ્રામ્યમાં 45 હજારથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા

    19 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની 858 જગ્યા માટે બહાર પાડેલી ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. શારીરિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા હતા. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્ર પર 45 હજારથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. બે સેશનમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા સેશનમાં 9.30થી 12.30 સુધી પરીક્ષા લેવામાં આવી અને ત્યારબાદ બીજા સેશનમાં 3થી 6 વાગ્યા સુધી પરીક્ષા લેવાઈ હતી. વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાનો ઉમેદવારોનો આક્ષેપ વસ્ત્રાલ રોડ પર આવેલા ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં PSIની પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. PSI પરીક્ષાનું પેપર સીલ ખોલેલું આવ્યું હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. ઉમેદવારો રજૂઆત કરવા જતા સુપરવાઇઝરે તમારે એ નહીં જોવાનું કહેતા ઉમેદવારોએ ભારે હોબાળો કર્યો હતો. પેપર આપનારને ઉમેદવારોએ સવાલ કરતા તોછડી ભાષામાં જવાબ આપ્યો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. તમારે પેપર આપવું હોય તો આપો તેવી ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારોના હોબાળા સંચાલક દ્વારા CCTV ચેક કરવામાં આવ્યા છે. ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં CCTVથી રૂમ દરેક પરીક્ષા સેન્ટર પર ભરતી બોર્ડના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર PI/ PSI કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેમજ પરીક્ષા કેન્દ્ર પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે CCTVની સાથે સાથે PI અને PSI સહિત દરેક કેન્દ્ર પર 6 પોલીસ કોન્સ્ટેબલ તેમજ ટ્રાફિક પોલીસ પણ રાખવામાં આવી હતી તેમજ કરાઈમાં આવેલા પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતે તમામ પરીક્ષા સેન્ટર પરના CCVTનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 45,910 ઉમેદવારોએ માટે પરીક્ષા રાજ્યભરમાં શારીરિક પરીક્ષામાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો કુલ 371 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 100 કરતા પણ વધુ કેન્દ્રો પર PSI ભરતી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 45,910 ઉમેદવારોએ માટે પરીક્ષા યોજાઈ છે. પરીક્ષા સેન્ટર ઉમેદવારોના એરિજિનલ ડોક્યુમેન્ટ અને કોલ લેટર ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા સરળ રહેશે તેવી આશા સાથે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે તેમજ શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવ્યા હતા તેમજ Facial recognition technologyનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ ઉમેદવારોને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ઉમેદવારોના સાથે-સાથે તેમના પરિવારજનો પણ પરીક્ષા સેન્ટર પહોંચી ગયા હતા. 858 જેટલી જગ્યા માટે પરીક્ષા લેવાતી હોવાથી ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તેમજ પરીક્ષા સરળ રહેશે એવી આશા સાથે ઉમેદવારો પરીક્ષા આપી હતી. 'આ વખતે મેઈન્સની તૈયારીમાં સૌથી વધુ ફોકસ કર્યું છે' મોડાસાથી આવેલા રોહિત ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી સરકારી પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યો છું. ગઈ વખતે પણ PSIની પરીક્ષા આપી હતી. પરંતુ કેટલીક ભૂલોના કારણે તેમના પાસ થઈ શક્યો નહતો. જો કે આ વખતે તેમાં જે ભૂલ થઈ છે તે સુધારવા માટેનો પ્રયાસ કર્યો છે. જૂની બધી ભૂલી સુધારી પરીક્ષા માટેની તૈયારીઓ કરી છે. આ વખતે મેઈન્સની તૈયારીમાં સૌથી વધુ ફોકસ કર્યું છે. પરીક્ષાની તૈયારીઓ સારી કરી છે. ઉમેદવાર વૈશાલીબેને જણાવ્યું હતું કે, ગયા વખત કરતા આ વખતે પરીક્ષાની તૈયારીઓ ઘણી સારી કરી હતી. એક વર્ષથી પરીક્ષા માટેની તૈયારી કરી રહી હતી. 'જો વહેલું પરિણામ જાહેર થાય તો ઉમેદવારોને ફાયદો થઈ શકે' ઉમેદવાર રાજે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છું. જેથી આ વખતે પરીક્ષા માટે ખૂબ સારી મહેનત કરી હતી. કારણ કે ઉંમર પણ 30 વર્ષ થઈ ગઈ છે. જેથી છેલ્લો પ્રયાસ છે કે સરકારી નોકરી જાય. નસીબ કેવું કામ કરે છે તે જોવાનું રહેશે. વિષય વાઇસ પરીક્ષાની પૂરેપૂરી તૈયારીઓ કરી દીધી હતી. ગયા વખતે જે લેવલથી પરીક્ષા લેવામાં આવી હતી તે જ લેવલ સાથે તૈયારીઓ કરી હતી. જો વહેલું પરિણામ જાહેર થાય તો ઉમેદવારોને તેનો ઘણો ફાયદો થઈ શકે છે. વહેલું પરિણામ મળી જાય તો ઉમેદવારોને નોકરી મળી શકે અને તે સેવામાં લાગી શકે. 'દરરોજ 6 કલાક જેટલી પરીક્ષા માટે તૈયારી કરી અને વાંચન કર્યું' ઉમેદવાર સંદીપ જોશીએ જણાવ્યું હતું કે, PSI ભરતી પરીક્ષા માટે છેલ્લા છ મહિનાથી તૈયારી કરતા હતા. દરરોજ 6 કલાક જેટલી પરીક્ષા માટે તૈયારી કરી અને વાંચન કર્યું કારણ કે, રાત્રે નોકરીએ પણ જવાનું હોવાથી છ કલાક સુધીનું વાંચન થઈ શક્યું. નોકરી સાથે પરીક્ષાની તૈયારી કરવી અઘરી થઈ જતી કારણ કે ટાઈમ મેનેજ કરવો અઘરો થઈ જતો. બંધારણ અને રિઝનિંગ પર સૌથી વધુ ફોકસ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આકરી ગરમી વચ્ચે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:40.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદમાં ગરમીનો પારો 40 પર પહોંચ્યો
    Next Article
    What Will It Take To Make Kolkata Great Again? Sanjiv Goenka Explains

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment