Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'PSI પુત્ર છું' કહી દાદાગીરી કરનાર સામે ફરિયાદ:'રોડ પર ફટકડા કેમ ફોડો છો' કહી મહિલા વેપારી અને ભાગીદારને ધમકાવ્યા, મોબાઇલની દુકાનમાં પથ્થરમારો કરી ત્રિપુટી ફરાર

    2 days ago

    રાજકોટ શહેરમાં આવારા અને લુખ્ખા તત્વોની દાદાગીરી સતત વધી રહી હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. એરપોર્ટ ફાટક નજીક દિવાળીના તહેવારની મોડી રાત્રે દુકાન બહાર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે પોતે 'PSIનો પુત્ર' હોવાની ઓળખ આપી મહિલા વેપારી અને તેમના ભાગીદાર સાથે બોલાચાલી કરી હતી. બાદમાં પોતાના સાગરીતો સાથે આવીને દુકાન પર પથ્થરમારો કરી ઝપાઝપી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કામિલ સંધી દ્વારા પણ વેપારી સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેમેરો ચાલુ કરતાં રવાના થયા, પછી સાગરીતો સાથે આવી પથ્થરમારો કર્યો ફરિયાદી ગુંજનબેન ગણાત્રાના જણાવ્યા અનુસાર, તેઓ એરપોર્ટ ફાટક નજીક મોબાઇલની દુકાન ચલાવે છે. 9 નવેમ્બરની મોડી રાત્રે આશરે 2 વાગ્યે તેઓ સ્ટાફ અને પાર્ટનર અનિકેત ખખ્ખર સાથે દુકાન આગળ ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર આવેલા શખ્સે 'રોડ પર ફટાકડા કેમ ફોડો છો' કહી વિવાદ શરૂ કર્યો હતો. થોડી વારમાં ફરી આવીને 'હું અભિજીત પરમાર, PSIનો છોકરો છું' કહી રોફ જમાવવા લાગ્યો હતો. પાર્ટનરે મોબાઇલ કેમેરો ચાલુ કરી નિવેદન રેકોર્ડ કરવાનો પ્રયાસ કરતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ થોડી જ વારમાં ત્રીજા શખ્સને મોકલી ફરી બોલાચાલી શરૂ કરાવી હતી અને ત્યારબાદ અભિજીત તથા કામિલ સંધિએ આવી પથ્થરો તેમજ ફૂટપાથના બ્લોકના ઘા ઝીંક્યા હતા. ઇમર્જન્સી નંબર 112 સતત વ્યસ્ત રહ્યો હુમલાખોરો બેફામ ગાળાગાળી અને ઝપાઝપી કરી રહ્યા હતા ત્યારે વેપારી દ્વારા સતત 112 જનરક્ષક હેલ્પલાઇન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોલ સતત વ્યસ્ત આવતો રહ્યો હતો. આ ગાળા દરમિયાન એક 112 નંબરની પોલીસ ગાડી ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ બોલાચાલી અને માથાકૂટ ચાલતી હોવા છતાં ત્યાં ઊભી રહી નહોતી. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે કામિલ સંધિને સમજાવવા આવેલા તેના જ પરિચિત વ્યક્તિ સાથે પણ તેણે હાથાપાઈ કરી હતી. આખરે પોલીસ વાન પહોંચતાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. વેપારી ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યા ને પાછળથી ફરી હુમલો થયો ઘટના બાદ મહિલા વેપારી જ્યારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે દુકાને હાજર તેમના પાર્ટનરના પત્ની સીમાબેને ફોન પર જાણ કરી હતી કે આ લુખ્ખા તત્વોએ ફરીથી આવી દુકાન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ પુત્ર હોવાનો રોફ જમાવી સામાન્ય પ્રજાને ધમકાવવા અને જાહેર શાંતિનો ભંગ કરવા મામલે પ્રદ્યુમનનગર પોલીસે અભિજીત પરમાર, કામિલ સંધિ તેમજ એક અજાણ્યા શખ્સ સામે વિધિવત ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ તેજ કરી છે. વેપારી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી કામિલ સંધિએ પ્રદ્યુમનનગર પોલીસમાં મહિલા વેપારી ગુંજનબેન, ધ્રુવ રાવલ અને ધ્રુવિલ રાવલ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જાહેરમાં ફટાકડા ફોડવા ના પાડતા ગુંજન ઉશ્કેરાઇ હતી અને ધ્રુવ તથા ધ્રુવિલ રાવલ બાજુમાં શેરીના ખૂણા પર લઇ જઈ ઢીંકા પાટુનો માર માર્યો હતો. તથા ધ્રુવ રાવલએ પોતાના હાથમાં રહેલ ચાવી કાનમાં પાછળના ભાગે મારતા લોહી લુહાણ કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે BNSની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શું તમે કોઈના ગુલામ છો?:મોબાઈલ કેવી રીતે તમને બનાવે છે? આપણું દિમાગ અમેરિકાના હાથમાં! કલાકો રિલ જોવાનું 'ડોપામાઈન સાયન્સ' સમજો
    Next Article
    થલતેજની કોપર સ્ટોન સોસાયટીમાં રંગોળી સ્પર્ધા યોજાઈ:નેન્સી વજાએ પ્રથમ ઇનામ જીત્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment