Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોપલના મહિલા PSI વતી 5 લાખની લાંચ લેતો હેડ-કોન્સ્ટેબલ ઝડપાયો:ફરાર પ્રિતલ ચૌધરીએ ફરિયાદ ન કરવા રૂ.10 લાખની માગ કરી’તી; ACBએ ASI સાથે બેને દબોચ્યાં

    3 days ago

    અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસમાં લાંચ લેનારા બે પોલીસકર્મીને એસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન હસ્તકની હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) રૂ.6 હજારની લાંચ લેતો ઝડપ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ વતી લાંચ લેનારા હેડ કોન્સ્ટેબલને રૂ. 5 લાખની લાંચ લેતાં ACB (એન્ટી કરપ્સન બ્યુરો)એ દબોચી લીધો છે. નોંધનીય છે કે, પોલીસ વિભાગમાં પ્રજાના કામો કરવાની જગ્યાએ અધિકારીઓ અને કર્મચારીઓ લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની ફરિયાદો વધતા એસીબી દ્વારા હવે પોલીસ વિભાગ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પ્રથમ કેસઃ બોપલના મહિલા PSI વતી 5 લાખની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસ મહિલા PSI પ્રિતલ ચૌધરી કરી રહ્યા હતા. ફરિયાદીની વિરુદ્ધમાં ગુનો દાખલ નહીં કરવા પ્રિતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપે ફરિયાદી પાસેથી પ્રથમ રૂ.10 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ રકઝક કરતાં છેવટે 5 લાખ રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ફરિયાદીને લાંચ ન આપવી હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ ખેડા ACB પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે આવી આપી હતી. જે બાદ નડિયાદ ખાતે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના સાઇબર ક્રાઈમ બ્રાન્ચ વિભાગમાં PSI પ્રિતલ ચૌધરી વતી હેડ કોન્સ્ટેબલ દિલીપે રૂ. 5 લાખ લાંચ પેટે સ્વીકારી પોતાના મોબાઇલ ફોનથી PSIને ફોન કરી સ્પીકર ફોનથી વાત કરી લાંચના પૈસા મળી ગયા હતા, તેમ જણાવી વાતચીત કરી હતી. જે બાદ સમગ્ર મામલે એસીબીએ હેડ કોન્સ્ટેબલ દિલીપને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા પીએસઆઇ ફરાર છે. બીજો કેસઃ હાંસોલ પોલીસ ચોકીનો ASI છ હજારની લાંચ લેતા ઝડપાયો એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી વિરુદ્ધમાં નોંધાયેલા કેસમાં પોલીસ કાર્યવાહી દરમિયાન તેમને હેરાન ન કરવા માટે હાંસોલ પોલીસ ચોકીના ASI શશીકાંત જાદવે (ઉં.વ.52) ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમણે એન્ટી કરપ્સન બ્યુરોનો સંપર્ક કરી અરજી કરી હતી. જે બાદ અરજીના આધારે એસીબીની ટીમે શુક્રવારે હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાર્કિંગમાં ગયા હતા અને ASI ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, તે સાથે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBએ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    R Madhavan wears Rs 40 lakh watch at Padma Awards: Check 5 world’s rarest timepieces
    Next Article
    Gujarat Monsoon News LIVE | ગુજરાત સહિત 12 રાજ્ય પર નબળા ચોમાસાનું જોખમ! | Heavy Rains | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment