Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાના ન્યૂડ ફોટા-વીડિયો અપલોડ મામલે સાયબર ક્રાઈમ એક્શનમાં:PSI સાથે 4 પોલીસ જવાનની ટીમ તપાસ માટે દિલ્હી જઈ શકે, ફેક ID બનાવી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું

    3 दिन पहले

    ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરા સાથે છેતરપિંડી અને બ્લેકમેલિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં રહેતી 17 વર્ષીય સગીરાને ઓનલાઈન પ્લેટફોર્મ પર દિલ્હીના એક અજાણ્યા શખ્સ સાથે પરિચય થયો હતો. આ શખ્સે સગીરાને વિશ્વાસમાં લઈ અવારનવાર વીડિયો કોલ કર્યા હતા અને તેને ફોસલાવીને સગીરા તેમજ તેની સહેલીના નગ્ન ફોટા અને વીડિયો મેળવી લીધા હતા. ત્યારબાદ આ શખ્સે તે ફોટા-વીડિયોને મોર્ફ (એડિટ) કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર અલગ-અલગ ફેક એકાઉન્ટ બનાવી અપલોડ કરી દીધા હતા અને સગીરા પર શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. 9 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર ઘટનાને નવ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. આ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે દિવ્ય ભાસ્કરને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા અનુસાર, આરોપીને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ત્રણ ટીમો સક્રિય રીતે તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીની શોધખોળ માટે એક PSI અને ચાર પોલીસ જવાનો સહિતની એક ટીમને ટૂંક સમયમાં દિલ્હી મોકલવામાં આવશે. 19 મેએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે સગીરાએ ગત 19 મે 2026ના રોજ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે નવા કાયદા BNS, આઈ.ટી. એક્ટ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    2024-25માં 36 પ્રાદેશિક રાજકીય પક્ષોની કમાણી 52% ઘટી:21 પક્ષોએ કમાણી કરતાં વધુ ખર્ચ કર્યો, ADRનો રિપોર્ટ
    Next Article
    પ્રેમીએ ગર્ભપાતની દવા આપી, નાનીએ ભ્રૂણ કચરામાં ફેંક્યું:સુરતમાં કચરાના ઢગલામાંથી સળગાવેલા ભ્રૂણ મળવા પાછળ મહારાષ્ટ્રની યુવતીનો હાથ, પોલીસે અટકાયત કરી; DNA ટેસ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment