Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે બે સેશનમાં PSIની પરીક્ષા:કેન્દ્ર ભૂલી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ સારથિ બની, 20,700 ઉમેદવારની પરીક્ષા

    4 days ago

    સુરત જિલ્લામાં આજે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા ચુસ્ત સુરક્ષા રીતે યોજાય રહી છે. ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટે ઉત્સુક એવા અંદાજે 20,700 જેટલા ઉમેદવારો શહેરના વિવિધ કેન્દ્રો પર પોતાની મહેનતનું પરિણામ મેળવવા પરીક્ષા આપી રહ્યા છે. 69 પરીક્ષા કેન્દ્ર પર 690 બ્લોક સમગ્ર શહેરમાં 69 જેટલી નામાંકિત અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની પસંદગી પરીક્ષા કેન્દ્રો તરીકે કરવામાં આવી છે, જ્યાં શિક્ષણ અને શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે.આ વખતે બેઠક વ્યવસ્થામાં કુલ 69 કેન્દ્ર પર 690 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક બ્લોકમાં માત્ર 30 ઉમેદવારોને જ બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે પરીક્ષામાં પારદર્શિતા અને શાંતિ જળવાઈ રહે. બે સેશનમાં પરીક્ષાનું આયોજન વહીવટી સરળતા ખાતર સમગ્ર સુરત જિલ્લાને બે મુખ્ય ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઝોન 1 તરીકે ગુરુકુલ કુમાર વિદ્યાલય અને ઝોન ૨ તરીકે કતારગામ સ્થિત ગુરુકુલ કુમાર કાસાનગર વિદ્યાલયને કાર્યરત કરવામાં આવ્યા છે. આ બંને કેન્દ્રો સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના સંચાલન માટેના મુખ્ય મથક તરીકે કાર્ય કરી રહ્યા છે, જ્યાંથી તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પરીક્ષાના સમયપત્રકની વાત કરીએ તો, ઉમેદવારોની કસોટી બે સત્રોમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સત્ર સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધી અને બીજા સત્રની પરીક્ષા બપોરે 03:00થી સાંજે 06:00 દરમિયાન લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાની સુરક્ષા હેઠળ પોલીસ દ્વારા 31 જેટલા અત્યંત સુરક્ષિત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ દરેક રૂટ પર જવાબદાર અધિકારીઓની સીધી નિગરાની હેઠળ પ્રશ્નપત્રોને કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા છે. સવારના સત્ર બાદ બપોરના સત્ર માટે પણ નવેસરથી આ જ સુરક્ષા વ્યવસ્થા હેઠળ પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે જેથી ગેરરીતિની કોઈ પણ નાની તક પણ ન રહે.આજના આ આયોજનમાં ટેકનોલોજીનો ઉપયોગ એક રક્ષણાત્મક કવચ તરીકે કરવામાં આવ્યો છે. સુરત શહેરના તમામ 69 પરીક્ષા કેન્દ્રોને અત્યાધુનિક CCTV કેમેરાની સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ કેમેરાનું લાઈવ રેકોર્ડિંગ સીધું કંટ્રોલ રૂમમાં નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ પણ અણધારી કે શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક એક્શન લઈ શકાય. 'પેપર લીક ન થાય તેવી આશા' પીએસઆઇની પરીક્ષા આપવા આવનાર ઉમેદવાર રાઠોડ સુખદેવે જણાવ્યું હતું કે અહીંયા ગુજરાત પોલીસ PSI કેડરની ભરતીની એક્ઝામ છે, એના માટે સુરત ખાતે આવ્યા છીએ. તૈયારી તો બે-ત્રણ વર્ષથી કરીએ છીએ. પણ હવે સરકાર પાસે એવી આશા છે કે પેપર લીક ના થાય અને પેપર ફૂટે નહીં બસ એવી આશા છે, શાંતિથી પરીક્ષા લેવાય. પોલીસે ઉમેદવારને મદદ કરી પરીક્ષા દરમિયાન સુરત પોલીસનો એક સંવેદનશીલ અને માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સવારના સમયે કૈતુક કુમાર ગામિત નામનો એક ઉમેદવાર શરતચૂકથી પોતાના નિર્ધારિત કેન્દ્ર 'પ્રમુખ માધ્યમિક શાળા, સીંગણપુર' ને બદલે 'પીએમ ભગત માધ્યમિક શાળા, ચોક બજાર' ખાતે પહોંચી ગયો હતો. સવારે 08:20 વાગ્યાનો સમય હતો અને તેના સાચા કેન્દ્ર પર પહોંચવા માટે સમય ખૂબ જ ઓછો હતો. આવી કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ ત્વરિત નિર્ણય લઈ, કૈતુક કુમારને તાત્કાલિક સરકારી વાહનમાં બેસાડી તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો. ત્યારે બીજો એક ઉમેદવાર પણ પોતાના મિત્રની બેગમાં કોલ લેટર ભૂલી ગયો હતો અને તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય થોડો જ બાકી હતો ત્યારે પોલીસે બાઈક લઈને વિદ્યાર્થીને તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. પોલીસની આ ત્વરિત મદદને કારણે એક મહેનતુ વિદ્યાર્થીનું ભવિષ્ય બચી ગયું અને તે સમયસર પરીક્ષા આપી શક્યો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો જાળવવા માટે જ નહીં, પણ મુસીબતમાં મુકાયેલા નાગરિકોની મદદ માટે પણ હંમેશા તત્પર રહે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મતદાન મથકોની 200 મીટર ત્રિજ્યામાં પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    Next Article
    "His Mom Makes Food And Brings It To Hotel": Preity Zinta's Big Revelation About PBKS Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment