Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટરફાઇનલમાં:માન્ચેસ્ટર સિટીને હરાવ્યું; PSG, આર્સેનલ અને સ્પોર્ટિંગ CP પણ અંતિમ-8માં પહોંચ્યા

    2 days ago

    15 વખતની ચેમ્પિયન રિયલ મેડ્રિડ UEFA ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગઈ છે. પ્રી-ક્વાર્ટરફાઇનલમાં માન્ચેસ્ટર સિટીને તેના જ ઘરમાં હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવી લીધું છે. મેડ્રિડ ઉપરાંત આર્સેનલ, પેરિસ સેન્ટ-જર્મન (PSG) અને સ્પોર્ટિંગ સીપીએ પણ ક્વાર્ટરફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. આ રાઉન્ડના સૌથી મોટા અપસેટમાં સ્પોર્ટિંગ સીપીએ પ્રથમ લેગમાં 0-3થી પાછળ રહ્યા બાદ બીજા લેગમાં બોડો ગ્લિમ્ટને 5-0થી હરાવીને શાનદાર વાપસી કરી. રિયલ મેડ્રિડે સિટીને 2-1થી હરાવ્યું, ઓવરઓલ સ્કોર 5-1 રહ્યો માન્ચેસ્ટરના ઇતિહાદ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રિયલ મેડ્રિડે સિટીને 2-1થી હરાવ્યું. એગ્રીગેટ (બંને મેચનો કુલ સ્કોર)ના આધારે મેડ્રિડે 5-1થી જીત મેળવી. મેચની 20મી મિનિટે સિટીના બર્નાર્ડો સિલ્વાને હેન્ડબોલ માટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યો, જેના કારણે ટીમ 10 ખેલાડીઓ પર સિમિત થઈ ગઈ. 22મી મિનિટે વિનિસિયસ જુનિયરે પેનલ્ટીને ગોલમાં ફેરવીને મેડ્રિડને લીડ અપાવી. 41મી મિનિટે અર્લિંગ હાલેન્ડે ગોલ કરીને સિટીની આશાઓ જગાવી, પરંતુ એક્સ્ટ્રા ટાઇમમાં વિનિસિયસના બીજા ગોલે સિટીનો સફર સમાપ્ત કરી દીધો. PSGએ ચેલ્સીને હરાવી, એગ્રીગેટ સ્કોર 8-2 રહ્યો પેરિસ સેન્ટ-જર્મન (PSG)એ ચેલ્સી સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો. હોમ ગ્રાઉન્ડ પર 5-2ની જીત પછી, લંડનમાં રમાયેલા બીજા લેગમાં પણ PSGએ 3-0થી જીત મેળવી. ખ્વિચા ક્વારાત્સખેલિયાએ છઠ્ઠી અને બ્રેડલી બારકોલાએ 14મી મિનિટે ગોલ કરીને હાફ ટાઈમ સુધી ચેલ્સીને બેકફૂટ પર ધકેલી દીધી હતી. 62મી મિનિટે સેની મયુલુના ગોલે ચેલ્સીની હાર પર મહોર લગાવી દીધી. ચેલ્સી પાછલી બે સીઝનમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ આ વખતે રાઉન્ડ ઑફ 16માં જ બહાર થઈ ગઈ. સ્પોર્ટિંગ સીપીએ બીજા લેગમાં બોડો ગ્લિમ્ટને 5-0 થી હરાવ્યું લિસ્બનમાં રમાયેલી મેચમાં સ્પોર્ટિંગ સીપીએ તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. પ્રથમ લેગમાં બોડો ગ્લિમ્ટ સામે 0-3 થી હારનાર સ્પોર્ટિંગે બીજા લેગમાં 5-0 થી જીત નોંધાવી. હાફ ટાઈમ સુધી સ્કોર 1-0 હતો અને એગ્રીગેટ સ્કોરમાં બોડો ગ્લિમ્ટ 3-1 થી આગળ હતી. બીજા હાફમાં સ્પોર્ટિંગના ખેલાડીઓએ એટેકિંગ ગેમ રમી અને ગોન્કાલો ઇનાસિયો, પેડ્રો ગોન્કાલ્વેસ, લુઈસ સુઆરેઝ, મેક્સિમિલિયાનો અરાઉજો અને રાફેલ નેલે ગોલ કરીને પોતાની ટીમને 5-3 ના કુલ સ્કોરથી જીત અપાવી. આર્સેનલે લેવરકુસેનને 2-0 થી હરાવ્યું પ્રથમ લેગમાં લેવરકુસેન સાથે 1-1 થી ડ્રો રમ્યા બાદ આર્સેનલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કર્યું. એબેરેચી એજેએ 36મી મિનિટે લિએન્ડ્રો ટ્રોસાર્ડના પાસ પર શાનદાર ગોલ કર્યો. ત્યારબાદ 63મી મિનિટે ડેક્લાન રાઇસે બોક્સના કિનારેથી ક્લીન ફિનિશ કરતા સ્કોર 2-0 કરી દીધો. આર્સેનલે એગ્રીગેટ સ્કોર 3-1 સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
    Click here to Read More
    Previous Article
    Air travel gets a flyer-first push: 60% free seats, families to sit together under new rules
    Next Article
    IPL પહેલાં CSKનું મેગા રિયુનિયન થશે:22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ઇવેન્ટ, રૈના-હેડન સહિત ઘણા દિગ્ગજો એકઠા થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment