Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’:કુમાર કાનાણી આક્રમક; વડોદરામાં #PRO Modi અને #anti bjp પોસ્ટર; આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ

    15 hours ago

    રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ચૂંટણી અધિકારી દ્વારા 13 એપ્રિલને સોમવારના ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમા ગરમી જોવા મળી શકે છે. આ દરમિયાન ફોર્મ રદ થતા ઉમેદવારો ભારે હંગામો પણ મચાવી શકે છે. જોકે, ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરશે. 15 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. આ દરમિયાન ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ-કોંગ્રેસમાં ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસનો કાફલો તહેનાત કરવો પડ્યો હતો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?. વડોદરામાં #PRO Modi અને #anti bjp પોસ્ટર લાગતા ભાજપ દોડતું થયું છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત પર મોદીએ કહ્યું-સંસદ એક નવો ઇતિહાસ રચવાની નજીક:મહિલાઓના સપનાઓને નવી પાંખો મળશે, બિલ પાસ કરવા માટે 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર
    Next Article
    Ali Khamenei To Ali Larijani: List Of Key Iranian Leaders Killed In US-Israeli Strikes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment