Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા PR વિઝાના નામે રૂ.97.50 લાખની ઠગાઈ:બનાવટી કલોઝ વર્ક પરમિટ પધરાવી દેતા ભાઈ-બહેનને પરત ગાંધીનગર આવવું પડ્યું

    1 day ago

    ગાંધીનગરના કુડાસણ સ્થિત ‘વીન વીન ઓવરસીઝ’ નામના વિઝા એજન્ટે કેનેડાના PR વિઝા અપાવવાની લાલચ આપીને એક જ પરિવારના ભાઈ-બહેન પાસેથી રૂ. 97.50 લાખ પડાવી લીધા છે. એજન્ટે PR વિઝા આપવાને બદલે માત્ર ક્લોઝ વર્ક પરમિટ આપતાં કેનેડા પહોંચેલા ભાઈ-બહેનને અંતે ભારત પરત ફરવું પડ્યું હતું. આ અંગે પીડિત પરિવારે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 35 લોકોને વિદેશ મોકલવાના દાવા સાથે રૂ. 97.50 લાખમાં ડીલ ગાંધીનગરના કુડાસણ સ્થિત ઉમિયા બંગલોમાં રહેતા સુનિલભાઈ અમરતભાઈ પટેલે પોતાના પુત્ર અને ભત્રીજીને કેનેડા મોકલવા માટે વિઝા એજન્ટની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અમેરિકા રહેતા પરિચિત મારફતે કુડાસણના ‘રાધે સ્ક્વેર’માં ઓફિસ ધરાવતા રવિ સુરેશ સોલંકી (રહે. રાણીપ)નો સંપર્ક થયો હતો. રવિ સોલંકીએ અત્યાર સુધીમાં 35 લોકોને વિદેશ મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો અને 3 થી 4 મહિનામાં કેનેડાના વિઝા તથા ત્યારબાદ તુરંત PR અપાવવાની ખાતરી આપીને રૂ. 97.50 લાખમાં ડીલ નક્કી કરી હતી. બોગસ ક્લોઝ વર્ક પરમિટ પધરાવી અને વધારાના નાણાં પડાવ્યા વિઝા પ્રોસેસિંગના ભાગરૂપે બાયોમેટ્રિક અને મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એજન્ટે પરિશાદ પાસેથી રૂ. 97.50 લાખ રોકડા મેળવી લીધા હતા અને મનોટોબા સ્થિત એક કંપનીની ક્લોઝ વર્ક પરમિટ આપી દીધી હતી. જોકે, કેનેડા પહોંચ્યા બાદ સુનિલભાઈના પુત્ર પાસે હેલ્થ કાર્ડ ન હોવાથી કંપનીએ તેને કામ આપવાની ના પાડી દીધી હતી, જ્યારે ભત્રીજીને પણ થોડા સમય બાદ નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી. તેમ છતાં એજન્ટે PR ફાઇલ ચાલુ રાખવાના બહાને દર 15 દિવસે 1,500 કેનેડિયન ડોલર લેવાનું ચાલુ રાખ્યું હતું. એજન્ટ કેનેડા ભાગવાની પેરવીમાં હતો, પોલીસે નોંધ્યો ગુનો ત્યારબાદ એજન્ટે કોઈ મદદ કરવાને બદલે ગોળગોળ જવાબો આપવાનું શરૂ કરતાં પરિવારને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એજન્ટ રવિ સોલંકી પોતે પરિવાર સાથે કેનેડા ભાગી જવાની પેરવીમાં હતો. છેતરાયાનો અહેસાસ થતાં સુનિલભાઈ પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું-સરકારનું ચોર દરવાજેથી આરક્ષણ હટાવવાનું ષડયંત્ર:સરકારી પદો ખાલી રાખવાથી તકો સમાપ્ત થાય છે, ભાજપની નીતિનો પર્દાફાશ થઈ ચૂક્યો છે
    Next Article
    BAPS મંદિરે યુવા પારાયણ યોજાઈ, યુવાનોને પ્રેરણા:નવસારીના આઠ યુવક મંડળોમાં ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment