Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્તિનગર સ્ટેશને અચાનક આગ:રાજકોટમાં ટ્રેન આવવાને ગણતરીની મિનિટો બાકી હતી અને રેલવે ટ્રેક પર આગ ભભૂકતા અફરાતફરી

    6 hours ago

    રાજકોટનાં ભક્તિનગર રેલ્વે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર અચાનક આગ ફાટી નીકળતા થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ટ્રેન આવવાનો સમય થઈ ગયો હોવાથી સ્ટેશન પર હાજર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, રેલવે પ્રશાસન અને RPFના જવાનોએ ગજબની સમયસૂચકતા અને ત્વરિત કામગીરી દાખવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેતા એક મોટી રેલવે દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. હાલ રેલવે તંત્ર દ્વારા આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ ઠારવામાં થોડી વાર લાગી હોત તો દુર્ઘટના સર્જાઈ શકત પ્રાપ્ત વિગતો મુજબ ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના રેલવે ટ્રેક પર અચાનક જ આગના ભડકા જોવા મળ્યા હતા. એ સમયે સ્ટેશન પર ટ્રેનના આગમનની ગણતરીની મિનિટો જ બાકી હતી. ટ્રેક પરથી ધુમાડા અને આગની જ્વાળા ઉઠતી જોઈને પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો આગ બુઝાવવામાં કે પરિસ્થિતિ સંભાળવામાં થોડી પણ વાર થઈ હોત તો આવનારી ટ્રેનને કારણે મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી. આરપીએફના જવાનોની સતર્કતાના કારણે જાનહાનિ ન થઈ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને રેલવે પ્રશાસન અને આરપીએફના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ RPFનો સ્ટાફ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પડકાર સમયનો હતો. સૌની નજર એ વાત પર ટકેલી હતી કે ટ્રેન ટ્રેક પર પહોંચે તે પહેલાં આગ બુઝાવી શકાય છે કે કેમ. પરંતુ, આરપીએફના જવાનોની સતર્કતા અને ઝડપી કામગીરી રંગ લાવી હતી. જવાનોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં જ આગના ભડકા પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને ટ્રેકને સંપૂર્ણપણે ક્લિયર કરી દીધો હતો. ટ્રેક સુરક્ષિત થતાં મુસાફરો અને રેલવે સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.આરપીએફની આ સમયસૂચકતા અને બહાદુરીના કારણે સહેજમાં મોટી દુર્ઘટના ટળી જતાં મુસાફરોએ પણ જવાનોની કામગીરીને બિરદાવી હતી. હાલ આ આગ કેવી રીતે લાગી અને તેની પાછળ કોઈ બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ, તે દિશામાં રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં રેલવેનાં પીઆરઓ વિવેક તિવારીએ જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે 7:50 કલાક આસપાસ બની હતી. જેમાં સ્ટેશન માસ્તર ઓફિસની સામેની જડીઓમાં આગ લાગી હતી. જેને લઈને સ્ટેશન માસ્તરે તાત્કાલિક આરપીએફ અને અન્ય સ્ટાફને જાણ કરી હતી. જેને લઈને આરપીએફની ટીમ દોડી આવી હતી. અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જેને લઈને આ ઘટનામાં સદનસીબે કોઈપણ મુસાફરને ઈજા પણ થઈ નથી. હાલ આગ કેવી રીતે લાગી અને તેની પાછળ કોઈ બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    370 Biryani के बाद अब Sejal Pawar Viral, Pranit More Controversy पर कितनी ख़राब बातें? | Social List
    Next Article
    Indian Roots, Kiwi Heart: Fan Who Never Misses India's Tests In New Zealand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment