Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં શાળાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માગ:શાળાઓ પાસેથી લાખો રૂપિયા વસૂલાતા હોવાથી વિરોધ દર્શાવ્યો, હાઈકોર્ટમાં જવાની ચીમકી

    16 hours ago

    મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર કરીને ધાર્મિક, સેવાભાવી અને શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આદેશનું પાલન કરવા નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પરિપત્ર કરી સૂચના આપી છે. જો કે તેને લઈને ગુજરાતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માટે માંગ ઉઠી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પરિપત્ર કરી સરકાર પાસે માંગ કરી છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જવાની સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે. મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં શાળાઓને રાહત આપવાની માગ ઉઠી મહારાષ્ટ્ર વિધાનસભાના વર્ષ 2023ના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગરપંચાયતની હદમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માંગ ઉઠી હતી. જે તે બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતો. જે બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા કેરાલા ઠરાવને ધ્યાને લઈને ચુકાદો આપ્યો હતો. જે બાદ મહારાષ્ટ્ર સરકારે શૈક્ષણિક, ધાર્મિક, સેવાભાવી હેતુ માટે ઉપયોગમાં લેવાતી ઇમારતોને મિલકત વેરામાંથી મુક્તિ આપતો પરિપત્ર કર્યો છે. જો કે ગુજરાતમાં આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં ન આવતા અત્યારે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને દર વર્ષે 8થી 10 લાખ ટેક્સ ભરવો પડે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટના મકાન હોવા છતાં લાખો રૂપિયાનો ટેક્સ ભરવો પડતો હોવાથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મિલકત વેરામાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપતો પરિપત્ર કરવા સરકાર પાસે રજૂઆત કરી છે. તેમજ જો મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા કેરાલા સરકારે ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સરકારી હોસ્પિટલો તે તમામને આવરી લઈને સામાન્ય ઉપકરમાંથી માફી આપી હતી. તેને લઈને જ મહારાષ્ટ્રના કેટલાક સંચાલકો નામદાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. જેમાં શૈક્ષણિક સંસ્થાઓની ફેવરમાં ચુકાદો આવ્યો હતો. જેથી મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક GR કરીને દરેક નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના ન થાય અને તેની અમલવારી તાત્કાલિક થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓને સામાન્ય ઉપકરમાંથી છૂટછાટ આપવી. માગણી સંતોષવામાં ન આવે તો શાળા સંચાલકોની હાઈકોર્ટમાં જવાની ચીમકી ગુજરાતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓને સામાન્ય ઉપકરમાંથી માફી આપવાની માંગ સાથે ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટના મકાન હોવા છતાં 9થી 10 લાખ રૂપિયા સુધીનો કોર્પોરેશનમાં ટેક્સ ભરવો પડતો હોય છે. નાના ગામમાં 14 વર્ગની શાળાનું મકાન છે તેમાં છતાં વાર્ષિક ટેક્સ ભરવો પડતો હોય છે. તેમજ વર્ષો પહેલા જૂનાગઢની કોર્ટનો પણ ચુકાદો છે કે શૈક્ષણિક સંસ્થાઓને સામાન્ય ઉપકરમાંથી છૂટછાટ આપવી જોઈએ. નગર નિયોજનના નિયમમાં પણ જોગવાઈ છે કે કોર્પોરેશન અથવા ગ્રામ પંચાયત ઇચ્છે અને ઠરાવ કરે તો તે છૂટછાટ આપી શકે છે. જેથી મહારાષ્ટ્રના પરિપત્રના આધારે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જો માંગણી નહી સ્વીકારવામાં આવે ગુજરાતમાં સંચાલકો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જશે અને શૈક્ષણિક સંસ્થાઓને સામાન્ય ઉપકરમાંથી માફીની માંગ કરશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું- નેપાળ વિના અમારા ધામ અને રામ અધૂરા:₹15 હજાર કરોડ મદદની જાહેરાત; બાલેને કહ્યું- ભારત-નેપાળના સંબંધો હિમાલયની જેમ મજબૂત
    Next Article
    ભાજપનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો:જામજોધપુર-લાલપુરમાં આયોજિત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment