Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોફી વિથ કરણ' શો પર સ્ક્રિપ્ટેડ હોવાનો આરોપ:શનાયા કપૂરની વેનિટી ટેબલ પર જોવા મળ્યો સ્ક્રિપ્ટ જેવો કાગળ; લોકોએ કહ્યું- દર્શકો સાથે છેતરપિંડી છે

    14 hours ago

    ફિલ્મમેકર કરણ જોહરના ચર્ચિત ચેટ શો 'કોફી વિથ કરણ' પર સ્ક્રિપ્ટેડ હોવાના આરોપો લાગી રહ્યા છે. શોના છઠ્ઠા એપિસોડમાં મહેમાન બનેલી એક્ટ્રેસ શનાયા કપૂરની એક વેનિટી તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં ટેબલ પર 'રૅપિડ ફાયર: શનાયા કપૂર' લખેલો એક કાગળ દેખાયા બાદ યુઝર્સ શો સ્ક્રિપ્ટેડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, વાઈરલ તસવીરમાં કાગળના નીચેના ભાગમાં લખાયેલા બારીક અક્ષરો વાંચી શકાતા નથી. તેથી આ સ્ક્રિપ્ટ છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. શનાયા કપૂરની વેનિટી ટેબલ પર રાખેલો કાગળ દેખાયો વાઈરલ થઈ રહેલી તસવીરમાં શનાયા કપૂર મેકઅપ કરાવતી જોવા મળી રહી છે અને તેમની સામે વેનિટી ટેબલ પર એક કાગળ રાખેલો છે. આ કાગળ પર મોટા અક્ષરોમાં 'રૅપિડ ફાયર: શનાયા કપૂર' લખેલું છે, જ્યારે તેની નીચે ખૂબ જ ઝીણા અક્ષરોમાં ઘણું બધું નોંધાયેલું છે. આ તસવીર સામે આવ્યા બાદ ઇન્ટરનેટ પર ચર્ચા તેજ બની ગઈ છે. ઘણા દર્શકોએ નારાજગી વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો કે તેઓ આટલા વર્ષોથી જે રૅપિડ ફાયર રાઉન્ડને મજેદાર જવાબોનો હિસ્સો માનતા આવ્યા હતા, શું તે પહેલેથી જ નક્કી કરાયેલી સ્ક્રિપ્ટ હોય છે? કેટલાક યુઝર્સે તેને દર્શકો સાથેનો છેતરપિંડીનો મામલો ગણાવ્યો છે. જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે કોઈપણ ચૅટ શોમાં મહેમાનોને અગાઉથી કેટલાક મુદ્દાઓની જાણકારી આપવાનો અર્થ એ નથી કે આખો શો સ્ક્રિપ્ટેડ છે. કાગળ પર લખાયેલા શબ્દો સ્પષ્ટ નથી, કરણ જોહરે કોઈ પ્રતિક્રિયા આપી નથી જોકે, વાઈરલ તસવીરમાં કાગળના નીચેના ભાગમાં લખાયેલા ઝીણા અક્ષરો વાંચી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં એ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી કે તે કાગળ પર રૅપિડ ફાયરના સવાલ-જવાબ લખેલા હતા કે પછી તે ફક્ત સામાન્ય નોંધો હતી. આ સમગ્ર વિવાદ અંગે હજી સુધી શોના હોસ્ટ કરણ જોહર અથવા અભિનેત્રી શનાયા કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. છઠ્ઠા એપિસોડમાં અનન્યા પાંડે અને અનન્યા બિરલા સાથે શનાયા પહોંચી હતી શનાયા કપૂર તાજેતરમાં પોતાની વેબ સિરીઝ 'સ્ટુડન્ટ ઑફ ધ યર: આફ્ટર ડાર્ક'ની ચર્ચાઓ વચ્ચે 'કૉફી વિથ કરણ સીઝન 9'ના છઠ્ઠા એપિસોડમાં સામેલ થઈ હતી. આ શોમાં તેમનો પહેલો અનુભવ હતો. આ એપિસોડમાં તેમની સાથે અભિનેત્રી અનન્યા પાંડે અને અનન્યા બિરલા પણ મહેમાન બનીને પહોંચ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    Stock Market Crash: सेंसेक्स 1,065 अंक टूटा, निवेशकों के ₹3 लाख करोड़ से ज्यादा डूबे, जानें बाजार में क्यों मचा हड़कंप
    Next Article
    PM મોદીએ કહ્યું- નેપાળ વિના અમારા ધામ અને રામ અધૂરા:₹15 હજાર કરોડ મદદની જાહેરાત; બાલેને કહ્યું- ભારત-નેપાળના સંબંધો હિમાલયની જેમ મજબૂત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment