Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરાળાના ધારૂકામાં વાડી પાસે દારૂ પીવાની ના પાડતા હુમલો:બે શખસે ખેડૂત, તેના ભાઈ અને મિત્ર પર હોકીથી હુમલો કર્યો, એકને છરી મારી ફરાર

    7 hours ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધારૂકા ગામે વાડી પાસે દારૂ પીવાની ના પાડવાની અદાવતમાં ગામના જ બે શખસે ખેડૂત, તેના મોટાભાઈ અને મિત્રના ભાઈ પર હોકી, લાકડી તેમજ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઉમરાળા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાડીએ તાપણું કરી રહેલા ખેડૂત અને ભાઈ પર હોકી-લાકડીથી હુમલો ધારૂકા ગામના કોળીવાડ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય ખેડૂત અશોકભાઈ રવજીભાઈ બારૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામમાં રહેતો દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અવારનવાર તેમની વાડી પાસે દારૂ પીવા આવતો હોવાથી અશોકભાઈએ તેને ના પાડી હતી. જેની દાઝ રાખી ગત 21 નવેમ્બર, 2026ની રાત્રે અશોકભાઈ, તેમના મોટાભાઈ પ્રવીણભાઈ અને મિત્ર વનરાજસિંહ ગોહિલ વાડીએ તાપણું કરી રહ્યા હતા, ત્યારે દિવ્યરાજસિંહ અને નયપાલસિંહ શક્તિસિંહ ગોહિલ બાઈક પર આવ્યા હતા અને અપશબ્દો બોલી અશોકભાઈ પર હોકી-લાકડી વડે હુમલો કરી પ્રવીણભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા. મિત્રને બચાવવા વચ્ચે પડેલા ભાઈને છરી મારી ધમકી આપી ફરાર ત્યારબાદ બંને આરોપીઓ અશોકભાઈના મિત્ર વનરાજસિંહને મારવા ગામ તરફ ગયા હતા, જ્યાં વનરાજસિંહને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ શિવરાજસિંહ ગોહિલ પર દિવ્યરાજસિંહે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને કેસ કરશે તો મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને ઉમરાળા દવાખાને પ્રાથમિક સારવાર બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે પોલીસે BNS એક્ટ 115(2), 118(1), 352, 351(3), 54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મંડપના સંચાલકને લોખંડની પાઇપ મારી:માથામાં આઠ ટાંકા આવ્યા; બે સગા ભાઈઓ સામે ફરિયાદ
    Next Article
    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 2 ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું, મહિલા આરોપી સામે પ્રોહિબિશનના 48 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment