Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે 'અક્ષય પુણ્ય' આપતી દેવ દિવાળી:સૂર્યદેવને અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરો; આ દિવસે શિવજીએ કર્યો હતો ત્રિપુરાસુરનો વધ, જાણો દીપદાનનું મહત્ત્વ

    9 hours ago

    આવતીકાલે મંગળવારે કાર્તિક માસની પૂર્ણિમા છે. આ પૂર્ણિમાને દેવ દિવાળી અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, મંદિરોમાં પૂજા-અર્ચના કરે છે અને જરૂરિયાતમંદોને દાન આપે છે. સાંજના સમયે નદી, તળાવો અને ઘરોમાં દીવા પ્રગટાવવાની પરંપરા પણ છે. માન્યતા છે કે, કાર્તિક પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા સ્નાન, દાન, જપ, તપ અને દીપદાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. અક્ષયનો અર્થ છે એવું પુણ્ય, જેનો પ્રભાવ જીવનભર જળવાઈ રહે છે. આ જ કારણ છે કે આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાની ક્ષમતા અનુસાર ધર્મ-કર્મ કરે છે. ભગવાન શિવે કર્યો હતો ત્રિપુરાસુરનો વધ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, કાર્તિક પૂર્ણિમા સાથે જોડાયેલી અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. એક પ્રચલિત કથા અનુસાર, આ જ તિથિએ ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કર્યો હતો. સવારે સૂર્યદેવને અર્ઘ્ય આપીને દિવસની શરૂઆત કરો કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું જોઈએ. શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. આવું કરવું શક્ય ન હોય તો ઘરે જ સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. ત્યારબાદ સૂર્યદેવની પૂજા કરો. ગણેશ પૂજન બાદ કરો લક્ષ્મી-નારાયણનો અભિષેક કોઈપણ શુભ ધાર્મિક કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી કરવી જોઈએ. કાર્તિક પૂર્ણિમા પર પણ સૌપ્રથમ ગણેશજીનું પૂજન કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરો. શિવલિંગ પર જળ, દૂધ અને પંચામૃત ચઢાવો ત્રિપુરારી પૂર્ણિમા ભગવાન શિવની આરાધના માટે પણ વિશેષ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શિવપૂજા કરવાથી ભક્તોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અનાજ, કપડાં અને ગરમ વસ્ત્રોનું દાન કરો કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂજા-પાઠની સાથે દાન-પુણ્યનું પણ ઘણું મહત્ત્વ છે. આ દિવસે પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. ગરીબોને ઘઉં, ચોખા, દાળ અને અન્ય ખાદ્ય સામગ્રીનું દાન કરી શકાય છે. આ ઉપરાંત કપડાં, જૂતાં-ચપ્પલ અને ધનનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. નવેમ્બર મહિનો હોવાથી આ સમયે ઠંડી વધવા લાગે છે. આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા, સ્વેટર, શાલ અને અન્ય ઊની વસ્ત્રો આપવાનું સારું સેવાકાર્ય બની શકે છે. કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું પણ પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે ગૌસેવાને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓ કોઈ ગૌશાળામાં જઈને ગાયો માટે લીલું ઘાસ અને ચારો દાન કરી શકે છે. આ સાથે જ ગૌશાળામાં ગાયોની દેખરેખ માટે પોતાની ક્ષમતા મુજબ આર્થિક સહયોગ પણ આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    AC Milan Thump Five Past Frosinone In Serie A
    Next Article
    આજે વૈકુંઠ ચતુર્દશીએ 'હરિ-હર મિલન':શિવજીએ ભગવાન વિષ્ણુને આપ્યું હતું સુદર્શન ચક્ર, જાણો પૌરાણિક કથા અને પૂજા-વિધિ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment