Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેક દેશની યુનિવર્સિટી હવે દુબઈમાં:ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે શું છે ફાયદા- ગેરફાયદા; ઓછી ફીમાં તગડી નોકરી ને ગોલ્ડન વિઝા

    16 hours ago

    ગુજરાતીઓ દુબઈનું નામ સાંભળે એટલે પહેલો વિચાર ફરવાનો આવે. પણ હવે દુબઈ એજ્યુકેશન હબ તરીકે ઊભરી રહ્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ એકેડમી સિટીમાં ઘણા દેશોની 31 જેટલી યુનિવર્સિટીસ છે. તેમાં 3 લાખ 78 હજાર સ્ટુડન્ટ્સ ભણે છે. જેમાં 1,50,000 સ્ટુડન્ટ્સ ઈન્ડિયન છે. તેમાંથી 50 હજાર એવા છે જે પેરેન્ટ્સ સાથે દુબઈમાં રહે છે. બાકીના 1 લાખ સ્ટુડન્ટ ભારતથી ભણવા ગયા છે. દુબઈમાં 12,000 સ્ટુડન્ટ્સ ગુજરાતી છે. આખરે સ્ટુડન્ટ્સ દુબઈ તરફ કેમ આકર્ષાયા? દુબઈમાં ભણવાના 3 ફાયદા અને 3 ગેરફાયદા શું છે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : સ્ટુડન્ટ્સ દુબઈ તરફ કેમ આકર્ષાયા? જવાબ : દુબઈની નોલેજ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ મુજબ, અહીં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 42% ભારતીયો છે. તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે, જે પહેલેથી જ પોતાના પરિવાર સાથે દુબઈમાં રહે છે. ભારતમાંથી પણ માત્ર અભ્યાસના હેતુથી દુબઈ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મોટી છે. સ્ટુડન્ટ્સને દુબઈમાં ભણવાનું આકર્ષણ થયું તેના કેટલાક કારણો છે. જેમ કે, સર્જક ઓવરસીસના ઈમિગ્રેશન એક્સપર્ટ નિર્મલ ટાંક કહે છે કે, દુબઈ અત્યારે ઘણું જ સારું ને મોટાપાયે એજ્યુકેશન માટે ઓપન થયું છે. તેના કારણો એ છે કે ત્યાં ટેક્સેશન નથી. તમે ત્યાં કમાણી કરતા હો તો સરકારને એક રૂપિયો પણ નથી આપવાનો. ભણીને નોકરીએ લાગો પછી આ સૌથી મોટો ફાયદો મળે. બીજું કારણ છે કે ઓસ્ટ્રેલીયન યુનિવર્સિટી વોલોંગોંગ, બ્રિટનની દે-મોનફોર્ટ યુનિવર્સિટી, લંડન યુનિવર્સિટી, કેનેડાની યુનિવર્સિટીઓ, અમેરિકાની યુનિવર્સિટીઓના હેડક્વાર્ટર દુબઈમાં આવવાના શરૂ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયાની કોઈ યુનિવર્સિટીમાં ચોક્કસ સિલેબસ કરવા જાવ તો ફી વધારે હોય. દુબઈમાં એ જ યુનિવર્સિટીની બ્રાન્ચમાં, એ જ સિલેબસની વર્ષની ફી 5 થી 7 લાખ રૂપિયા ઓછી હોય. છેલ્લા બે વર્ષમાં ઘણા ગુજરાતથી ઘણા સ્ટુડન્ટ દુબઈ તરફ વળ્યા છે. કોઈપણ દેશની ત્રણ- ચાર યુનિવર્સિટીઓ છે. એવા 17 દેશોની યુનિવર્સિટીસ છે. સર્ટીફિકેટ ત્યાંનું જ આવે. માનો કે ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા તો 17થી 18 લાખનો ખર્ચો થાય પણ દુબઈમાં એ જ યુનિવર્સિટીમાં, એ જ કોર્સમાં 12 લાખ આસપાસનો ખર્ચ થાય. વર્ષના 5- 7 લાખ બચે તો બે વર્ષના 10 થી 12 લાખ બચે. માસ્ટર્સ માટે ઘણું સારું છે. પાર્ટ ટાઈમ જોબ પણ મળી રહે છે. સ્ટડી વિઝા જ મળે છે. યુનિવર્સિટી પણ સ્ટુડન્ટ વતી વિઝા કઢાવી આપે છે. તમારે વિઝા કઢાવવાની જરૂર પણ નથી. એસ્પાયર સ્ક્વેરના ઈમિગ્રેશન એક્સપર્ટ મૌલિક રાવલનું કહેવું છે કે દુબઈ વચ્ચે સારું એવું એક્સપ્લોર થયું હતું. પૈસે ટકે સુખી હોય તેવા પેરેન્ટ્સ તેમના બાળકો માટે પહેલો પ્રેફરન્સ દુબઈ રાખતા હતા. દુબઈ છેલ્લા બે વર્ષથી જ પોપ્યુલર થયું છે. ઘણા ગુજરાતી સ્ટુડન્ટ્સ દુબઈમાં ભણે છે. ખાસ તો ઈન્ટરનેશનલ એક્સપોઝર મળે એટલે પેરેન્ટ્સ પોતાના છોકરાંવને દુબઈ મોકલે છે. ડ્રગ્સ કે બીજું કોઈ ન્યૂસન્સ નથી. અમે એપ્રોચ એવો કરીએ છીએ કે દુબઈ ફરવા જાવ તો સાથે સાથે કેમ્પસ જોતા આવજો. ત્યાં વિઝીટ કરીને જોઈ શકો. વાતાવરણ કેવું છે, લોકો કેવા છે, એ તમને ખ્યાલ આવે. દુબઈમાં એજ્યુકેશન ભારત કરતાં પણ એફોર્ટેબલ છે. તમે બેંગ્લોર ભણવા જાવ ને દુબઈ ભણવા જાવ, સેઈમ કોસ્ટમાં પડે. અત્યાર સુધી લોકો એવું વિચારતા હતા કે દુબઈ શાંત અને સેઈફ છે. કોઈ હુમલો જ ન કરે. પણ ઈરાને જે રીતે અચાનક હુમલો કર્યો તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સમાં ભય થઈ ગયો. પણ અત્યારે દુબઈમાં કોઈ પ્રોબ્લેમ નથી. લોકો ફરવા જાય છે. ટુરિઝમ નોર્મલ થઈ ગયું છે. એજ્યુકેશન સારું ચાલે છે. દુબઈ ભણવા માટે નવું હબ બનતું જાય છે, તેના ફાયદા છે ને ગેરફાયદા પણ છે. સવાલ-2 : દુબઈમાં અભ્યાસ કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે? જવાબ : દુબઈમાં ભણવાના ફાયદા- ગેરફાયદા જાણતાં પહેલાં થોડું દુબઈ વિશે જાણી લો... UAE એટલે યુનાઈટેડ આરબ અમિરાત્સ. આ 7 નાનકડા દેશોનું ઝૂમખું છે. અબુધાબી, દુબઈ, શારજહા, અજમાન, ઉમ્મ અલ કુવૈન, રસ અલ ખૈમાહ અને ફુજૈરાહ. આ બધા દેશોમાં દુબઈ આર્થિક સદ્ધર છે, દુનિયાના 200 દેશોના લોકો દુબઈમાં રહે છે. ત્યાં જ બિઝનેસ કરે છે ને નોકરી કરે છે. દુનિયાભરની આંતરરાષ્ટ્રીય બેન્ક, ફાયનાન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને કન્સલ્ટિંગ કંપની અને મોટી મોટી લૉ ફર્મના રિજિયોનલ હેડક્વાર્ટર દુબઈમાં છે. DIFCમાં 8 હજાર કંપની રજીસ્ટર્ડ છે. અહિયા 48 હજાર પ્રોફેશનલ્સ કામ કરે છે. જે અલગ અલગ દેશોમાંથી આવ્યા છે. દુબઈ ટેક્સ ફ્રી દેશ છે. મોટી મોટી જાયન્ટ કંપનીઓ દુબઈમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે કારણ કે અહિયા ટેક્સમાં છૂટ મળે છે. ઈન્વેસ્ટમેન્ટ સેઈફ છે, દેશ પણ સુરક્ષિત છે. હવે મૂળ વાત. દુબઈમાં ભણવાના ફાયદા છે તો સામે કેટલાક ગેરફાયદા પણ છે. જો તમે દુબઈ ભણવા જવા ઈચ્છતા હો તો આટલી વાત જાણવી ખાસ જરૂરી છે. દુબઈમાં ભણવાના 3 ફાયદા દુબઈમાં ભણવાના 3 ગેરફાયદા દુબઈમાં એજ્યુકેશન સારું છે, ખાસ કરીને ભણવાનો ખર્ચ બહુ થતો નથી. સવાલ-3 : દુબઈમાં ભણવાનો ખર્ચ કેટલો થાય? જવાબ : તમે ઓસ્ટ્રેલિયા ભણવા જાવ, લંડન ભણવા જાવ, અમેરિકા ભણવા જાવ તો બે વર્ષના સહેજે ય 40- 50 લાખ રૂપિયા જોઈએ. દુબઈમાં બે વર્ષમાં 20 લાખ જોઈએ. બીજા દેશો કરતાં દુબઈમાં એજ્યુકેશન ફી ઓછી છે. વિદેશની યુનિવર્સિટીઓમાં 500થી વધારે કોર્સ થાય છે. કોઈપણ કોર્સ લઈ લો, મોટાભાગના કોર્સની ફી 40 હજાર દિરહામ (લગભગ 10 લાખ રૂપિયા)થી 80 હજાર દિરહામ (20 લાખ રૂપિયા)ની વચ્ચે છે. રહેવા-જમવાનો ખર્ચ, જેમાં ભાડું, ભોજન, ટ્રાન્સપોર્ટેશન અને એન્ટરટેઈન્મેન્ટ પણ આવી જાય. માનો કે તમે એક વર્ષની 8 લાખની ફી વાળી યુનિવર્સિટીમાં એડમિશન લીધું. તો 16 લાખ રૂપિયા ફીના બે વર્ષના થાય. રહેવા, જમવાનો ખર્ચ ગણો તો 20 લાખ જેવો થાય. લંડન કે ઓસ્ટ્રેલિયામાં આ જ ખર્ચો 40થી 45 લાખે પહોંચે. દુબઈમાં કોર્સિસ અઢળક થાય છે. પણ સ્ટુડન્ટ્સમાં જે ફેવરિટ કોર્સિસ છે તેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સ, એન્જિનિયરિંગ (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટર સાયન્સ, હોસ્પિટાલિટી અને ટૂરિઝમ મેનેજમેન્ટ, મીડિયા અને કમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, આર્કિટેક્ચર અને અર્બન પ્લાનિંગ, લૉ અને ઈન્ટરનેશનલ રિલેશન્સ. આ સિવાય પણ પુષ્કળ કોર્સ થાય છે. ઘણા બધા દેશની યુનિવર્સિટીઓ દુબઈના એકેડમિક સિટીમાં ખુલી ગઈ છે. સાથે સાથે ભારતની પણ IIM અમદાવાદ, બિટ્સ પિલાની જેવી ઘણી ઈન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ પણ દુબઈમાં ખુલી ગઈ છે. સવાલ-4 : દુબઈમાં ભારતીય ઈન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ કેમ ખુલી? જવાબ : ભારતની ઘણી ઈન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ દુબઈમાં ઓપન થઈ ચૂકી છે. એટલે વિદેશથી કોઈને IIM- અમદાવાદમાં ભણવું હોય તો અમદાવાદ આવવાના બદલે દુબઈ જવાનું પસંદ કરશે. કારણ કે સ્ટુડન્ટ્સને ત્યાંની ક્વોલિટી લાઈફ સ્ટાઈલ જોઈએ છે. આ સિવાય પણ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ દુબઈમાં ખુલવાના કેટલાક કારણો છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળના PM બાલેન શાહનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત:મોદી સાથે અયોધ્યાથી જનકપુર જતી ટ્રેનને લીલી ઝંડી બતાવશે, 19 કલાકની મુસાફરી થશે
    Next Article
    Nepal PM Balendra Shah Meets PM Modi. What's On Agenda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment